ઝીરો ફિગર જોઈએ છે કે પછી વજન ઘટાડવું છે? તો કરો રોજ જીરાનું સેવન.

ઝીરો ફિગર જોઈએ છે કે પછી વજન ઘટાડવું છે? તો કરો રોજ જીરાનું સેવન.

ભારતીય મસાલાઓમાંથી એક મસાલો છે જીરું. જીરામાં કેટલાક ઔષધીય ગુણો આવે છે. તેમજ જીરાને આપણે નિયમિત રીતે ભોજન બનાવવાના ઉપયોગમાં લેવાય છે. તેમજ ઘણી વ્યક્તિઓ જીરાનો પાવડર બનાવીને સલાડ પર છાંટીને ખાવાનું પસંદ કરે છે. તેમજ છાશ સાથે પણ જીરાનું સેવન કરવામાં આવે છે. શું આપ જાણો છો કે, જીરાનું યોગ્ય રીતે અને નિયમિત રીતે રોજ સેવન કરવાથી શરીરની કેટલીક તકલીફોથી છુટકારો મળે છે.

image source

એટલુ જ નહી જીરાનું સેવન કરવાથી વધી ગયેલ શરીરનું વજન પણ ઘટાડવામાં મદદ કરે છે. હવે અમે આપને જણાવીશું કે, કેવીરીતે જીરાનું સેવન નિયમિત રીતે કરવાથી શરીરને ફાયદાઓ થાય છે અને વજન પણ ઘટે છે.

સૌપ્રથમ અમે આપને વજન ઘટાડવા માટે જીરાનો કેવીરીતે ઉપયોગ કરી શકાય તેના વિષે બે અસરકારક ઉપાયો જણાવીશું.:

-સામાન્ય કે માટલાના એક ગ્લાસ પાણીમાં બે મોટા ચમચા જીરુંને આખી રાત પલાળી રાખો. સવારે ઉઠીને પલાળેલ જીરાને પાણી સાથે હુંફાળું થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ ગરમ કરેલ પાણીને ગાળી લો. પાણી ગાળી લીધા પછી તેને સામાન્ય ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી પાણી પી લેવુ અને ગાળી લીધા પછી વધેલ જીરાને આપે ચાવીને ખાઈ જવા.

-અન્ય એક ઉપાયમાં જીરાને ચૂર્ણરૂપમાં લેવાનું રહેશે. જીરાનું ચૂર્ણ બનાવવા માટે હિંગ, સંચળ અને શેકેલું જીરું ત્રણેવ વસ્તુઓ પાવડર રૂપમાં એકસરખા ભાગે લઈને મિક્સ કરીને ચૂર્ણ તૈયાર કરો. હવે આપે આ ચૂર્ણને દિવસમાં બે વાર રોજ દહીંમાં મિક્સ કરીને સેવન કરવું.

image source

ઉપરોક્ત ઉપચારમાં જણાવ્યા મુજબ જીરાનું સેવન કરવાથી શરીરને થતા લાભ.:

  • -લોહી શુદ્ધ થાય છે.
  • -પાચનતંત્ર નિયમિત અને હળવું થાય છે.
  • -આળસ અને અનિદ્રા જેવા શરીર માટે હાનિકારક તત્વોને અટકાવે છે.
  • -શરીરમાં વધી ગયેલ ચરબી સરળતાથી ઓગળે છે.
  • -શરીરમાં સ્ફ્રુતિનો સંચાર થાય છે.

જીરાનું દવા તરીકે સેવન કરો ત્યારે આટલી બાબતો ધ્યાનમાં રાખવી.:

જીરાના ચૂર્ણનું સેવન જો આપ રાતે સુતા પહેલા કરવાના છો તો રાતે ભોજન જમી લીધા પછી અન્ય કોઈ વસ્તુનું સેવન કરવું નહી.

જીરાનું પાણી અને પલાળેલ જીરાનું સેવન સવારે કે બપોરે કરો છો તો તેનું સેવન કરી લીધાના ઓછામાં ઓછા એક કલાક સુધી કોઇપણ વસ્તુ ખાવી કે પીવી જોઈએ નહી.

જો આપ ધુમ્રપાન કે મદ્યપાનનું નિયમિત સેવન કરો છો તો આપને દવાની યોગ્ય અસર જોવા નહી મળે. આથી આપે જીરાના ઉપચારો શરુ કરતા પહેલા ધુમ્રપાન અને મદ્યપાનનો ત્યાગ કરી દેવો.