શું તમને પણ છે શરીરમાં આવી કોઇ તકલીફ? જો ‘હા’ તો જલદી જ કરાવો સારવાર, નહિં તો…

આપણને ઘણે વાર ઠંડીના કારણે તો વારંવાર પલળવાને લીધે અથવાતો વાતાવરણમાં બદલાવ આવના લીધે શરદી, કફ અને એવી જ રીતે સણસી કે શ્વાસ જેવી સમસ્યા થવા લાગે છે. તેનાથી આપણને ઘણી વાર તાવ પણ આવી જાય છે. જ્યારે આપણી છાતીમા કફ ભરાય ત્યારે સણસણ અવાજ આવે છે, કદાચ તેનાથી તેનું નામ સણસી પડ્યું હશે. આધુનિક સારવારમાં તેને બ્રોંકો ન્યુમોનિયા, બ્રોંકાઈટિસ અથવા એલર્જીક અસ્થમા જેવી બીમારી પણ કહી શકાય છે.

image source

નાના બાળકને અથવા પુખ્ત વયના વડીલોને શરદી કે કફ થાય ત્યારે તેનાથી તેમણે છૂટકારો મેળવવા માટે સારવાર કરવામાં આવે છે એટલે શરદી કે કફ થાય ત્યારે દાબી દેનારા કે કફ ફેફસામાં જ સુકાય જાય તેવા ઘણા ઉપચાર કરવામાં આવે છે. તેનાથી સણસી કે શ્વાસની સમસ્યાઓ થઈ શકે છે.

ઉપાયો :

શ્વાસ થયા ત્યારે કસ ચિંતામણી રસ એક-એક ગોળી સવાર અને સાંજ મધ સાથે લેવાથી લાભ થાય છે. અભ્રક ભસ્મ, શુંગભસ્મ, સિતોપલાડી ચિર્ણ, શ્વાસ કુઠાર રસ, તાલીસાડી ચૂર્ણ આ બધુ ભેળવીને એક ગ્રામ જેટલું સવારે અને સાંજે મધ સાથે લેવાથી લાભ થાય છે.

image source

છાતી અથવા પીઠ પર પંચગુણ તેલથી મસાજ કરીને શેક કરવો જોઈ. આ તેલને હુંફાળું ગરમ કરીને તેમાં સિંધાળું ભેળવીને માસાજ અને શેક કરવાથી કફ છૂટો પડી જાય છે. ઉધરસ આવતી હોય તો કફ છૂટો પાડીને બહાર નીકળી જાય છે તેનાથી ફેફસા સાફ થઈ જાય છે.

image source

આ સમસ્યા થાય ત્યારે એક મહિના માટે એને સોમાસ્વીન બે ચમચી પાણીમા ભેળવીને આપવી જોઈએ. તમને વારંવાર ભૂખ લાગે અને લીધેલો ખોરાક યોગ્ય રીતે પચતો ના હોય તેના માટે ચિત્રકાદી વતી અથવા તો પાચક વતી બે ટીકડી જમ્યા પછી લેવી જોઈએ.

image source

સણસી અને શ્વાસની તીવ્ર અવસ્થામાં ઘણીવાર કફનાશક અને શ્વાસહાર દ્રવ્યને ભેળવીને મધ સાથે છાંટી જવું. તેમાં શ્વાસ કુઠાર રસ, તાલીસાદી, શૃંગયાદી ચૂર્ણ, અભ્રક ભસ્મ, શ્વાસહર ચૂર્ણ જેવી ઘણી ઔષધીઓને ભેળવીને તેને સવારે અને સાંજે મધ સાથે છાંટી જવું જોઈએ.

આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :

image source

ઠંડા, ચીકણા ભારે અને વાયુ યુક્ત પદાર્થ તમારે બંધ કરી દેવા જોઈએ. દહી, કેળાં, આઇસ્ક્રીમ, શિખંડ, ચીઝ, બટર, ફળોનો રસ, દૂધ શેક વગેરે ન લેય જોઈએ. આવ લોકોને તાવ આવી જતો હોય છે. તેથી તમારે તાવ ઉતારવા માટે ઉતાવળ ન કરવી તે ફેફસામાં રહેલ કફ પકાવવા માટે આંતરિક ગરમીનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ત્રિભુવન કિર્તિ રસની એક ગોળી સવાર અને સાંજ મધ સાથે લેવી જોઈએ.

image source

કફ સુકાય જાય તે પછી તેને પકાવીને બહાર નિકાલવું ઘણું અઘરું છે. તેમાં ઘણો સમય પણ લાગે છે. તેથી આ તકલીફ થાય અથવા બાળકોને કફ ભરાઈ જાય ત્યારે વરાધ અથવા સણસી થાય તો તેને સુકવવાને બદલે તેને હમેશા માટે મૂળમાથી ઈલાજ કરવો જોઈએ. તેનાથી આ સમસ્યા વારંવાર થતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત