કોણ છે ઈમરાન ખાનની નજીકની આ મહિલા? ’68 લાખની થેલી, 600 કરોડની હેરાફેરી….

ફરાહ ખાન પર હેરાફેરીના ગંભીર આરોપો વચ્ચે પાકિસ્તાન ભાગી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની નજીકની મિત્ર છે. સત્તાની નજીક હોવાથી ફરાહ પર 600 કરોડની હેરાફેરીનો આરોપ છે. લક્ઝરી પ્લેનમાં બેઠેલા તેનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની પાસે હાજર બેગ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની કિંમત લગભગ 68 લાખ રૂપિયા છે.

image source

અહેવાલ મુજબ ફરાહ ખાન રવિવારે જ દુબઈ જવા રવાના થઈ ગઈ હતી. એવા અહેવાલો છે કે તેનો પતિ વિદેશ જતો રહ્યો છે. આ બધાની વચ્ચે વિપક્ષી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા રોમિના ખુર્શીદે ફરાહનો એક ફોટો શેર કર્યો છે. જોકે આ ફોટો ક્યારે લેવામાં આવ્યો તે સ્પષ્ટ નથી.

ફોટામાં ફરાહની બાજુમાં એક બેગ દેખાય છે. આ અંગે રોમિના ખુર્શીદે લખ્યું- બુશરાની ફ્રન્ટવુમન ફરાહ ખાન, જે દેશ છોડીને ભાગી ગઈ છે. તેમની પાસે લગભગ 68 લાખની બેગ છે. હા, તે 68 લાખ છે.

હુરેન પરવેઝ નામના યુઝરે ફરાહને તેના લક્ઝરી પ્લેન અને તેના મોંઘા સેન્ડલ માટે પણ તેમે નિશાન બનાવ્યા. તેણે લખ્યું- પ્રાઈવેટ જેટ દ્વારા દુબઈ જવા માટે લગભગ 38 લાખ રૂપિયા લાગે છે. હોમેરિક સેન્ડલ.

image source

હકીકતમાં, PML-N પાર્ટીના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે ફરાહ પર અધિકારીઓની બદલી અને પોસ્ટિંગના બદલામાં મોટી રકમની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. મરિયમે ફરાહ પર 600 કરોડની હેરાફેરીનો આરોપ લગાવ્યો અને તેને ‘કૌભાંડોની માતા’ પણ કહ્યા.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની રાજનીતિમાં આ દિવસોમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેને બાદમાં સંસદમાં ફગાવી દેવામાં આવ્યો હતો. બાદમાં સંસદ પણ ભંગ કરી દેવામાં આવી હતી. હવે આ મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.