જો તમે આજથી જ મહેંદીમાં ઉમેરશો આ 1 વસ્તુ, તો વાળ વધવા લાગશે સટાસટ અને સાથે થશે સિલ્કી પણ

સ્તનધારી પ્રાણીઓની ત્વચાની બાહ્ય વૃદ્ધિ વાળ છે. જંતુઓના શરીર પર વધતા રેસાને વાળ કહેવામાં આવે છે. વાળ કોમળ, સુખા અથવા કડક એવી રીતે અલગ અલગ રીતના હોય છે. પ્રકૃતિએ ઠંડા ગરમ પ્રભાવવાળા વિસ્તારોમાં રહેતા જીવોને વાળ આપ્યા છે, જે તેમને શિયાળામાં ઠંડીથી બચાવે છે અને ઉનાળામાં માથાને વધારે ગરમીથી બચાવે છે. જ્યારે શરીરને ગરમી સહન ના થાય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળી જાય છે, તે વાળને કારણે ઝડપથી સુકાતા નથી, કોઈ કઠોર ચીજ દ્વારા બાળક પર થયેલા અચાનક હુમલા સામે વાળ રક્ષણ આપે છે.

image source

આજકાલ ખોરાકમાં પોષક તત્ત્વોના અભાવને કારણે મોટાભાગના લોકોના વાળ નબળા અને અકાળે પડવા લાગે છે. વાળ ખરવાથી શરીરની સુંદરતા ઓછી થાય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના વાળ હંમેશાં કાળા, જાડા અને લાંબા હોય. કાળા, જાડા અને લાંબા વાળ મહિલાઓની સુંદરતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું જેની મદદથી તમારા વાળની દરેક સમસ્યા દૂર થશે. અત્યારે લોકો સફેદ વાળને કાળા કરવા માટે બહાર મળતા કલરનો ઉપયોગ કરે છે અથવા મહેંદીનો ઉપયોગ કરે છે. બજારમાં મળતા કલર અને મહેંદીની સરખામણી કરીએ તો મહેંદી વધારે ફાયદાકારક છે કારણ કે કલરમાં ઘણા કેમિકલ ઉમેરવામાં આવે છે જે આપણા વાળ માટે નુકસાનકારક છે તેથી આપણે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ. પણ આજે અમે તમને એક એવી ચીજ વિશે જણાવીશું જેને મહેંદીમાં નાખવાથી તમારા વાળ કાળા તો થશે જ સાથે તમારા વાળની ઘણી સમસ્યાઓ પણ દૂર થશે. તો ચાલો જાણીએ

આ હેર-પેક બનાવવા માટે આપણે મહેંદી અને તલનું તેલ એ બે ચીજોની જરૂર પડશે.

બનાવવાની રીત

આ મીક્ષણ બનાવવા માટે સૌ પ્રથમ વાસણમાં મેંદીનો પાઉડર નાંખો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને ગેસ પર ધીમા આંચ પર રાખો. તેને 10 મિનિટ સુધી ગરમ કરવું પડશે. આ પછી તેમાં થોડું તલનું તેલ નાંખો.

image source

હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારો અને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને વાળના મૂળમાં સારી રીતે લગાવો અને સુકાવા દો. સૂકાયા પછી તમારા વાળને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરવાથી તમારા વાળ હંમેશાં કાળા, જાડા તથા લાંબા રહેશે અને વાળ ખરવા અથવા વાળમાં ખોળાની સમસ્યા પણ દૂર થશે.

મહેંદી લગાવતા સમયે આ બાબતોની જરૂરથી કાળજી રાખો.

મહેંદી લગાવતા પહેલા હળવા શેમ્પૂથી વાળ સારી રીતે ધોઈ લો. તેનાથી વાળ અને માથા પરની ચામડીમાં એકઠી થતી ગંદકી અને તેલ દૂર થશે, જેથી મહેંદી લગાવવાનો પૂરો ફાયદો મળશે.

image soucre

મહેંદી લગાવતા પહેલા માથાની આજુબાજુની ત્વચા પર વેસેલિન લગાવો, જેથી મહેંદીનો રંગ ત્વચા પર ન લાગે. આ પછી પોહળા કાંસકાથી વાળને વ્યવસ્થિત કરો, જેથી મહેંદી યોગ્ય રીતે લગાડી શકાય. ત્યારબાદ માથાના મધ્ય ભાગથી વાળને અલગ કરો, વાળને બે ભાગમાં વહેંચો અને બાંધી દો.
વાળના ઉપરના ભાગથી મેંદી લગાવવાનું શરૂ કરો. માથાના મધ્યમ ભાગથી જ વાળની લગભગ 2 ઇંચ પોહળી માંગને દૂર કરીને મહેંદી લગાવો. વાળની માંગ દૂર કરવા માટે કાંસકોનો ઉપયોગ કરો. તેવી જ રીતે માંગ દૂર કર્યા પછી ધીમે ધીમે બ્રશની મદદથી વાળના મૂળમાં મેંદી લગાવો.

image source

વાળના એક ભાગ પર મહેંદી લગાવ્યા પછી તે વાળને ઊંચા કરો અને બરાબર લપેટી લો. તમે ઇચ્છો તો વાળમાં પિન પણ લગાવી શકો છો. એ જ રીતે બીજા ભાગમાં પણ મહેંદી લગાવ્યા પછી તેવી જ રીતે લપેટી લો. જયારે તમે તમારા વાળ કવર કરી લો એ પછી ઉપરથી થોડી થોડી મહેંદી વાળમાં લગાવી લો, કારણ કે જયારે તમે મહેંદી લગાવો છો, ત્યારે જે વાળ ભૂલથી બાકી રહી ગયા હશે તે આ રીતથી કવર થઈ જશે.

image soucre

અંતે મહેંદી લગાવ્યા પછી વાળને પ્લાસ્ટિકની કેપથી કવર કરો. આ મહેંદીને નરમ અને ગરમ રાખશે. ત્યારબાદ તમારા વાળ હળવા પાણીથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત