લગ્નની જાન આવી ગઈ હતી, નાચ-ગાન, નાસ્તો સહિત બધુ થઈ ગયું હતું, પછી સમાચાર મળ્યા કે કન્યા તો માતા બની ગઈ છે

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કન્યાએ તેના લગ્નના દિવસે બાળકને જન્મ આપ્યો ? લગ્નની જાન આવી ગઈ. નૃત્ય-ગાન, નાસ્તો-પાણી-ભોજન બધું જ થઈ ગયું. હવે લગ્નની વિધિઓ જ બાકી હતી, પરંતુ પછી સમાચાર મળ્યા કે કન્યા આવી શકી નથી, તે પ્રસૂતિની પીડાથી પીડાઈ રહી છે. આ સાંભળીને લગ્ન સમારોહમાં આવેલા તમામ મહેમાનો ચોંકી ગયા.

image source

કોઈક રીતે કન્યાને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં તેણે પ્રી-મેચ્યોર બેબીને જન્મ આપ્યો. એક તરફ ખુશી હતી તો બીજી તરફ કેટલાક લોકો દુઃખી હતા. જોકે, જાન લગ્ન કર્યા વિના ખાલી હાથે પાછી આવી. તમને જણાવી દઈએ કે આ વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો ભારતનો નથી પણ સ્કોટલેન્ડનો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિબેકા મેકમિલન અને નિક સ્કોટલેન્ડમાં લગ્ન કરવાના હતા. તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. વરરાજા કન્યાને લેવા માટે જાન સાથે આવ્યો હતો, પરંતુ અહીં રિબેકાએ લગ્નના થોડા કલાકો પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં લગ્ન ન થઈ શક્યા એટલે જાન ખાલી હાથે ફરી. જો કે, તેના કારણે તેમને ભારે નુકસાન થયું હતું અને લગભગ 12 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું.

image source

ખરેખર, રિબેકા અને નિકે ગયા વર્ષે જુલાઈમાં સગાઈ કરી હતી. અગાઉ બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. લગ્ન પહેલા રિબેકા ગર્ભવતી બની હતી. જોકે, લગ્નની તારીખ 21 મે નક્કી કરવામાં આવી હતી, જ્યારે ડિલિવરીની તારીખ 20 જૂન હતી. તેથી તેણીને તેની બહુ ચિંતા નહોતી. પરંતુ લગ્નના દિવસે અચાનક પ્રસુતિની પીડા ઉપડતાં બધુ બગડી ગયું અને લગભગ એક મહિના પહેલા બાળકનો જન્મ થયો.