Work Form Home કરનારા લોકો માટે ખાસ છે આ માહિતી, વાંચી લો તમે પણ

લોકડાઉનને કારણે મોટાભાગના લોકો તેમની નોકરીને લઈને ચિંતામાં છે, કેટલાક લોકો અને ખાસ કરીને યુવાનો ઘર બેસીની કામ કરવાથી પીડાય રહ્યા છે. આજકાલ સલાહકારો (Counselor) પાસે નકારાત્મક વિચારો, ચિંતા અને તાણના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અહીં જાણો કેવી રીતે ઘર બેસીને કામ કરવું અને લોકડાઉન બંને કામથી યુવાનોને માનસિક બીમારીઓ સતાવે છે.

..
image source

હમણાં સુધી, ઓફિસમાં વધુમાં વધુ 9 કલાકથી સુધી કામ કરતા લોકોને ઘરે 12 કલાક કામ કરવું પડે છે. આનું એક કારણ એ છે કે સલાહકારો પણ કહે છે કે લોકો તેમના ઓફિસના સમયમાં જે કામ કરતા હતા, ઘરેથી કામ કરતી વખતે કામ કરવા માટે તેમના પર વધુ દબાણ છે. ખાસ કરીને તે યુવાઓ પર કે જેઓ પરિવારથી દૂર રહીને કામ કરી રહ્યા છે. ઘરે બેસીને સતત કામ કરવાથી યુવાઓના માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે, આ વિશે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

બધી બાજુએ બસ કામ જ કામ

image source

લોકડાઉનમાં મેડ્સ અને કામવાળી બાયની સુવિધાના અભાવને કારણે તેમજ બજારો અને ફૂડ સ્ટોલ બંધ રહેતાં એકલા રહેતા યુવાનોને પોતાનો આહાર જાતે જ બનાવવો પડે છે. બીજી તરફ, ઓફિસ તરફથી સતત સારા અને વધુ પ્રદર્શનની અપેક્ષા તેમને તણાવનો અનુભવ કરાવે છે.

તેમજ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા કહે છે કે ઘરેથી લાંબા ગાળાના કામથી કર્મચારીઓની સામાજિક ક્રિયાપ્રતિક્રિયાની કુશળતા અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. તેઓ કહે છે કે જ્યારે આપણે કોઈ મીટીંગ અથવા ઓફિસના કાર્યક્રમમાં શારીરિક રીતે સામેલ થઈએ છીએ, ત્યારે તે આપણું માનસિક, સામાજિક સ્વાસ્થ્ય સુધારે છે. સાથે સાથે તે સ્ટ્રેસ રિલિંગનું પણ કામ કરે છે. પરંતુ આ બધું વિડીયો કોન્ફરન્સિંગની થોડી મિનિટોમાં શક્ય નથી.

દિવસ અને રાત વચ્ચે કોઈ ફરક રહેતો નથી

image source

સામાન્ય રીતે, મેટ્રો શહેરોમાં ફ્લેટ્સ અને મકાનો સંપૂર્ણ રીતે બંધ જ હોય છે. પછી, ઘરેથી કામ કરવા દરમિયાન, યુવાઓ પોતાને રૂમમાં બંધ કરી દે છે અને તે આખા સમય દરમ્યાન લેપટોપ, કમ્પ્યુટર અને મોબાઇલથી ઘેરાયેલા રહે છે. આવી સ્થિતિમાં, તેઓને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પણ મળતો નથી. જેના કારણે તેની જૈવિક ઘડિયાળ અનબેલેન્સ થઈ જાય છે.

શારીરિક અને માનસિક તણાવ

image source

શરીરમાં મેલાટોનિનના યોગ્ય અભાવને કારણે, ઘરેથી કામ કરતા લોકો યોગ્ય રીતે સૂઈ શકતા નથી. કારણ કે તેઓ દરરોજ 10 થી 12 કલાક ઘરની એક જગ્યાએ બેસતા હોય છે. આનાથી શારીરિક અને માનસિક બંને તણાવ વધે છે.

અસુરક્ષાની વધતી ભાવના

આ વાતમાં કોઈ શંકા નથી કે લોકડાઉનને લીધે, લોકોમાં અસલામતીની લાગણી ખૂબ વધી ગઈ છે. આ કારણોસર, નોકરી અને કૌટુંબિક જવાબદારીઓ વિશેની ચિંતા હંમેશાં ધ્યાનમાં રહે છે. જે લોકોના વિચારોને નકારાત્મક બનાવી રહ્યું છે.

એકલતા અને ઉદાસીનો વધતો ગ્રાફ

image source

ઉદ્દગમ મેન્ટલ હેલ્થ કેરના સિનિયર કાઉન્સેલર ઈરા ગુપ્તા કહે છે કે જે લોકો દરરોજ 8 કલાકથી વધુ સમય સુધી લાંબા શિફ્ટમાં સતત કામ કરે છે, થોડા સમય પછી તેઓમાં એકલતાની અનુભૂતિ વધવા લાગે છે. આનું સૌથી મોટું કારણ સંબંધોને સમય આપવામાં અસમર્થતા, બહાર ફરવા જવાનો અભાવ, મિત્રોથી અંતર અને સંપર્કનો અભાવ છે.

નકારાત્મક વિચારો વધી રહ્યા છે

યુવાઓના વર્તનમાં ઝડપથી વધતી નકારાત્મકતાનું મુખ્ય કારણ તે છે કે તેઓ ખૂબ થાકેલા રહે છે અને તેમની પાસે શારીરિક રીતે સક્રિય થવાનો સમય હોતો નથી. આવી સ્થિતિમાં, તેઓ ધીમે ધીમે પોતે પોતાની અંદર જ સંકોચવાનું શરૂ કરે છે.

image source

– આ સ્થિતિમાં, જ્યારે તેઓ તેમના વિચારો અને સમસ્યાઓ કોઈ સાથે શેર કરી શકતા નથી, ત્યારે તેઓની અંદર ઇરિટેશન વધવા લાગે છે અને તેમનો સ્વભાવ ચીડિયા થઈ જાય છે.

કાઉન્સેલર ઇરા ગુપ્તા કહે છે કે પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે સવારે અને સાંજે થોડો સમય પરિવાર અને મિત્રો માટે રાખવો.

આ તમને માત્ર સ્વસ્થ અને નિરોગી રહેવામાં જ મદદ કરશે નહીં, પરંતુ તમારી કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. તમે પહેલા કરતા વધુ સારા અને વધુ કામ કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત