કેએલ રાહુલ-આથિયા શેટ્ટી તેમના સપનાનું ઘર ભાડે લીધી, ઘરના ભાડાની કિંમત જાણીને તમે ચોકી જશો

બોલિવૂડમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આથિયાએ તેના 30માં જન્મદિવસ પર રાહુલ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ પછી સમાચાર આવ્યા કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, કપલે મુંબઈમાં એક ઘર ભાડે લીધું છે.

image source

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, આથિયા અને રાહુલ કાર્ટર રોડ, બાંદ્રામાં એક એપાર્ટમેન્ટમાં રહેવા જઈ રહ્યા છે. આ લક્ઝુરિયસ સી-ફેસિંગ 4BHK એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 8મા માળે છે. તેનું ભાડું 10 લાખ રૂપિયા છે.

લગ્નના સમાચારની વાત કરીએ તો શેટ્ટી પરિવાર તૈયારીઓમાં વ્યસ્ત છે. અથિયા અને કેએલ રાહુલ સાઉથ ઈન્ડિયન રિવાજ પ્રમાણે લગ્ન કરવાના છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બંને 2022માં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન શિયાળામાં થવાના છે. જો કે આ સમાચારની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

image source

રિપોર્ટ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ કોમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજા વિશે પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે બંને રિલેશનશિપમાં છે. અથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ તેની લવ લાઈફને ખાનગી રાખવામાં મદદ કરી હતી.

આથિયા શેટ્ટી બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં ગઈ હતી. આ દરમિયાન બંનેના ઘણા ફોટા વાયરલ થયા હતા. આ તસવીરોએ બંનેના રિલેશનશિપમાં હોવાની અફવાઓને વધુ વેગ આપ્યો હતો. આ પછી આથિયા પણ ઘણી વખત રાહુલના કપડા પહેરતી જોવા મળી હતી. ત્યારબાદ રાહુલ અને આથિયાએ રોમેન્ટિક પોસ્ટ શેર કરીને તેમના સંબંધોને ઇન્સ્ટા પર ઓફિશિયલ કર્યા હતા.