હવેથી આ 5 વસ્તુઓ ખાવાનુ કરી દો બંધ, કારણકે એ નબળી પાડી દે છે તમારી યાદશક્તિ

ઘણી વાર તમે લોકોને તેમની યાદશક્તિ વધારવા બદામ ખાવાની સલાહ આપી હશે અને પોતે પણ અપનાવી હશે. પરંતુ તમે જાણો છો કે, જાણતા અજાણતા કેટલીક વાર વ્યક્તિ એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે તેમની યાદશક્તિ સારી કરવાની જગ્યાએ સમય પહેલાં તેમની યાદશક્તિને નબળી બનાવે દે છે. ચાલો જાણીએ કે એવા કયા ખોરાક છે જે તમારી સારી યાદશક્તિ શક્તિ માટે કોઈપણ દુશ્મન કરતાં ઓછા નથી.

સ્મરણ શક્તિ ખરાબ હોવાને કારણે:

image source

આમ તો મગજને સંબંધિત કોઈ રોગ જેમ કે, બ્રેન ટ્યુમર, માથામાં ઇજા, તણાવ, અપર્યાપ્ત ઊંઘ વગેરે સમસ્યાઓ પણ વ્યક્તિની યાદશક્તિ શક્તિને નબળી બનાવે છે. વૃદ્ધાવસ્થામાં યાદદાસ્ત નબળી પડી શકે છે, પરંતુ કેટલાક બાળકો અને પુખ્ત વયના લોકોને પણ વસ્તુઓ અને કામ યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે. પોષણના અભાવ અથવા કોઈ ઇજા અથવા બીમારીને લીધે વ્યક્તિની યાદશક્તિ નબળી પડી શકે છે. આ ઉપરાંત, ઘણા ખોરાકનો વ્યક્તિની યાદશક્તિ નબળી બનાવવા પાછળ પણ હાથ હોઈ શકે છે. ચાલો જાણીએ કે આખરે આ ખોટા ખોરાક શું હોય છે.

ચરબી અને કોલેસ્ટેરોલ યુક્ત પદાર્થ:

image source

વ્યક્તિની સ્મરણ શક્તિ પર થયેલા એક સંશોધન અનુસાર, જે ખાદ્ય પદાર્થોમાં કોલેસ્ટેરોલ અને સંતૃપ્ત ચરબીની માત્રા ખાદ્ય વસ્તુઓમાં ઊંચી હોય છે, તે વ્યક્તિના મગજમાં ખરાબ અસર કરે છે. આવા ખોરાક શરીર સુધી પહોંચીને શરીરના ચેતા અને કોશિકાઓમાં સોજો ઉતપન્ન કરે છે. જેના કારણે વ્યક્તિની યાદશક્તિ નબળી થવા લાગે છે. તેથી, આવા ખાદ્ય પદાર્થોનો વપરાશ ઓછો થવો જોઈએ.

ઘી અને પનીરનો ઓછામાં ઓછો ઉપયોગ:

image source

પનીર, ઘી અને દહીંમાં ચરબી અને કોલેસ્ટરોલ ખૂબ જ જથ્થામાં જોવા મળે છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય અને મગજ માટે યોગ્ય હોતું નથી. તમે વિચારતા હશો કે દહીંને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, તો પછી તેનો ઉપયોગ આપણને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તો તમને જણાવી દઈએ કે, દહીંમાં રહેલી ચરબી ફાયદો કરવાને બદલે નુકસાન પહોંચાડે છે. તેથી, દહીં ઉપયોગ તેની છાશ બનાવીને કરો.

આલ્કોહોલ:

image source

આલ્કોહોલથી માત્ર વ્યક્તિનું લિવર જ નબળું નથી પડતું, પરંતુ તેની યાદશક્તિ પણ નબળી પડે છે. વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી વ્યક્તિની સમજવાની અને વિચારવાની શક્તિ ઘટે છે.

સોયા:

image source

સોયાને પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અતિશય પ્રમાણમાં સોયાનું સેવન કરવાથી, તમને મગજના ડિસઓર્ડર થઈ શકે છે.

મીઠા પદાર્થ:

વધુ મીઠા ખોરાક અથવા ખાંડથી બનેલા પદાર્થ વધુ ખાવાથી, મગજ પર ખરાબ અસર થાય છે.

image source

જો તમારી અથવા તમારી નજીકની કોઈની યાદશક્તિ નબળી હોય, તો તમે તમારા આહારમાં યાદશક્તિ વધારનારા ખોરાક અને મેમરી વધારવાના ઉપાયોની મદદથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જેમ કે, ફિશ ઓઇલ સપ્લીમેન્ટ, સફરજન, બ્રાહ્મી, જિનસેંગ, શંખપુષ્પી, હળદરનું સેવન ઉપયોગી બનશે તેમજ મેડિટેશન, એક્સરસાઈઝ અને પૂરતી ઊંઘ તમને ચોક્કસ આ સમસ્યામાંથી રાહત આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત