પીરિયડ્સ દરમિયાન સેનેટરી પેડની જગ્યાએ યુઝ કરો આ 5 મેન્સ્ટ્રુઅલ હાઈજીન પ્રોડક્ટ્સ, બહાર જશો તો પણ નહિં રહે કોઇ ચિંતા

પીરીયડ્સ છોકરીઓના જીવનનો એક મહત્વનો ભાગ છે, જે એક રીતે મોટા થવાની નિશાની છે. પરંતુ તેમછતાં પણ આ વિષય પર લોકો વાત કરવામાં શરમનો અનુભવ કરે છે. જેના કારણે મોટાભાગની મહિલાઓ સંઘર્ષ કરે છે. ભલે આજે આપણે બધા ગમે તેટલા પણ આધુનિક કેમ ના થઈ જઈએ, પરંતુ મોટાભાગની મહિલાઓ પોતાના પરિવાર કે સમાજના કોઇપણ પુરુષ સભ્ય સાથે પીરીયડ્સ સંબંધિત વાત કરવામાં સહજતાનો અનુભવ નથી કરતી.

image source

આ જ કારણ છે કે એક મહિલા હંમેશા બધાથી છુપાવી છુપાવીને કાગળમાં વીટીને સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. આજે પણ સેનેટરી પેડ મોટાભાગની મહિલાઓ માટે શરમનું કારણ બની જાય છે કેમ કે, આ એક ડ્રગ્સની જેમ બધાથી છુપાતા છુપાતા લેવામાં, વેચવામાં અને ઉપયોગ કરવામાં આવે છે.

image source

પીરીયડ્સ પ્રત્યે આટલી શરમ અને ચુપકીદી જ એક કારણ છે કે ખુબ જ ઓછી મહિલાઓને સેનેટરી પેડ્સ સિવાય, અન્ય કોઈ મેન્સ્ટ્રુઅલ હાઈજિન પ્રોડક્ટ વિષે જાણતા હોય છે. જો કે, સેનેટરી નેપકીન પીરીયડ્સને ખુબ સરળ બનાવે છે પરંતુ તેમછતાં પણ કેટલીક વાર વધારે બ્લડ ફ્લોના કારણથી ડાઘ- ધબ્બા પડી જવાનો ડર વધારે રહે છે. આવામાં કેટલાક એવા ઉત્પાદનો પણ છે, જેને આપ આ અસુવિધાજનક સેનેટરી પેડ સિવાય ઉપયોગ કરી શકો છો. અહિયાં અમે આપને આવી જ કેટલીક મેન્સ્ટ્રુઅલ હાઈજિન પ્રોડક્ટ વિષે જે આપના પીરીયડ્સના દિવસોને વધારે સરળ બનાવી શકે છે.

-ટેમ્પોન (Tampons):

image source

ટેમ્પોન એક મેન્સ્ટ્રુઅલ હાઈજિન પ્રોડક્ટ છે, આ મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ સેનેટરી પેડ પછી સૌથી સામાન્ય અને સરળતાથી ઉપલબ્ધ થનાર વિકલ્પો માંથી એક છે. ટેમ્પોનને યોનિમાં નાખવામાં આવે છે અને ૪ થી ૬ કલાક સુધી રહી શકે છે. ટેમ્પોન લોહીને અવશોષિત કરે છે અને આપને આરામદાયક સ્થિતિમાં રાખવામાં મદદ કરે છે. પરંતુ ટેમ્પોનના ઉપયોગ કરતા સમયે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે, ટેમ્પોનમાં રહેલ ધાગાવાળી સાઇડને બહારની તરફ રાખો, ધાગાને બહાર જ રાખવો. ત્યાર બાદ આપ ટેમ્પોનને હટાવતા સમયે ધાગાને ધીરે ધીરે હંમેશા બહાર ખેચી શકો છો. ટેમ્પોનમાં ફ્લો થવાનો જોખમ ઓછું રહે છે અને આપે ટેમ્પોન પહેરતા સમયે હંમેશા સહજ રહી શકો છો.

-મેન્સ્ટ્રુઅલ કપ (Menstrual Cup):

image source

મેન્સ્ટ્રુઅલ કપ એક નાનો સીલીકોન કપ હોય છે, જેને યોનિમાં વાળીને અને યોનિમાં નાખવામાં આવે છે. આ મેન્સ્ટ્રુઅલ કપ ૧૨ કલાક સુધી બ્લડ ફ્લો એકઠો કરી શકે છે. આપ તેને બહાર કાઢી શકો છો અને લોહીને વહાવી દઈને ધોઈ શકો છો અમ કરવાથી આપ તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો, પરંતુ મેન્સ્ટ્રુઅલ કપનો ફરીથી ઉપયોગ કરતા પહેલા તેને ગરમ પાણીમાં ઉકાળીને સ્ટેરીલાઈઝ કરી લેવા.

-પીરીયડ્સ અન્ડરવેર (Periods Underwear) :

image source

પીરીયડ્સ અન્ડરવેર ખુબ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. આ પેંટી આપના પીરીયડ્સ દરમિયાન લોહીને શોષી લે છે અને આપને તેની સાથે પેડ કે અન્ય કઈપણ નથી પહેરવું પડતું. આ પીરીયડ્સ અન્ડરવેર આપને એક આરામદાયક સ્થિતિમાં રહેવા માટે મદદ કરી શકે છે, પરંતુ આ થોડી મોઘી હોય છે.

-મેન્સ્ટ્રુઅલ સી સ્પંજ (Menstrual Sea Sponge):

મેન્સ્ટ્રુઅલ સી સ્પંજ, ટેમ્પોનની જેમ જ કામ કરે છે અને એને પણ યોનિમાં નાખવામાં આવે છે. આ પીરીયડ્સ દરમિયાન બધું જ લોહી શોષી લે છે અને સામાન્ય રીતે ૬ થી ૮ કલાક સુધી કામ કરે છે. મેન્સ્ટ્રુઅલ સી સ્પંજ આપને કેટલાક રંગોની સાથે જ અલગ અલગ આકારોમાં મળી આવે છે.

-મેન્સ્ટ્રુઅલ ડિસ્ક (Menstrual Discs):

image source

મેન્સ્ટ્રુઅલ ડિસ્ક, મેન્સ્ટ્રુઅલ કપની જેમ જ કામ કરે છે. એને પણ અન્યની જેમ જ યોનિમાં રાખવામાં આવે છે પરંતુ બસ થોડુક ઉપરની તરફ. મેન્સ્ટ્રુઅલ ડિસ્ક ૧૨ કલાક સુધી કામ કરે છે અને મેન્સ્ટ્રુઅલ ડિસ્કનો ઉપયોગ એક જ વાર કરવામાં આવે છે ત્યાર પછી તેને ફેકી દેવું પડશે. કેમ કે, ત્યાર પછી તેનો ફરીથી ઉપયોગ નથી કરી શકાતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત