હિમોગ્લોબીન વધારવા બીજુ બધુ સાઇડમાં મુકીને આ આર્યુવેદિક રીતે વધારી દો તમારું હિમોગ્લોબીન, અને રહો એનીમિયાથી દૂર

ભારતીય મહિલાઓમાં એનિમિયા એ સૌથી સામાન્ય રોગ છે.જ્યારે એનિમિયા થાય છે ત્યારે લોહીમાં પૂરતા સ્વસ્થ લાલ રક્તકણો અથવા હિમોગ્લોબિન નથી હોતું.જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે અથવા અસામાન્ય થાય છે ત્યારે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી.આને કારણે વ્યક્તિ થાક અને નબળાઇ અનુભવવા લાગે છે.હિમોગ્લોબીન ઓછું હોવાના લક્ષણોમાં ત્વચા પીળી થવી,શ્વાસ લેવામાં તકલીફ, અસામાન્ય ધબકારા,માથાનો દુખાવો,ચક્કર આવવા,ઠંડા હાથ અને પગ થવા અથવા છાતીમાં દુખાવો થવો શામેલ છે.પુખ્ત વયની સ્ત્રીઓમાં સામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ ડીએલ 12 થી 16 ગ્રામ હોય છે અને સામાન્ય પુખ્ત હિમોગ્લોબિનનું સ્તર 14 થી 18 ગ્રામ પ્રતિ ડીએલ હોય છે.

image source

કેટલાક પ્રકારના એનિમિયા આનુવંશિક હોય છે અને કેટલાક લોકોને નાનપણથી એનિમિયા હોય છે.ગર્ભાવસ્થાની ઉંમરે સ્ત્રીઓમાં માસિક સ્રાવને લીધે લોહીની અછત અને શરીર દ્વારા વધુ લોહીની આવશ્યકતાને લીધે એનિમિયાની સરળતાથી શિકાર બને છે.અયોગ્ય આહાર અને અન્ય સમસ્યાઓના કારણે પણ એનિમિયા થઈ શકે છે.આયરનની ઉણપ એ એનિમિયા થવાનું સૌથી સામાન્ય કારણ છે.ડોક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક પ્રકારના એનિમિયાની સારવાર ઘરેલું ઉપચારથી કરી શકાય છે,પરંતુ આ માટે હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય ન થાય ત્યાં સુધી આ ઉપાયોને અનુસરવા ના જોઈએ.

બીટ

image soucre

તમામ પ્રકારના એનિમિયા દૂર કરવા માટે બીટનું સેવન ખૂબ ફાયદાકારક છે.આ માટે તમે બીટનું જ્યુસ પણ બનાવી શકો છો.બીટનું જ્યુસ બનાવવા માટે તમે બીટમાં ગાજર અને શક્કરિયા પણ ઉમેરી શકો છો અને આ જ્યુસ દિવસમાં એકવાર જરૂરથી પીવું.તમે બીટ અને સફરજનના જ્યુસમાં મધ ઉમેરીને પણ પી શકો છો. સારા પરિણામ મેળવવા માટે દિવસમાં બે વાર આ જ્યુસ પીવો.

કાળા તલ

image soucre

એક કપના ચોથા ભાગના કાળા તલમાં લગભગ 30 ટકા આયરન હોય છે,જે એનિમિયાના ઉપચારમાં મદદ કરે છે.એક ચમચી કાળા તલને પાણીમાં બે કલાક પલાળી રાખો.ત્યારબાદ પલાળેલા તલ લો અને તેને પીસીને તેની પેસ્ટ બનાવો.એક ગ્લાસ દૂધમાં એક ચમચી તલની પેસ્ટ અને મધ મિક્સ કરો.આ દૂધ દરરોજ પીવાથી તમારું હીમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધી જશે.

દાડમ

image source

એક કપ દાડમનો રસ લો.તેમાં એક ચમચીના ચોથા ભાગ જેટલો તજ પાવડર અને બે ચમચી મધ મિક્સ કરો. દરરોજ નાસ્તામાં આ મિશ્રણ લો.ત્યારબાદ બીજો વિકલ્પ એ છે કે એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી સૂકા દાડમના દાણા પાવડર મિક્સ દિવસમાં એક કે બે વાર પીવો.

પાલક

image source

એનિમિયાની સમસ્યા દૂર કરવા માટે પાલક એ ઘરેલું ઉપાય છે.પાલકમાં આયરન તેમજ વિટામિન બી 12, ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે.અડધો કપ પાલકમાં લગભગ 35 ટકા આયરન અને 33 ટકા ફોલિક એસિડ હોય છે અથવા તમે પાલકનું સૂપ તૈયાર પણ પી શકો છે.આ સિવાય જો તમે પાલકનું જ્યુસ ઘરે બનાવવા ઈચ્છો છો,તો એક ગ્લાસ પાલકનું જ્યુસ બનાવો અને તેમાં બે ચમચી મધ નાખી તેનું સેવન કરો.આ ઉપાયથી તમારા એનિમિયા સમસ્યા દૂર થશે.

એનિમિયા દર્દીઓએ તેમના જીવનમાં અહીં જણાવેલ પરિવર્તનો લાવવા જોઈએ:

image source

-સૌથી પેહલા તમારી પાચન સિસ્ટમની સંભાળ લો.એ માટે મસાલેદાર ખોરાક લેવાનું ટાળો.ઉપરાંત,માંસાહારી ખોરાક ખાવાનું ટાળો.

-તમે સૂપ્નું સેવન વધુ કરો.આ માટે તમે કોઈ દાળનું સૂપ અથવા શાકભાજીના સૂપ સાથે હળવો ખોરાક લઈ શકો છો.

-એનિમિયાના દર્દીઓનું ભોજન લોખંડના વાસણમાં બનાવો.તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવવામાં મદદ કરે છે.

-ભોજન સાથે ચા,કોફીનું સેવન ન કરો.

-નિયમિત વ્યાયામ કરો.

image source

-દરરોજ બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો.ઠંડુ પાણી તમારા રક્ત પરિભ્રમણને સુધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત