ખાસ આ તેલથી બાળકોને કરો માલિશ, નહિં થાય કોઇ સમસ્યાઓ અને હાડકાઓ બનશે મજબૂત, સાથે-સાથે નહીં પડે બીમાર પણ

બાળકના સ્વાસ્થ્ય માટે તેના ખાવા પીવાની સાથે તેની મસાજ પર પણ ધ્યાન આપવામાં આવે છે.આ માટે બદામનું તેલ ખૂબ જ ફાયદાકારક છે.બદામ તેલથી બાળકની મસાજ કરવાથી બાળકની ત્વચા નરમ રહે છે અને તેમના હાડકાં મજબૂત રહે છે.

માતાપિતા ત્રણ વર્ષ સુધીની તેમના બાળકો વિશે વધુ ચિંતિત હોય છે,કારણ કે આ સમયે બાળકને વધુ બાળ સંભાળની જરૂર હોય છે.આવી સ્થિતિમાં,બાળકના સ્વાસ્થ્ય માટે તેઓ ખૂબ કાળજી લે છે.બાળકના સ્વાસ્થ્ય માટે તેમની મસાજ તેમજ તેના ખોરાક પર ધ્યાન આપવું જોઈએ.આમ તો મસાજ માટે બજારમાં ઘણા પ્રકારનાં તેલ જોવા મળે છે.પરંતુ બાળકોને માલિશ કરવા માટે બદામનું તેલ ખુબ જ ફાયદાકારક છે.બદામ તેલની મસાજ કરવાથી બાળકોની ત્વચા એકદમ મુલાયમ રહે છે અને બાળકો મજબૂત બને છે.

image source

જેવી રીતે બદામનું તેલ ત્વચા માટે સારું માનવામાં આવે છે,તેવી જ રીતે તેની નિયમિત માલિશ કરવાથી બાળકોનો થાક દૂર થાય છે અને તેઓ રાત્રે તેમની ઊંઘ પુરી કરે છે.

image source

બદામનું તેલ ત્વચામાં ઓગળી જાય છે અને તેથી ત્વચા શુષ્ક નથી થતી.આ ત્વચાને નરમ બનાવે છે.એક અહેવાલ મુજબ વિટામિન ડી,પોટેશિયમ અને કેલ્શિયમથી ભરપુર બદામનું તેલ પણ બાળકના હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવે છે.તેથી બાળકને નિયમિતપણે બદામના તેલથી જ માલિશ કરવું જોઈએ.

image source

બદામનું તેલ બાળકની ત્વચાને પોષણ આપવા માટે ખૂબ ફાયદાકારક છે.બદામના તેલમાં હાજર પૌષ્ટિક તત્વો તેને પાતળા બનાવે છે,જેથી તે ત્વચામાં સરળતાથી પ્રવેશ કરી શકે.બદામના તેલની સુગંધ ઘણી સારી હોય છે,જે તેને અન્ય તેલો કરતાં વધુ સારી બનાવે છે.દરરોજ તમારા બાળકની બદામના તેલથી માલિશ કરવાથી તમારા બાળકની ત્વચા નરમ પડે છે અને તમારા બાળકના રંગમાં પણ સુધારો આવે છે,કારણ કે બાળકની ત્વચા સંવેદનશીલ હોય છે અને બદામના તેલમાં વિટામિન ઇ ત્વચાને નરમ અને સ્વસ્થ બનાવે છે. બદામના તેલમાં વિટામિન એ,વિટામિન બી અને વિટામિન ઇ હોય છે.તે ત્વચા માટે ખુબ જ સારું છે અને ત્વચાના છિદ્રોને અવરોધતું નથી.બદામના તેલના કારણે ત્વચાને અનેક સમસ્યાઓથી પણ રાહત મળે છે.

image source

બદામના તેલની નિયમિત મસાજથી બાળકનું લોહીનું પરિભ્રમણ વધુ સારું રહે છે.ઉપરાંત બાળકનો થાક ઉતરી જાય છે અને બાળકોના સ્નાયુઓને પણ આરામ મળે છે.

બદામના તેલથી બાળકના માથા પર પણ માલિશ કરી શકાય છે.તેમાં વિટામિન ઇ,પોટેશિયમ,ઓમેગા -3 ફેટી એસિડ્સ અને મેગ્નેશિયમ ભરપૂર જોવા મળે છે.બદામનું તેલ બાળકની ત્વચા ઉપરાંત બાળકના વાળનું પણ પોષણ કરે છે.તેમજ વાળ ખરવાની સમસ્યા પણ દૂર કરે છે.

image source

બદામના તેલથી માલિશ કરવાથી બાળકોમાં અપચો અને પેટમાં અસ્વસ્થ થવાનું જોખમ પણ ઓછું થાય છે. બાળકોને પેટની ઘણી સમસ્યાઓ હોય છે,તેથી બદામના તેલની મદદથી તમે તમારા બાળકને પેટના દુખાવાથી બચાવી શકો છો.

જો તમારા બાળકને ફોલ્લીઓ થતી હોય તો બદામ તેલ ફોલ્લીઓ પર લગાડવાથી આ સમસ્યા દૂર થાય છે.બદામનું તેલ બાળકો માટે એકદમ સલામત છે.તે સૂકા હોઠને પણ નરમ બનાવે છે.

image source

તેલની માલિશ કરવી એ એક પ્રાચીન ઉપાય છે જેથી બાળક સ્વસ્થ રહે છે.સૂચવવામાં આવે છે કે નહાતા પહેલા બાળકની માલિશ કરો.બદામનું તેલ એક પૌષ્ટિક તેલ છે,જેમાં મહત્વપૂર્ણ વિટામિન અને ફેટી એસિડ હોય છે અને તેથી બાળ ચિકિત્સકો અને ત્વચારોગ વૈજ્ઞાનિકો મસાજ માટે બદામનું તેલ સૂચવે છે.ઘટકોમાં સમૃદ્ધ હોવાને કારણે બાળકો માટે બદામનું તેલ શ્રેષ્ઠ વિકલ્પ છે.બદામનું તેલ ત્વચામાંથી ફ્રીકલ્સ અને ડાઘોને દૂર કરીને ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.બદામનું તેલ બાળકની ત્વચાને ફાયદો પહોંચાડવા ઉપરાંત,અપચો જેવી સમસ્યાઓ પણ ઘટાડે છે.બાળકો માટે બદામ તેલનો ઉપયોગ પેટની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે પણ થઈ શકે છે,જે શિશુઓમાં સામાન્ય સમસ્યા છે અને મોટાભાગના બાળકો આ સમસ્યાના કારણે ખુબ જ રડે છે.તેથી તમારા બાળકની દરેક સમસ્યા દૂર કરવા માટે બદામના તેલની માલિશ જરૂરથી કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત