જાણો હાર્ટ બ્લોકેજના કારણ, લક્ષણો વિશે, સાથે ખાસ જાણજો એના ઘરગથ્થુ ઉપાયો વિશે પણ

પહેલા માત્ર આધેડ કે પછી વૃદ્ધ લોકોમાં જ હૃદયની સમસ્યા જોવા મળતી હતી. પણ હવે જુવાન તેમજ કિશોરોમાં પણ હૃદયની બીમારીઓ જોવામાં આવી રહી છે. તેના માટે કેટલાક અંશે આપણું ખાન-પાન જવાબદાર છે તો કેટલાક અંશે આપણી લાઇફસ્ટાઇલ. આપણે સુવિધાજનક જીવન જીવવાના એટલી હદે આદિ બની ગયા છીએ કે આપણા શરીરને બીમારીઓનું ઘર બનાવવા લાગ્યા છીએ. હાર્ટ બ્લોકેજ પણ એવી જ એક સમસ્યા છે. આ અવસ્થામાં હૃદયના ધબકારા થંભી-થંભીને ચાલે છે. માટે આજે અમે તમને હાર્ટ બ્લોકેજ પાછળના કારણો, તેના લક્ષણો તેમજ તેના ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો કે તમને એ જણાવી દઈ કે હાર્ટ બ્લોકેજની સારવાર તમારે ડોક્ટરની સલાહ લઈને જ કરવી જોઈએ. ઘરઘથ્થુ ઉપાય માત્ર તેની સારવારની અસરને વધારવામાં મદદ કરી શકે છે.

હાર્ટ બ્લોકેજ શું છે ?

image source

હાર્ટ બ્લોકેજની સમસ્યાને મેડિકલ ટર્મમાં કંડક્શન ડિસઓર્ડર કહે છે. હાર્ટ બ્લોકેજ, હૃદયમાં ઇલેક્ટ્રિકલ સંકેતો સાથે જોડાયેલી સમસ્યા છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલ હૃદયના ધબકારાના કારણે બને છે અને હૃદયની ગતિને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સાથે સાથે તે હૃદયને આખા શરીરમાં લોહી પોહંચાડવામાં પણ મદદ કરે છે. અહીં સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે હૃદયના ઉપરના ભાગ કે જેને અટ્રિયા કહે છે ત્યાંથી ઇલેક્ટ્રિકલ સિગ્નલ હૃદય નિચેના ભાગ એટલે કે વેંટ્રિકલ્સ સુધી યોગ્ય રીતે નથી પહોંચી શકતા. આ સમસ્યાને હાર્ટ બ્લોકેજ કહે છે.

હાર્ટ બ્લોકેજના પ્રકાર

image source

સિનોટ્રિયલ નોડ બ્લોક – સિનોઅટ્રિયલ નોડ હૃદયનો તે મુખ્ય ભાગ છે, જે એક કુદરતી પેસમેકરની જેમ કામ કરે છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઉત્પન્ન કરીને હૃદયને ગતિ આપવા માટે પ્રેરિત કરે છે. જ્યારે આ ભાગ કોઈ કારણસર અસર પામે છે ત્યારે હૃદયને યોગ્ય સિગ્નલ નથી આપી શકતું, ત્યારે તેને સિનોઅટ્રિયલ નોડ બ્લોક કહેવાય છે.

એટ્રિયોવેંટ્રિકુલર નોડ બ્લોક

એટ્રિયોવેંટ્રિકુલર નોડ બ્લોકની સ્થિતિમાં હૃદયમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિકલ સંકેતની ગતિ કાં તો ધીમી હોય છે અથવા તો આ સંકેત હૃદયના ઉપરના ભાગથી નીચેના ભાગ સુધી પહોંચતા નથી.

બંડલ બ્રાંચીઝ બ્લોક

image source

બંડલ બ્રાંચીઝ બ્લોકના બે પ્રકાર છે, જે હૃદયની નીચેના જમણા અને ડાબા ભાગ સાથ સંબંધીત છે.

રાઇટ બંડલ બ્લોક – આ સ્થિતિ માયોકાર્ડિયમમાં યોગ્ય રીતે લોહીનો પ્રવાહ ન હોવાના કારણે ઉત્પન્ન થાય છે.

લેફ્ટ બંડલ બ્લોક – આ સ્થિતિ માયોકાર્ડિયમમાં ઇજા પહોંચવાની સ્થિતિના કારણે અથવા અન્ય કોઈ ખામીના કારણે ઉત્પન્ન થાય છે.

હાર્ટ બ્લોકેજના કારણો

આપણા દ્વારા કરવામા આવેલા કેટલાએ કામ જાણતા-અજાણતામાં હાર્ટ બ્લોકેજને વધારી શકે છે. તો ચાલો જાણીએ હાર્ટ બ્લોકેજ પાછળના કારણો.
જન્મજાત હાર્ટ બ્લોકેજ

દવાઓની સાઇડ ઇફેક્ટ

image source

હૃદય સાથે સંબંધિત રોગ

હાર્ટ સર્જરી

સંક્રમણ

હાર્ટ બ્લોકેજના લક્ષણો

હાર્ટ બ્લોકેજના લક્ષણો પર જો સમય રહેતા જ ધ્યાન આપવામા આવે તો તેનાથી ઉભા થતાં જોખમને રોકી શકાય છે.

છાતીમાં પીડા થવી

માથું ચકરાવુ

બેહોશ થવા જેવી ફિલિંગ થવી.

વધારે જલદી થાક લાગવો

હૃદયની અસામાન્ય ગતિ

હાર્ટ બ્લોકેજના ઘરેલુ ઉપાય

હળદર

image source

દૂધને ગરમ કરીને તેમાં એક ચમચી હળદરનો પાઉડર મિક્સ કરીને તેનું સેવન કરવું. હળદરવાળા ગરમ દૂધનું સેવન તમે રોજ કરી શકો છો. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેંટરી, એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-કાર્સિનોજેનિક એટલે કે કેન્સર કેશિકાઓને રોકનારું, એન્ટી-થ્રોમ્બોટિક એટલે કે લોહીને જામતું રોકવાવાળા ગુણો તેમા સમાયેલા હોય છે જે હૃદયને સુરક્ષિત રાખવાનુ કામ કરે છે. સાથે સાથે હાર્ટ બ્લોકેજને ઘટાડવા માટે પણ મદદ કરી શકે છે.

દાડમ

image source

તમારે હાર્ટ બ્લોકેજની સમસ્યાથી દૂર રહેવુ હોય તો રોજ 1-2 દાડમનું સેવન કરવું જોઈએ તમે તેના દાણા પણ ખાઈ શકો છો અને તેનો જ્યૂસ પણ પી શકો છો. જો કે તમારે રોજ તાજો જ્યૂસ જ પીવો જોઈએ. રોજ તમે એક ગ્લાસ જ્યૂસ પી શકો છો.

દાડમના જ્યૂસનું સેવન કરવાથી હૃદયની ધમનીઓ ફ્લેક્સિબલ રહે છે અને લોહી વાહિનીઓમાં આવેલા સોજા ઘટાડવામાં મદદ મળે છે. તેને એથેરોસ્ક્લેરોસિસને ઘટાડવા માટે પણ કારગર માનવામાં આવે છે, જે હૃદય રોગનું મુખ્ય કારણમાંનું એક છે. આ ધમનીઓના જોખમને ઘટાડે છે જે હૃદય અને મસ્તિષ્કના રક્ત પ્રવાહને બનાવી રાખે છે. જેનાથી હાર્ટ બ્લોકેજનું જોખમ દૂર રહે છે.

લીંબુ

image source

લીંબુ, મરી, પાણી અને મધનો પ્રયોગ પાણીને ગરમ કરી લેવું. સાથે સાથે તેમાં ઉપર જણાવેલી બધી જ સામગ્રી મિક્સ કરી લેવી. ત્યાર બાદ તે હુંફાળુ થાય અથવા ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરવું. આ પ્રયોગ તમે દિવસમાં બેવાર કરી શકો છો. હૃદય રોગ પાછળનું એક કારણ કોલેસ્ટ્રોલ પણ છે. એક સંશોધનમાં ઉલ્લેખ મળ્યો છે કે લીંબુમા હાજર ફ્લેવોનોયડ સીધી રીતે એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ધમનીઓમાં જમા થતી ચરબીને ઠીક કરવામાં મદદ કરી શકે છે.

ઇલાયચી

image source

થોડી ઇલાઇચી અને અર્જુનની છાલ કે પછી તેના પાવડરને એકબીજા પાણીમાં ઉમેરીને તેનો ઉકાળો તૈયાર કરી લેવો. ઉકાળો થોડો ઠરે એટલે તેનુ સેવન કરવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં 3-4 વાર કરી શકો છો.

ઇલાઇચીમાં મળી આવતા કાર્ડિયોટોનિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હૃદયને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તેમાં સમાયેલા આ ગુણ હાર્ટ બ્લોકેજની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

લસણ

image source

બે-ત્રણ લસણની કળીને દૂધમાં નાખી દૂધને ઉકાળી લેવું ત્યાર બાદ તેને ઠંડુ થવા દેવું અને ત્યાર બાદ તેને પી જવું. આ પ્રયોગ તમે રોજ કરી શકો છો. ભોજનમાં પણ તમારે લસણનો ઉપયોગ કરવો જોઈએ.

લસણના ઉપયોગથી એથેરોસ્ક્લેરોસિસ, ઉચ્ચ રક્તચાપ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. તેનો સીધો લાભ હૃદયને થાય છે. સાથે સાથે હાર્ટ બ્લોકેજનું જોખમ પણ ઘટાડવામાં મદદ મળે છે. તેવામાં હાર્ટ બ્લોકેજના સરળ ઘરગથ્થુ ઉપાય તરીકે તમે લસણનો ઉપયોગ કરી શકો છો.
દ્રાક્ષ

રોજ 50-100 ગ્રામ દ્રાક્ષને ધોઈને ખાઈ શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ પી શકો છો. રોજ તમે બે વાર આ ઉપાય કરી શકો છો. દ્રાક્ષમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ તેમજ ખાસ પ્રકારના ફાઇટોકેમિકલ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે હૃદયની ધમનીઓમાં થનારા અવરોધને દૂર કરવામાં પણ દ્રાક્ષ મદદ કરે છે.

લાલ મરચુ

image source

એક ચમચી લાલ મરચુ લેવું તેને સારી રીતે હુંફાળા ગરમ પાણીમાં મિક્સ કરી લેવું. ત્યાર બાદ તેને પી લેવું. આ પ્રયોગ તમે કેટલાક અઠવાડિયાઓ સુધી રોજ એકવાર કરી શકો છો. ત્યાર બાદ એક દિવસ છોડીને એક દિવસે તેનો પ્રયોગ કરી શકો છો.
લાલ મરચામાં એન્ટીહાઇપરટેંસિવ, એન્ટીડાયાબિટિક અને એન્ટીઓબેસિટીવ ગુણ સમાયેલા હોય છે. તમને જણાવી દઈએ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને ઓબેસિટી ત્રણેની સમસ્યાઓ હૃદય રોગના કારણ બની હાર્ટ બ્લોકેજનું જોખમ વધારી શકે છે. વૈજ્ઞાનીક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લાલ મર્ચાનો પ્રયોગ હૃદય રોગના કારણે થતાં મૃત્યુ દરને ઘટાડી શકાય છે.

તુલસી

આ પ્રયોગ માટે તમારે એક મુઠ્ઠી તુલસીના પાન, એક લીંબુ, એક ચમચી મધ અને એક કપ પાણીની જરૂર પડશે. તુલસીને તમારે એક કપ પાણીમાં ઉમેરી દેવી. તે પાણીને ગરમ કરી લેવું ત્યાર બાદ તે થોડુ હુંફાળુ થાય એટલે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરી દેવો. ત્યાર બાદ તેને પી લેવું. તમે રોજ એકવાર તેનું સેવન કરી શકો છો.

તુલસીને આયુર્વેદિક દવા તરીકે માન્યતા મળી છે. તેમાં માનસિક તાણ દૂર કરવાના ગુણો સમાયેલા છે.સાથે સાથે તેના એન્ટીઓક્સીડેન્ટ પ્રભાવને હૃદય સાથે જોડાયેલી બીમારીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે, જે હાર્ટ બ્લોક માટે જવાબદાર સાબિત થઈ શકે છે. તુલસીના પ્રયોગથી હાઇપરટેન્શન તેમજ અચાનક થનારા હૃદય ઘાતની સમસ્યાથી બચી શકાય છે.

આદૂ

image source

આદુ અથવા સૂંઠને પાણીમાં ઉમેરીને તેને ગરમ કરી લેવું. ત્યાર બાદ તે પાણીને ઠંડુ થવા દેવું અને ત્યાર બાદ તેનુ સેવન કરવું. રોજ એકવાર આ પ્રયોગ તમે કરી શકો છો. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને હાઇપોલિપિડેમિક પ્રભાવ સમાયેલા હોય છે, જે હૃદય સંબંધિત રોગને દૂર કરવામાં મદદ કરી શકે છે. સાથે સાથે તે રક્તસંચારમાં પણ મદદરૂપ થાય છે. તે એથિરોસ્ક્લેરોસિસન સમસ્યામાં રાહત પહોંચાડવાનું પણ કામ કરી શકે છે. જેને હાર્ટ બ્લોક માટે કારણરૂપ માનવામાં આવે છે.

તજ

રોજ એક ચમચી તજનો પાઉડર અને તેની સાથે 1-2 ચમચી મધને ભેળવીને તેની પેસ્ટને ચાંટવી જોઈએ. રોજ આ પ્રયોગ કરવાથી તેની અસર ઝડપથી જોવા મળશે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તજમાં એંટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ સમાયેલા હોય છે. સાથે સાથે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ તે ઘટાડે છે, જ્યારે એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે. સાથે સાથે તે હૃદય સુધી લોહીના પ્રવાહને જાળવી રાખવામાં મદદ કરી શકે છે.

હાર્ટ બ્લોકેજ માટે ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ

નીચેની સ્થિતઓમાં વગર મોડું કર્યે તમારે ડોક્ટરની સલાહ લેવી જેઈએ

ચક્કર આવવાનો અનુભવ થવો

image source

વધારે પડતી નબળાઈ અનુભવવી.

બેહોશ થવા જેવું લાગવું.

હૃદયની ગતિ વધારે પડતી ઝડપી થવી

શ્વાસ લેવામાં તકલીફ થવી

પગ, કે પંજામાં સોજા આવવા

હૃદયના ધબકારા ધીમા પડવા

image source

છાતીમાં પીડા થવી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત