આજથી જ અપનાવો આ ઉપાયો, અને હૃદયને લગતી આ અનેક બીમારીઓને કરી દો છૂ

હાર્ટ અટેક આમ તો કોઈને પણ આવી શકે છે પણ મોટાભાગે આ હાર્ટ અટેક પુરુષોમાં વધુ જોવા મળે છે. અચાનક જ હૃદયમાં ખૂબ જ પીડા થવા લાગે છે ઉપરાંત હૃદયના નીચલા ભાગમાં પણ દુખાવો જણાય છે. જેવો આ દુખાવો ઉપડે છે તેવો જ કોઈ પણ વ્યક્તિ છાતી પર હાથ મૂકીને ઉભો થઇ જાય છે. દર્દીને છાતીની ડાબી બાજુ થોડી થોડી વારે તીવ્ર દુખાવો થાય છે, એવુ લાગે છે કે જાણે કોઈ વીંછી ત્યાં વારંવાર ડંખ મારી રહ્યો હોય.

રોગ- હૃદય રોગ.

image source

દવા- બસંત કુસુમાકર રસની 1 ગોળી સવારે અને સાંજે અર્જુનની છલના કવાથ સાથે આપો.

રોગ- હૃદયમાં થતો દુખાવો.

દવા- અર્જુનરિષ્ટ 20 ગ્રામ, સરખું પાણી ભેળવીને એક એક કલાક પછી લેવાથી હૃદયમાં થતો દુખાવો મટી જાય છે.

image source

દવા- અર્જુનની છાલનું ચૂર્ણ 3 ગ્રામ સવારે દૂધ સાથે આપો.

રોગ- હૃદયમાં સોજો, હૃદયનું ફેલાવવું.

દવા- સવર્ણ નવરત્ન 1 રતી સવારે ચા સાથે આપો. હૃદય પર સોજો અને જો હૃદય ફેલાતું હોય તો આ દવા ઘણું સારું કામ કરે છે. વાયુ પર તરત જ કાબુ મેળવીને હૃદયની કાર્ય કરવાની ક્ષમતાને સુધારે છે.

રોગ- હૃદય પ્રદેશમાં સોજો.

દવા- અર્જુન છાલ 25 ગ્રામ, ગોળ 10 ગ્રામ, દૂધ 200 ગ્રામ, ત્રણેય વસ્તુને સારી રીતે ઉકાળીને રાત્રે સૂતી વખતે પીઓ. તેનાથી ચોક્કસ લાભ થશે.

રોગ- હૃદયની બ્લોકેજ ખોલવા તેમજ રક્તચાપ ઓછું કરવાના હેતુસર

image source

દવા- જાસૂદના તાજા ફૂલ 100 ગ્રામ, મીશ્રી 100 ગ્રામ, પહેલા એક બરણીમાં ફુલનું પાંદડું મુકો એ પછી મીશ્રી મૂકી પછી ફરી ફુલનું પાંદડું મુકો આ પ્રકારે પાંદડા પર પાંદડું મુકતા રહો અને દિવસે તડકામાં અને રાત્રે ઘરમાં રાખો. એક મહિના પછી એનું ગુલકંદ બની જશે. રોજ એક એક ચમચી ગુલકંદ ખાઈ એના ઉપર દૂધ પી લો. આનાથી કોઇપણ પ્રકારના હૃદય રોગમાં રાહત મળે છે.

રોગ- હૃદયની વ્યાકુળતા

image source

દવા- મુકતા સુક્તિ ભસ્મ 2 રતી, અર્જુન છાલ ચૂર્ણ 1 ગ્રામ. આ એક વખતનું પ્રમાણ છે એને સવાર સાંજ મધ સાથે ચાટો અને પછી એની ઉપર ગાયનું દૂધ પી લો. આનાથી ઘણો ફાયદો થશે.

રોગ- હૃદયના ધબકારા અચાનક જ વધી જવા

દવા- મોતી પિસ્તી 1 રતી દાડમના રસમાં મધ ભેળવીને આપવાથી હૃદયના વધેલા ધબકારમાં લાભ મળે છે.

રોગ- હૃદય શોથ

IMAGE SOURCE

દવા- હ્ર્દયણવ રસ 1 રતી, અર્જુન છાલ ચૂર્ણ 1 ગ્રામ. આ એક સમયનું પ્રમાણ છે. આને સવાર અને સાંજે તાજા પાણી સાથે આપો, મધ સાથે નહિ.

રોગ- હૃદય જાણે ગભરાઈ રહ્યું હોય, હાથ પગ ઠંડા પડી રહ્યા હોય.

દવા- લસણની 4 5 કળીઓ કાપીને પાણી સાથે ગળી જાઓ, થોડા સમયમાં આરામ મળી જશે.

રોગ- હૃદય કે નાડીની ગતિ ધીમી થવી.

image source

દવા- જવાહર મોહરા 5 ગ્રામ, મોતીપીસ્ટી 5 ગ્રામ, અકીક પિસ્તી 5 ગ્રામ, મર્ગશ્ર્નગ ભસ્મ 10 ગ્રામ, અર્જુન છાલ ચૂર્ણ 15 ગ્રામ બધાને ભેળવી લો અને કેપસુલમાં ભરી લો અને એક એક કેપસુલ સવાર સાંજ દૂધ કે પાણી સાથે આપો.

રોગ-ભયંકર હૃદય રોગ

દવા- હૃદય રત્નાકર 1 ગોળીને અર્જુન છલના કવાથ 25 ગ્રામ, મધ 10 ગ્રામ, બંનેને ભેળવીને સવાર સાંજ લેવાથી ઘણું ફાયદાકારક સાબિત થશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત