માત્ર એક જ જાવિત્રી કરે છે આટલા બધા રોગો દૂર, જાણો તમે પણ આ ફાયદાઓ વિશે

જાવિત્રી
ગરમ મસાલાઓ માંથી જાવિત્રી એક ખુબ જ મહત્વપૂર્ણ મસાલો હોય છે, જે ભોજનના સ્વાદ અને સુગંધને જ પૂરી રીતે વધારવાનું કામ કરે છે, જાવિત્રીમાં ખુબ જ ભરપુર પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન, આયર્ન, કોપર, મેગ્નેશિયમ અને એંટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે સંધિવાથી લઈને હ્રદયના રોગોને પૂરી રીતે દુર કરવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. હવે અમે આપને જાવિત્રીના સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ જાવિત્રીના ફાયદાઓ વિષે…

મહિલાઓની સ્કીન માટે લાભદાયક :

image source

સ્વાસ્થ્યની સાથે સાથે જાવિત્રી સ્કીન માટે પણ ખુબ જ સારી હોય છે. જી હા, જાવિત્રી મસાલાનો ઉપયોગ પ્રાચીનકાળથી જ સ્કીન કેર માટે કરવામાં આવે છે. જાવિત્રીમાં રહેલ એંટી- બેક્ટેરીયલ અને એંટી- ઇન્ફલેમેટરી ગુણ ત્વચાની સારી રીતે સંભાળ કરે છે. આ સાથે જ જાવિત્રી ખીલના નિશાન અને ચહેરા પરના બ્લેકહેડ્સને દુર કરે છે. જાવિત્રી પોર્સને સાફ કરીને ડેડ સ્કીનને દુર કરવામાં મદદ કરે છે.

આર્થરાઈટીસના દુઃખાવાને દુર કરે છે.:

image source

આર્થરાઈટીસના દુઃખાવાથી મોટાભાગની મહિલાઓ તકલીફમાં રહે છે. આવી મહિલાઓ માટે જાવિત્રી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાવિત્રીમાં રહેલ એંટીઇન્ફલેમેટરી ગુણોના કારણે આ સાંધામાં થતા દુઃખાવા અને સોજાને દુર કરવામાં મદદ કરે છે. જો આપ પણ આર્થરાઈટીસના દુઃખાવા અને સોજાથી પીડાઈ રહ્યા છો તો આપે ૨ ગ્રામ જાવિત્રી અને થોડીક સુંઠનું ગરમ પાણી સાથે સેવન કરવાથી આર્થરાઈટીસનો દુઃખાવો દુર થઈ જાય છે.

પેટ માટે સારી છે.:

image source

જાવિત્રીના અનેક ફાયદાઓ માંથી એક ફાયદો એ પણ છે કે, જાવિત્રી આપણા પેટ માટે ખુબ જ સારી હોય છે અને આ આપણા પેટને સંબંધિત સમસ્યાઓ જેવી કે, કબ્જ, અપચો, પેટમાં દુખાવો, ડાયરિયા વગેરે જેવી બીમારીઓને દુર કરે છે. એટલા માટે જો આપ પણ ઈચ્છો છો કે, આપનું પેટ યોગ્ય રહે તો આપે પોતાની ડાયટમાં જાવિત્રીને સામેલ કરવી જોઈએ.

અદ્દભુત અરોમા :

image source

જેમ કે આપને પહેલા જણાવ્યું છે તેમ, જાવિત્રી એક એવો મસાલો છે જે કોઇપણ ભોજનમાં પોતાની સુગંધ અને અરોમા માટે જાણવામાં આવે છે. જાવિત્રી આપની ડીશને સ્વાદ તો આપે જ છે આ સાથે જ જાવિત્રી આપના ભોજનને અદ્દભુત સુગંધથી પણ ભરી દે છે.

સ્ટ્રેસ થાય છે દુર.:

image source

આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીના લીધે દર બીજી મહિલા સ્ટ્રેસનો શિકાર બની જાય છે. આવામાં આપના કિચનમાં રહેલ આ મસાલો આપના સ્ટ્રેસને બુસ્ટ કરવાનું કામ કરે છે. જાવિત્રી પ્રભાવિત રીતથી સ્ટ્રેસને દુર કરીને આપને શાંતિનો અનુભવ કરાવે છે. જાવિત્રી સ્ટ્રેસ દુર કરવાની સાથે સાથે જ આપના દિમાગને તેજ કરવામાં પણ મદદ કરે છે.

ભૂખ વધારે છે.:

image source

વ્યક્તિને કબ્જ થઈ જવાના કારણે કેટલીક વાર તેમની ભૂખ ખુબ જ ઓછી થઈ જાય છે અને આપને આપના શરીરમાં નબળાઈ આવવા લાગે છે. જો આપ પણ આ તકલીફથી પીડાઈ રહ્યા છો તો આપે રોજ નિયમિત રીતે જાવિત્રીનું સેવન કરવું. જો આપ જાવિત્રીનું સેવન રરોજ નિયમિતપણે કરો છો તો આપની ભૂખ વધવા લાગે છે અને આપ જલ્દી જ સ્વસ્થ થઈ જાવ છો.

બ્લડ સર્ક્યુલેશન વધારે છે.:

image source

જાવિત્રીનું સેવન કરવાથી આપના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે જેનાથી આપ આપના શરીરને ખતરનાક બીમારીઓ જેવી કે, ડાયાબીટીસ અને ઇન્ફેકશનથી પોતાને બચાવી શકો છો. જાવિત્રી આપના વાળ અને ત્વચા માટે પણ સ્વાસ્થ્ય વર્ધક સાબિત થાય છે.

કીડની સ્ટોનથી કરે છે રક્ષા.:

image source

જાવિત્રી મસાલાનો સૌથી સારો ફાયદો એ છે કે આપના શરીરમાં કીડની સ્ટોનને બનવાથી અટકાવે છે. તેમ છતાં જો કિડનીમાં સ્ટોન થઈ પણ જાય છે તો કીડની તેને પ્રભવિત રીતે બહાર કાઢી દે છે. જાવિત્રી કીડની ઇન્ફેકશન અને કીડની સાથે જોડાયેલ અન્ય સમસ્યાઓના ઉપચારમાં સૌથી સારી કુદરતી ઔષધી છે.

શરદી- ખાંસીના ઉપચાર માટે.:

image source

જાવિત્રીને આપ પોતાની શરદી અને ખાંસીનો ઉપચાર પણ કરી શકો છો. જાવિત્રી આપના તાવ અને વાયરલ રોગોથી બચાવે બચાવે છે અને આપના શરીરને રોગો સામે સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. જાવિત્રીના ઉપયોગ કરીને ખાંસીની સીરપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. જાવિત્રી અસ્થમાના રોગીએ માટે એક સારો મસાલો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત