જો તમારી પાસે પણ આવી એક રૂપિયાની નોટ હોય તો થઈ જશો માલામાલ, બસ ખાલી આટલું જ કરવાનું છે

જો અમે તમને એક કહીએ કે તમારી પાસે રહેલી જૂની એક રૂપિયાની નોટ તમને ઘરે બેઠા લાખો રૂપિયા કમાણી કરાવી શકે છે તો તમે માનશો ? પણ આ બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે કોઈ વસ્તુ જૂની થઈ જાય છે તો તે એન્ટીક શ્રેણીમાં આવતી હોય છે. આવી વસ્તુઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ માંગણી પણ હોય છે. આવી વસ્તુઓની હરાજી થાય છે અને સારા પૈસા પણ મળે છે. આવી હરાજી ઓનલાઈન અનેક વેબસાઈટ પર થતી હોય છે. જેમાં જૂની પૂરાણી ચલણી નોટો અને સિક્કાની હરાજી થાય છે.

image source

OLX આવી જ એક લોકપ્રિય સાઈટ છે જ્યાં દુર્લભ નોટો અને સિક્કાઓની હરાજી થાય છે. તમે તમારું લોગઈન આઈડી અને પાસવર્ડ દ્વારા આ સાઈટ પર હરાજીમાં ભાગ લઈ શકો છો. બીજી સાઈટ છે indiamart.com જ્યાં તમે સિક્કાની હરાજી કરી શકો છે. તમારે આ માટે જે વસ્તુ હરાજીમાં મૂકવાની હોય તેનો ફોટો મૂકવાનો હોય છે. જે જૂની નોટોની વાત થઈ રહી છે તે જૂના જમાનાની એટલે કે તમારા દાદા પરદાદાના જમાનાની નોટો જો તમારી પાસે હોય તો તમે ભાગ્યશાળી કહેવાશો જેના દ્વારા ખરીદનારા સીધો તમારો સંપર્ક કરી શકશે. ત્યાંથી તમે ચૂકવણી અને ડિલિવરીની શરતોને ધ્યાનમાં રાખી તમારી પાસે જે સિક્કો કે નોટ હોય તે વેચી શકો છો.

વેચાણ કેવી રીતે કરાય તે અહીં જાણો….

1. સૌથી પહેલા તો www.olx.com પર જાઓ.

2. ત્યારબાદ વેબસાઈટ પર તમારી જાતને વેચાણકાર તરીકે રજિસ્ટર કરો. જો પહેલેથી જ રજિસ્ટર્ડ હોવ તો સીધુ લોગઈન કરો.

image source

3. ત્યારબાદ નોટ માટે એક યાદી બનાવવી પડશે. જેમાં નોટની એક સ્પષ્ટ તસવીર અપલોડ કરો જેથી કરીને લોકો તમે જે વસ્તુ વેચવા માંગો છે તે બરાબર જોઈ શકે. તેની વેચાણકિંમત પણ રજૂ કરવી પડશે.

4. લિસ્ટિંગ થયા બાદ તે લાઈવ થશે. દેશ વિદેશમાં રહેતા જૂની નોટ અને સિક્કી ભેગા કરવાના શોખીનો પછી તો તમારો તરત સંપર્ક કરવાનો શરૂ કરી દેશે. ધાર્યા પ્રમાણે તમે કિંમત ઊભી કરી શકો છે. જેટલી જૂની તમારી નોટ હશે એટલો સારો રિસ્પોન્સ મળશે.