આ લક્ષણો દર્શાવે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, કોરોના કાળમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

લાંબા સમયથી કોરોના વાયરસને કારણે ચર્ચામાં રહેલો આયુષ કવાથ(ઉકાળો)ની રાહ હવે ખતમ થઈ. આ ઇમ્યુનિટી બુસ્ટર પહેલીવાર આટલા નાના રૂપે આવ્યું છે. આને એક પાઉચનું રૂપ આપવામાં આવ્યું છે જેથી દરેક તબક્કાના લોકો ખૂબ જ સરળતાથી આનો ઉપયોગ કરી શકે.

આયુષ મંત્રાલય પાસેથી નિર્દેશ મળ્યા પવહી એમિલ ફાર્માસ્યુટિકલ કંપનીએ આ કવાથ તૈયાર કર્યો છે. એમાં તજ, તુલસી, મરી અને સૂંઠનું મિશ્રણ છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે. બીજી બાજુ આ આયુષ કવાથ પર વૈજ્ઞાનિક અભ્યાસ માટે કેન્દ્ર સરકારે બનારસના હિન્દૂ વિશ્વવિદ્યાલયને જવાબદારી સોંપી છે.

image source

એમિલ ફાર્માસ્યુટિકલના કાર્યકારી નિર્દેશક સંચિત શર્માએ જણાવ્યું છે કે મંત્રાલય તરફથી આદેશ મળતાની સાથે જ આયુષ કવાથનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું હતું પણ આને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું કઈ રીતે એ એક મુંજવતો પ્રશ્ન હતો. એટલા માટે અમે આયુષ કવાથને એક પાઉચનું રૂપ આપ્યું જેથી કરીને સામાન્યથી લઈને ખાસ વ્યક્તિ સુધી બધા જ એનો સરળતાથી ઉપયોગ કરી શકે.”મહજ એક પ્યાલા, ઇમ્યુનિટીવાલા” એવું ટેગ પણ આ કવાથને આપવામાં આવ્યુ છે.

ચા બનાવતી વખતે આ પાઉચ એમાં નાખી દો.

કોરોના વાયરસની મહામારી આવ્યા બાદ પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી તેમજ જિલ્લા પ્રશાસનોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો પીવાની સલાહ આપી પણ પ્રશ્ન એ હતો કે ઉકાળો ક્યારે, કેવી રીતે અને કેટલો પીવો?

image source

આયુષ મંત્રાલયે ચાર જડીબુટ્ટી તુલસી, તજ, મરી અને સૂંઠનું મિશ્રણ બનાવી એનો ઉકાળો પીવાનું કહ્યું પણ એ ક્યાં મળશે અને કેટલું મિશ્રણ બનાવવાનું એ વિશે લોકોને કોઈ ખાસ જાણકારી નહોતી. હવે લોકડાઉને લોકોને ઉકાળો પીતા કરી મુક્યા છે. આયુષ મંત્રાલયે જડીબુટ્ટીના નામ આપ્યા તો ઘણી કંપનીઓએ એને બનાવવાનું શરૂ કરી દીધુ. અને હવે એ પાઉચમાં મળતું થઈ ગયું.

image source

આયુષના ડૉ. મહેન્દ્ર નાથ પાંડેએ જણાવ્યું કે આયુર્વેદ ગ્રંથમાંથી લેવામાં આવેલો આયુષ કવાથ રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેનાથી કોઈપણ પ્રકારના ચેપથી બચી શકાય છે. જો કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો પણ હોય તો વાયરસ સામે લડવામાં એની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને વાયરસને નિષ્ક્રિય બનાવી દે છે.

image source

ચા બનાવતી વખતે આયુષ કવાથનું પાઉચ એમાં નાખી દો. તમે દિવસમાં બે થી ત્રણ વાર આ કવાથ લઈ શકો છો. હુંફાળા પાણી સાથે પણ આયુષ કવાથની ગોળીઓ લઈ શકાય છે. ખાંડ સિવાય ગોળ અને મધ સાથે પણ એનું સેવન કરી શકાય છે.

બીએચયુ અને આઈઆઇટીના વૈજ્ઞાનિક કરશે એની અસર પર અભ્યાસ

આયુષ કવાથની વૈજ્ઞાનિક અસર જાણવા માટે બનારસ હિન્દૂ વિશ્વવિદ્યાલયના આયુર્વેદ અને આઈઆઈટીના વૈજ્ઞાનિક મળી એ અભ્યાસ શરુ કરવા જઈ રહ્યા છે.

image source

આયુષ મંત્રાલય અંતર્ગત સ્વાયત સંગઠન રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠે આયુષ કવાથને વૈજ્ઞાનિક અભ્યાસ માટે બીએચયુ અને આઈઆઈટીના નિષ્ણાતોને નિર્દેશ આપ્યો છે.અને એ માટે એક ખાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે જેમાં આઈઆઈટીના પ્રોફેસર એસ કે શ્રીવાસ્તવ, ડૉ. આભા મિશ્રા સિવાય આયુર્વેદ નિષ્ણાત ડૉ. કે એન દ્વિવેદી પણ સામેલ છે.સમિતિને આ અંગેના અભ્યાસનો રિપોર્ટ મોકલવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત