યુરિનને રોકવાથી જઇ શકે છે તમારો જીવ, જાણો યુરિન રોકવાથી થતી આ 4 ગંભીર સમસ્યાઓ વિશે…

ઘણી વખત લોકો કામ અથવા કોઈ અન્ય કારણોસર લાંબા સમય સુધી યુરિન રોકી રાખે છે,પરંતુ તેઓ એમ પણ સમજી શકતા નથી કે આવું કરવાથી તેઓ તેમના શરીરને કેટલું નુકસાન પોહચાડી રહ્યા છે.જે વ્યક્તિ યુરિન રોકી રાખે છે,તો તેમના શરીરના ભાગોને નુકસાન થઈ શકે છે જે ગંભીર સ્વરૂપો લેવાનું જોખમ સાબિત થઈ શકે છે. ક્યારેક તમે પણ ઓફિસના કામમાં અથવા ઘરના કામમાં વ્યસ્ત રહેવાના કારણે યુરિન રોક્યું હશે,પણ શું તમે જાણો છો કે તમને લગતી આ નાની વાત ગંભીર રોગનું કારણ પણ બની શકે છે.

image source

– યુરિન રોકી રાખવાથી ઘણા આરોગ્યપ્રદ નુકસાન થાય છે જેમ કે વારંવાર યુરિન રોકી રાખવાથી મૂત્રાશયનું કદ વધી શકે છે અને તેના સ્નાયુને ખેંચાય છે.તે યુરીનને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે.

– ઘણી પરિસ્થિતિઓમાં યુરિન મુક્ત કરવામાં પણ મૂત્રાશયને તકલીફ પડે છે.આ સમસ્યા પણ ઘણા ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને તેમાં સર્જરીની પણ જરૂર પડી શકે છે.યુરિન રોકી રાખવાના કારણે યુરિનમાં ચેપ લાગવાનો ભય પણ રહે છે.

image source

-જયારે તમે યુરિન રોકી રાખો ત્યારે બેક્ટેરિયાને વધવાનો મોકો મળે છે,જે મૂત્રાશયની અંદર પણ પહોંચી શકે છે.જ્યારે તે બેક્ટેરિયા મોટા થાય છે ત્યારે આ ચેપ ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

image soucre

– યુરિન રોકી રાખવાથી કિડની પર દબાણ વધે છે અને કિડનીમાં પથરીની સમસ્યા પણ થઈ શકે છે જે કિડનીના ગંભીર રોગોનું મૂળ બની શકે છે.

-પેશાબ દ્વારા શરીરમાં થતી તમામ પ્રકારની અશુદ્ધિઓ દૂર થાય છે.જો તે થોડા સમય માટે પણ શરીરમાં રહે, તો ચેપનું જોખમ ખુબ વધી જાય છે.

image source

-કેટલાક લોકો થોડી મિનિટો માટે યુરીન રોકી રાખે છે અને કેટલાક લાંબા કલાકો સુધી પણ રોકે છે.આ સિવાય તે યુરિનની માત્રા,હાઇડ્રેશનની સ્થિતિ,પ્રવાહી અને મૂત્રાશયની ક્ષમતા પર પણ આધારિત છે.

-એક થી બે કલાક સુધી યુરિન રોકી રાખવાથી ઘણી સમસ્યાઓ થાય છે.આ સમસ્યા ખાસ કરીને મહિલાઓમાં વધુ જોવા છે.જયારે તમે યુરિન રોકી રાખો છો ત્યારે કિડની ફેલ થવાની શક્યતા પણ વધે છે.

image source

-ખૂબ લાંબા સમય સુધી યુરિન રોકી રાખવાથી યુરિનની નળીમાં પણ ચેપ લાગે છે,જે આગળ જતા ખુબ જોખમી સાબિત થઈ શકે છે.યુરિનની નળીઓમાં ચેપ લાગવાથી આગળ જતા યુરીનમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ થાય છે.

image source

-વધારે સમય સુધી યુરિન રોકી રાખવાથી મૂત્રાશયમાં સોજો થવાનું જોખમ પણ વધે છે.જેના કારણે દરેક સમયે યુરિનમાં પીડા રહે છે અને યુરિન કરતા સમયે વ્યક્તિને તીવ્ર પીડા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત