જિયોનો ધમાકો, આવી ગયો સૌથી સસ્તો એક રૃપિયાવાળો પ્લાન, ગ્રાહકોને મળશે 30 દિવસની વેલીડિટી, ફટાફટ જાણી લો

રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે નવા સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન લાવતી રહે છે. અહીં અમે તમને Reliance Jioના સૌથી સસ્તા 1 રૂપિયાના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાન My Jio પર પણ ઉપલબ્ધ છે. આ પ્લાન ફક્ત તે લોકો માટે છે જેઓ પોતાનું સિમ એક્ટિવ રાખવા માંગે છે. આવો જાણીએ આ પ્લાનના ફાયદા.

image source

Jioના Re 1 પ્લાનમાં 30 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. 100 MB હાઇ સ્પીડ ડેટા ઉપલબ્ધ છે. જ્યારે આ પ્લાનમાં 100 MB ડેટા લિમિટ ખતમ થઈ જશે, ત્યારે ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 60 kbps થઈ જશે. આ પ્લાનમાં કોલિંગ અને મેસેજિંગની સુવિધા આપવામાં આવી નથી. એટલે કે આ પ્લાન દ્વારા તમે તમારું સિમ એક્ટિવ રાખી શકો છો. આ પ્લાન એવા લોકો માટે જ ઉપયોગી થશે જેઓ પોતાનું સિમ એક્ટિવ રાખવા માંગે છે. તમે આ સાથે કૉલ્સ કરી શકતા નથી. આ Jioનો સૌથી સસ્તો પ્લાન છે.

રિલાયન્સ જિયોના રૂ. 119ના પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. 209 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે, એટલે કે યુઝર્સને દરરોજ 21GB ડેટા મળશે. આ સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 300 SMS મળશે. Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે, આમાં JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી Jio એપ્સનો સમાવેશ થાય છે. આ પ્લાન તેના ફાયદાના હિસાબે ખૂબ સસ્તો છે.

image source

એરટેલનો સૌથી સસ્તો SMS પ્લાન 155 રૂપિયાનો છે, જેમાં યુઝર્સને 24 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન દરરોજ 1GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને 300 SMS ઓફર કરે છે. તે પ્રાઇમ વિડિયો ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝિક મેમ્બરશિપ સાથે પણ આવે છે.