માલગાડીની છત પર સેલ્ફી લેવા ચડ્યો આ શખ્સ, હજુ તો ફોટો પડે એ પહેલાં જ થયું મોત, ભલાઈ કરીને કોઈ આવા શોખ ન રાખતા

હરિયાણાના સિરસામાં સેલ્ફી લેવાના પ્રયાસમાં 25 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો. માલસામાનના ગોદામમાં પાર્ક કરેલી માલગાડીના ધાબા પર ચડીને સેલ્ફી લેતી વખતે યુવક હાઈટેન્શન વાયરની ચપેટમાં આવી ગયો હતો. વીજ કરંટ લાગવાથી યુવકનું મોત થયું હતું. માહિતી મળતાની સાથે જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

image source

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે યુવકને માલગાડીમાં ચડતો જોઈને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે સાંભળ્યું નહીં અને કરંટમાં ફસાઈ ગયો. યુવક પાસેથી આકાશ સંસ્થાનું આઈડી કાર્ડ મળી આવ્યું છે. આરપીએફ ઈન્ચાર્જ ઉષા નિરંકારીએ જણાવ્યું કે આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

જીઆરપી પોલીસ સ્ટેશનના ઓમ પ્રકાશ સૈનીએ જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે એક યુવક માલગાડીની છત પર સેલ્ફી લેતી વખતે કરંટની ઝપેટમાં આવી ગયો હતો અને તેનું મોત થયું હતું. મૃતકની ઓળખ રાઘવ અગ્રવાલ તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

image source

થોડા દિવસો પહેલા, યુપીના ગોરખપુર-નરકટિયાગંજ રેલ સેક્શનના છિતૌની-બગાહાન રેલ બ્રિજ પર સેલ્ફી લેતી વખતે સત્યાગ્રહ એક્સપ્રેસની ટક્કરથી એક યુવકનું મોત થયું હતું. દેશભરમાં આવા અનેક કેસોમાં યુવાનોએ સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.