ડુંગળીના રસમાંથી આ રીતે બનાવો પેક, અને ખરતા વાળને થોડા જ દિવસમાં કરી દો બંધ

ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં થાય છે.કોઈપણ વાનગીને વધુ ટેસ્ટી બનાવવા માટે સૌથી પેહલા ડુંગળી ઉપયોગમાં લેવાય છે.શું તમે જાણો છો કે ડુંગળી તમારા ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે જ છે,પણ સાથે ત તમારા વાળની દરેક સમસ્યા પણ દૂર કરે છે.બદલતી ઋતુમાં વાળની સમસ્યા દરેક લોકોને થાય છે અને સાથે ગરમીની ઋતુમાં તો વાળની સમસ્યાઓ બમણી વધી જાય છે.જેમ કે વાળ ખરવા,પરસેવો થવાથી વાળ ચોંટી જવા અથવા તો વાળમાંથી ખુબ જ વાસ આવવી.

image source

આ સિવાય પણ દરેક ઋતુમાં વાળની સમસ્યા તો રહે છે.પણ તમારા વાળની દરેક સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું.જેની મદદથી તમારા વાળની દરેક સમસ્યાઓ દૂર થશે અને આ માટે તમારે બહાર કોઈ ચીજો લેવા જવાની પણ જરૂર નથી.માત્ર તમારા ઘરમાં રહેલી ડુંગળી જ તમારા વાળની દરેક સમસ્યા દૂર કરશે.તમને જાણીને આશ્ચર્ય થશે પણ હા આ સાચું છે વાળ માટે ડુંગળી ખૂબ ફાયદાકારક છે,કારણ કે ડુંગળીમાં સલ્ફર હોય છે,જે વાળને ફરીથી વધારવામાં અને વાળ ખરતા અટકાવવામાં મદદગાર છે.ડુંગળીનો રસ વાળ પર લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે.

image source

ડુંગળીમાં એક પ્રકારનું કેમિકલ હોય છે જે વાળને જાડા બનાવે છે.ડુંગળી ડેંડ્રફની સમસ્યા પણ દૂર કરે છે,કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.તેથી તે ગુણોને કારણે ડુંગળી આપણા વાળ માટે ખુબ જ ફાયદાકારક છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ડુંગળીનું હેર માસ્ક કેવી રીતે બનાવવું.

ડુંગળી અને મધ

image source

-સૌથી પેહલા ડુંગળીનો રસ અને મધ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો.અઠવાડિયામાં બે-ત્રણ વાર આ ઉપાય અજમાવો.ડુંગળી-લસણની પેસ્ટ પણ ખૂબ અસરકારક છે.મહિનામાં એકવાર આ હેર માસ્ક લગાવો.તેને લગાવવાથી વાળની ​​લંબાઈ વધશે અને વાળ ખરતા અટકે છે.

-જે લોકોના વાળ ખૂબ ઓછા વધતા હોય છે,તેઓએ આ માસ્ક અજમાવવો જ જોઇએ.વાળ ધોવાના અડધા કલાક પહેલાં ડુંગળી અને લસણની પેસ્ટને વાળમાં લગાવો અને અડધી કલાક પછી વાળ ધોઈ લો.આ કરવાથી વાળમાં આવી ગ્લો આવશે,જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ડુંગળીનો રસ અને નાળિયેર તેલ

image source

-ડુંગળીને પીસીને તેનો રસ કાઢો.ત્યારબાદ થોડા સમય માટે ડુંગળીના રસથી માથાની મસાજ કરો.અડધા કલાક પછી વાળ ધોઈ લો.કેટલાક દિવસો તમે જાતે જ તફાવતનો અનુભવ કરશો.તમે નાળિયેર તેલમાં પણ ડુંગળીનું તેલ મિક્સ કરી તેનો ઉપયોગ કરી શકો છો.

ડુંગળી,ઓલિવ ટેવ અને નાળિયેર તેલનું હેર માસ્ક

image source

-ડુંગળીના રસમાં ઓલિવ તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળ પર લગાવો.આ મિક્ષણને વાળના મૂળમાં ન લગાવવું.આ મિક્ષણ વાળ પર લગાવીને ઓછામાં ઓછા બે કલાક માટે તેને રહેવા દો.તમે આ પેક દરરોજ લગાવી શકો છો.એ જ રીતે બિયર અને નાળિયેર તેલ સાથે ડુંગળીનો પલ્પ લગાવવાથી પણ વાળ જાડા અને ચમકદાર બને છે.

ડુંગળી અને લીંબુનો રસ

image source

ડુંગળીનો રસ અને લીંબુના રસનું મિક્ષણ પણ વાળ માટે ખુબ ફાયદાકારક છે.આ માટે તમે ડુંગળીનો રસ કાઢો અને તેમાં અડધું લીંબુ ઉમેરો.ત્યારબાદ આ મિક્ષણ વાળ પર લગાવો અને અડધી કલાક પછી તમારા વાળ શેમ્પુથી ધોઈ લો.આ ઉપાય તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.આ ઉપાય અજમાવ્યા પછી તમે તમારી રીતે જ તફાવત જોશો.

ડુંગળીના રસથી બનેલા હેર માસ્કની મદદથી તમે સરળતાથી વાળને લાંબા,જાડા અને ચમકદાર બનાવી શકો છો. આ ઉપરાંત તેને લગાવવાથી વાળની ​​લંબાઈ વધશે અને વાળ ખરતા ઓછા થઈ જશે.પરંતુ આ ઉપાયોનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે એક સમયે ફક્ત એક જ ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ.</p.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત