98 ટકા લોકો નથી જાણતા ચહેરા પર બરફ ઘસવાથી થતા આ ફાયદાઓ વિશે..

મોટાભાગના લોકો ઠંડા પાણી માટે બરફનો ઉપયોગ કરે છે,પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તમે તમારી ત્વચા માટે બરફનો ઉપયોગ કરી તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બરફના ઉપયોગથી કઈ-કઈ સમસ્યાઓ દૂર થાય છે.

બરફનો ઉપયોગ કરતી વખતે હંમેશાં ધ્યાનમાં રાખો કે તમારી ત્વચા પર સીધો બરફ ન લગાવવો જોઈએ.જો આવું કરવામાં આવે તો ઠંડીના કારણે ત્વચા પર લાલ ફોલ્લાંઓ થઈ શકે છે.તેથી તમારે નરમ કપડામાં બરફ લપેટી પછી તમારા ચહેરા પર બરફ લગાવો જોઈએ.

સુંદર ત્વચા માટે

image soucre

ચહેરા પર બરફ લગાવવાથી લોહીનું પરિભ્રમણ વધે છે,જેનાથી ચેહરાનો ગ્લો વધે છે.સાથે બરફ કરચલીઓ અને વૃદ્ધત્વના નિશાનો ઘટાડવામાં પણ મદદરૂપ છે.જો તમને બરફના વધારે સારા પરિણામો જોઈએ છે,તો પછી તમે ફળોના જ્યૂસને આઇસ ક્યુબ ટ્રેમાં નાખો અને પછી તેને ચહેરા પર લગાવો.

ખીલ દૂર કરવા માટે

image source

જયારે તમે ચેહરા પર લાલ નિશાન દેખાય,ત્યારે તમે બરફની મસાજ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.જો તમને વધુ સારા પરિણામો જોઈએ છે,તો પછી તમે લીમડા અથવા ફુદીનાના પાનને ઉકાળો,ત્યારબાદ જયારે આ ઉકાળો ઠંડો થાય ત્યારે તે પાણીને બરફની ટ્રેમાં નાખી બરફ બનવા દો,ત્યારબાદ તે બરફથી ખીલ પર માલિશ કરવાથી ખીલની સમસ્યા દૂર થશે.

કાળા કુંડાળા દૂર કરવા માટે

image source

તમે આંખો નીચેના કાળા કુંડાળાને દૂર કરવા માટે બરફનો ઉપયોગ પણ કરી શકો છો.આ ફાયદાકારક તેમજ સલામત છે.જો તમને વધુ સારા પરિણામ જોઈએ છે,તો તમારે કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને,તેને બરફની ટ્રેમાં રાખીને બરફ બનાવો.ત્યારબાદ તે બરફથી તમારા કાળા કુંડાળા પર તેની મસાજ કરો.આ ઉપાય અજમાવવાથી તમારા કાળા કુંડાળા થોડા સમયમાં જ દૂર થશે.

બરફ સોજા ઘટાડે છે

image source

જો તમને ગળા અથવા માંસપેશીઓમાં સોજાની સમસ્યા હોય,તો પીડા અને સોજોથી રાહત માટે અસરગ્રસ્ત વિસ્તાર પર બરફની મસાજ કરવી જોઈએ.આ ઉપાય રુધિરવાહિનીઓને સંકુચિત કરે છે,જે શરીરના સોજા ઘટાડે છે.ડોક્ટરોના જણાવ્યા અનુસાર જો કોઈ ઈજા થાય છે,તો 72 કલાકમાં સોજો ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો બરફ છે.ઠંડા તાપમાનની ચેતા પર સુન્ન અસર પડે છે જે બદલામાં બળતરા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ માટે એક નરમ કપડામાં બરફના ચાર થી પાંચ ટુકડાઓ લપેટીને અસરગ્રસ્ત સ્થળે ઓછામાં ઓછા 20 મિનિટ સુધી મસાજ કરો અને દર કલાકે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.બરફને સીધું ત્વચા પર ન લગાવો,કારણ કે બરફ ઠંડો હોવાથી ચામડી વધુ સોજી જાય છે.

પીડા દૂર કરે છે

image source

જો ઇન્જેક્શનને કારણે સ્નાયુઓમાં ફોડલો અથવા દુખાવો થાય છે,તો અસરગ્રસ્ત વિસ્તારમાં બરફ લગાવવાથી પીડા અને ફોડલો ઓછો થાય છે.બરફ અસરગ્રસ્ત વિસ્તારમાં બળતરા ઘટાડવા,રક્ત પરિભ્રમણને સુધારવા અને પીડા સામે લડવામાં મદદ કરે છે.બાળકને રસીકરણથી થતી પીડા દૂર કરવા માટે બરફનો એક ટુકડો લો અને તેને તમારી હથેળી પર થોડું ઘસો અને ત્યારબાદ તેને બાળકોના રસીકરણવાળા વિસ્તાર પર ધીરેથી રાખો.સ્નાયુઓની પીડા દૂર કરવા માટે અસરગ્રસ્ત વિસ્તાર પર બરફ ઘસવો.સારા પરિણામ માટે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત બે થી ત્રણ દિવસ સુધી કરો.

બરફ દાંતમાં થતો દુખાવો ઘટાડે છે

image source

બરફ દાંતના દુખાવામાં રાહત આપે છે.આ માટે અસરગ્રસ્ત વિસ્તારમાં બરફ લગાવો.બરફ તમારા દાંત અને પેઢાની દરેક સમસ્યા દૂર કરે છે.આ માટે એક કપડામાં બરફ લપેટીને તેને તમારા ગાલ પર થોડીવાર માટે રાખો.તમે સીધા દાંત પર પણ બરફ લગાવી શકો છો,પણ આવું કરવાથી તમારો દુખાવો વધી શકે છે.તેથી ગાલ પર જ ઘસવું વધુ સારું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત