ટીંડોળા કરે છે આ અનેક બીમારીઓ દૂર, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

ટીંડોળા
લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે પરંતુ કેટલાક શાકભાજી ભલે એટલા બધા લોકપ્રિય ના હોય પરંતુ તેના ઔષધીય ગુણો જાણીને આપ પણ તેનું સેવન કરવાનું શરુ કરી દેશો.

આવું જ એક શાક છે ટીંડોળા. ટીંડોળા બજારમાં ઘણા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે અને કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં ઈમ્યુનીટી વધારવામાં પણ લાભદાયક છે. ટીંડોળા માથાનો દુખાવો, કાનમાં થતા દુખાવાથી રાહત મેળવવામાં અને વધારે પડતા ડાયાબીટીસ અને ગોનોરિયા જેવી બીમારીઓના ઉપચારમાં પણ લાભદાયક છે.

ટીંડોળા એક અને ફાયદા અનેક.

ટીંડોળા તૃષ્ણા, બળતરા, તાવ, શ્વાસ અને ટીબીના રોગ, રક્તપિત્ત નાશક હોય છે. ટીંડોળાનું શાક તિક્ત, કષાય, શીત, લઘુ, સંગ્રાહી, વાતકારક અને કફપિત્તશામક હોય છે.

image source

-ટીંડોળાના શાકમાં કફ અને પિત્તને નિયંત્રણ કરવાવાળા ગુણ હોય છે. ત્વચાના રોગો અને ડાયાબીટીસ જેવી બીમારીઓમાં ટીંડોળાનું સેવન કરવું લાભદાયક જણાવવામાં આવ્યું છે.

image source

-માથાના દુઃખાવાથી રાહત મેળવવા માટે આપે ટીંડોળાનો ઉપયોગ કરવો જોઈએ. જયારે પણ માથામાં દુખાવો થાય ત્યારે ટીંડોળાની મૂળને પીસીને માથા પર લગાવો. આ માથાના દુઃખાવાને દુર કરવામાં મદદ કરે છે.

image source

-આયુર્વેદમાં જણાવ્યા મુજબ ટીંડોળામાં રહેલ ઔષધીય ગુણ કાનના દુઃખાવાથી રાહત મેળવવામાં મદદગાર સાબિત થાય છે. એક્સપર્ટસનું કહેવું છે કે, કાનમાં દુખાવો થાય ત્યારે ટીંડોળાના છોડના રસમાં સરસોનું તેલ ભેળવીને એક બે ટીપાં કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે.
-જીભ પર છાલા પડી જવા કે પછી મોમાં ચાંદી પડવી જેવી સમસ્યાને દુર કરવા માટે ટીંડોળાનો ઉપયોગ કરવો જોઈએ. જો આપની જીભ પર ચાંદી પડી ગઈ છે તો ટીંડોળાના લીલા ફળને ચૂસવું. ટીંડોળાને આવી રીતે ચૂસવાથી ચાંદી જલ્દી જ સારી થઈ જાય છે.

image source

-ટીંડોળાના પાન અને થડનો ઉકાળો બનાવીને પીવાથી શ્વાસનળીના સોજા દુર થાય છે. ટીંડોળાના ઉકાળાને વધારે સેવન કરવાથી શ્વાસ સંબંધિત બીમારીઓમાં પણ ફાયદા મળે છે.

-આંતરડામાં કીડા પડવા એક સામાન્ય સમસ્યા છે અને વયસ્ક વ્યક્તિઓની તુલનામાં બાળકોમાં વધારે જોવા મળે છે. ટીંડોળાની પેસ્ટને ઘીમાં સાંતળીને પાંચ ગ્રામ જેટલી સેવન કરવાથી આંતરડાના કીડા ખતમ થઈ જાય છે.

image source

-ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જઈ રહી છે અને આયુર્વેદિક વૈધોનું માનીએ તો ઘરેલું ઉપચારોની મદદથી ડાયાબીટીસને નિયંત્રણ કરવામાં મદદ મળે છે.

image source

-ગોનોરિયા એક યૌન સંબંધિત રોગ છે અને ગોનોરિયામાં જનનાંગોની આસપાસના ભાગોમાં સંક્રમણ થઈ જાય છે. જો આપ ગોનોરિયાથી પીડાઈ રહ્યા છોત તો આપના માટે ટીંડોળાનું સેવન લાભકારક સાબિત થઈ શકે છે. એક્સપર્ટસના જણાવ્યા મુજબ ટીંડોળાના પાંદડાના રસનું ૫ મિલી પ્રમાણમાં સેવન કરો. વધુ જાણકારી માટે આપે નજીકના આયુર્વેદિક વૈધની સલાહ લેવી.

image source

-સંધિવાના દર્દીઓને મોટાભાગે ઘૂંટણ કે સાંધામાં દુઃખાવો અને સોજા આવી જવાથી તકલીફમાં રહે છે. સંધિવાના દર્દીઓએ ટીંડોળાનો ઉપયોગ કરવો જોઈએ. ટીંડોળાના મૂળને પીસીને સાંધાઓ પર લગાવો. આમ કરવાથી સાંધાના દુઃખાવા અને સોજામાં ફાયદા મળે છે.

image source

-આયુર્વેદિક એક્સપર્ટસનું કહેવું છે કે ત્વચાના રોગો અને કુષ્ઠ રોગના ઈલાજ માટે આપ ટીંડોળાનો ઉપયોગ કરી શકો છો. ત્વચાના રોગ થાય ત્યારે ટીંડોળાના પાનને તેલની સાથે ગરમ કરો અને હવે તેને ગાળી લઈને ત્વચાના પ્રભાવિત ભાગ પર લગાવો. આયુર્વેદિક એક્સપર્ટસનું માનવું છે કે, ટીંડોળાના પાનને ઘી સાથે પીસીને જખમ પર લગાવવાથી જખમ જલ્દી ભરાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત