વેક્સ કરાવો છો તો પણ કોણી અને ઘુટણ પરની કાળાશ દુર નથી થતી અપનાવો ઘરગથ્થું ઉપચાર…

આજના યંગસ્ટર્સ પોતાના ચહેરા પર ગ્લો લાવવા માટે જેટલુ ધ્યાન આપે છે તેટલુ ધ્યાન પોતાની કોણી-ઢીંચણ પર જામી ગયેલી કાળાશ પર આપી શકતા નથી. ઘણી છોકરીઓ ચહેરા પર જરૂરિયાત કરતા વધારે ધ્યાન આપતી હોય છે. આ સાથે જ છોકરીઓ ચહેરા પર ગ્લો લાવવા માટે અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સ તેમજ અનેક ઘરગથ્થુ ઉપાયો અજમાવીને ચહેરાને સુંદર બનાવવા માટે મહેનત કરતી હોય છે.

image source

તમને જણાવી દઇએ કે, જો તમે માત્રને માત્ર તમારા ચહેરા પર જ ધ્યાન આપો છો અને કોણી-ઢીંચણની કાળાશને ક્લિન કરવામાં ધ્યાન નથી આપતા તો તમારી પર્સનાલિટી બીજા કરતા ઝાંખી પડે છે. કોણી-ઢીંચણ પર જો તમે પ્રોપર ધ્યાન આપતા નથી તો તે કાળા પડવા લાગે છે અને દેખાવમાં પણ એકદમ ગંદા લાગે છે. આ માટે જરૂરી છે ચહેરાની સાથે-સાથે કોણી-ઢીંચણની કેર કરવી. જો તમે યોગ્ય સમયે કોણી-ઢીંચણની કેર કરો છો તો તે દેખાવમાં એકદમ મસ્ત લાગે છે અને તમારી પર્સનાલિટી પણ જોરદાર પડે છે. આમ, શરીર પર જામી ગયેલી કાળાશ ખૂબ નિરાશાજનક હોય છે કારણકે તે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે. આમ, જો તમારા કોણી-ઢીંચણ પર કાળાશ જામી ગઇ છે તો તેને દૂર કરવા માટે આ ઉપાયો એકદમ બેસ્ટ છે. તો આજથી આ ઉપાયોને તમે પણ ફોલો કરવાનુ શરૂ કરી દો.

મલાઈ અને હળદર

image source

આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ એક ચમચી મલાઈમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરીને તેમાં 2-3 ટીપા બદામ તેલનાં મેળવો. પછી તેને તમારી કાળી પડી ગયેલી સ્કિન પર લગાવો અને ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ચાર વાર કરવાની રહેશે. જો તમે રેગ્યુલરલી આ રીતને ફોલો કરશો તો તમારા કોણી-ઢીંચણની સ્કિન વ્હાઇટ થવા લાગશે અને ગ્લો પણ કરશે.

લીંબુ અને ખાંડ

image source

કોણી અને ઢીંચણ પરની કાળાશને દૂર કરવા માટે લીંબૂ અને ખાંડ એક બેસ્ટ ઓપ્શન છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બે ચમચી લીંબુનો રસ લો અને તેમાં એક ટી સ્પૂન ખાંડ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરીને તેને કોણી અને ઢીંચણની કાળાશ પર લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઇ લો. જો તમે આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો તમારી કોણી-ઢીંચણ પરની કાળાશ ધીમે-ધીમે ઓછી થવા લાગશે.

ખાંડ અને ઓલિવ ઓઇલ

image source

આ પ્રયોગ કરવા માટે 3 ચમચી ઓલિવ ઓઇલમાં 2 નાની ચમચી ખાંડ ઉમેરો અને તેનાથી સ્ક્રબ કરો. ત્યારબાદ આ સ્ક્રબને કોણી-ઢીંચણ પર જામી ગયેલી કાળાશ પર લગાવો અને પછી હુંફાળા પાણીથી ધોઇ લો. જો તમે આ પ્રયોગ રેગ્યુલરલી કરશો તો તમને એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે. તમને જણાવી દઇએ કે જો તમારા ઢીંચણની સ્કિન એકદમ કાળી પડી ગઇ હોય તો તમે શોટ્સ તેમજ શોર્ટ સ્કર્ટ પણ પહેરી શકતા નથી. તેમ છતા જો તમે પહેરો છો તો તે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. આ મિશ્રણમાં તમે જોજોબા ઓઇલ તેમજ બદામનુ તેલ પણ મિક્સ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત