ખીલથી લઇને આ અનેક સમસ્યાઓને દૂર કરવા માટે માઉથવોશ છે એકદમ બેસ્ટ, જાણો તમે પણ આ અલગ-અલગ ઉપાયો વિશે

જ્યારે ક્યારેય તમે એટિકેટની યાદી બનાવવા બેસો અને તેમાં તાજા શ્વાસની વાત ન આવે તો યાદિ અધુરી જ રહી જાય. અને આ વાંચ્યા બાદ તમારા મનમાં સૌ પ્રથમ ક્યો વિચાર આવશે ? માઉથવોશ (ચોક્કસ !). પણ આજે અમે તમને માઉથવોશને મોઢા માટે નહીં પણ તેના અન્ય ઉપયોગો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. હા, માઉથવોશ માત્ર તમારા મોઢાને સ્વચ્છ અને તમારા શ્વાસને તાજા જ નથી બનાવતું પણ તે અન્ય રીતે પણ તમને મદદરૂપ થઈ શકે તેમ છે.

image source

આટલા વર્ષોથી આપણે એવું માનતા હતા કે લિસ્ટ્રીન અને અન્ય માઉથવોશ આપણા મોઢાના બધા જંતુઓનો નાશ કરે છે અને આપણા શ્વાસોચ્છ્વાસને તાજગી આપે છે. કેમ ? પણ હવે તમે તમારું જ્ઞાન વધારી લો તો જ સારું રહેશે ! કારણ કે, માઉથવોશના કોગળા કરવા ઉપરાંત પણ તમે તેના અન્ય ઘણા બધા ઉપયોગ કરી શકો છો.

તમે વિચારતા હશો કે એવું તે કેવી રીતે બની શકે ? તો પછી આ રહ્યો જવાબ – મોટાભાગના માઉથવોશમાં સૌથી વધારે પ્રવૃત્તિશિલ જે સામગ્રી હોય તે છે મિથાઇલ સેલિસાઇલેટ, યુકાલિપ્ટોલ, થાયમોલ અને મેન્થોલ. આ બધી જ સામગ્રીઓ એક શક્તિશાળી ફુગરોધી અને રોગાણુરોધી છે અને માટે જ બોટલ પર વોર્નિંગ લખવામાં આવે છે કે તમારે તેને ગળવાનું નથી. તેના ફુગરોધી ગુણોના કારણે, તેને બીજી કેટલીએ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. અમે અહીં માઉથવોશના કેટલાક હટકે અને અસામાન્ય ઉપયોગો વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

image source

તમે તમારા વાળમાંના ડેન્ડ્રફને દૂર કરવા માટે બધા જ પ્રકારના શેમ્પુ તેમજ દવાઓ વાપરી જોઈ હશે પણ જિદ્દી ખોડો તમારા માથામાંથી કોઈ વાતે દૂર નથી થતો. હું સમજી શકું છું કે તે કેટલું નિરાશાજનક છે. પણ હું માનું છું કે તમે આ સાવ જ સરળ ઉપાય તમારા જીદ્દી ખોડા પર ક્યારેય નહીં અજમાવ્યો હોય. શું તમને ખબર હતી કે તમે ડેન્ડ્રફ દૂર કરવા માટે માઉથવોશનો પણ ઉપયોગ કરી શકો છો ? હા, તમે સાચું જ વાંચી રહ્યા છો. તમે માઉથવોશથી ડેન્ડ્રફને દૂર કરી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે શેમ્પુ કર્યા બાદ, તમારા વાળ પર ખુબ જ હળવા હાથે માઉથવોશથી મસાજ કરવાનું છે અને ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ નાખવું અને ત્યાર બાદ વાળ કન્ડીશનર કરી ધોઈ લેવા. આ ઉપાયને તમે અઠવાડિયામાં એકવાર અજમાવી શકો છો, તમને માત્ર 4-5 વખતના ઉપયોગથી જ ફરક દેખાવા લાગશે.

માઉથવોશ જું તેમજ લીખ પર પણ અસરકારક રીતે કામ કરે છે. માઉથવોશને તમારા માથા પર લગાવવાથી જું તેમજ લીખ ફેલાતી અટકે છે. જુંની સારવાર માટે તમારા વાળને માઉથવોશમાં થોડીવાર માટે પલાળી રાખો અને ત્યારબાદ તમારા વાળ શાવર કેપથી ઢાંકી લો. એક કલાક સુધી તેમ જ રાખો અને ત્યાર બાદ તમારા વાળ તમે રોજ ધોતા હોવ તેમ ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

image source

જો તમારા ઘરમાં ડેટોલ કે એન્ટિસેપ્ટિક સોલ્યુશન ખલાસ થઈ ગયું હોય તો, તમે માઉથવોશનો ઉપયોગ ઘા પર કરી શકો છો. તેના જંતુનાશક ગુણો ઘાને સાફ કરવામાં મદદ કરશે અને તે ભાગમાં સંક્રમણ થતું અટકાવશે.

image source

શું તમારા નખમાં ફુગ વળી જાય છે ? તો તેને પણ તમે માઉથવોશથી ટ્રીટ કરી શકો છો. એક ભાગ માઉથવોશ અને એક ભાગ એપલ સિડર વિનેગર લો. એક રુનો ટુકડો લો, તેને આ મિશ્રણમાં ડુબાડો અને તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. આવું દિવસમાં ત્રણવાર કરવું. નખમાં થતી ફુગ ખુબ જ જિદ્દી હોવાથી તેને જતાં વાર લાગશે પણ 15 દિવસમાં પરિણામ દેખાવા લાગશે.

શું ડીઓડરન્ટ ખલાસ થઈ ગયું છે ? તો પછી માઉથવોશનો ઉપયોગ કરી તમારું પોતાનું ડીઓડરન્ટ બનાવો. તેમા રહેલા જીવાણુરોધી ગુણોથી તમને પરસેવો ઓછો થશે અને દુર્ગંધ પણ ઓછી આવશે. પણ જો તમે તમારા અંડરઆર્મ્સ હાલમાં જ શેવ કર્યા હોય તો જરા ચેતી જજો, કારણ કે તેના ઉપયોગથી તેમાં રહેલા આલ્કોહોલ-બેઝ્ડ સોલ્યુશનથી તમને બળતરા થશે.

તમે માઉથવોશનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર તરીકે પણ કરી શકો છો. તેને નાની બોટલમાં લઈ લો અને તેનો ઉપયોગ તમારા હાથને જંતુરહીત કરવા માટે ગમે ત્યારે વાપરી શકો છો. પણ એ વાતનું ધ્યાન રાખો કે તે શુગર-ફ્રી હોય અને આલ્કોહોલ-બેઝ્ડ ફોર્મ્યુલાથી બનેલું હોય નહીંતર તે ગંદકી જ ઉભી કરશે.

image source

આપણે હંમેશા માઉથવોશનો ઉપયોગ ડુંગળી કે લસણવાળો ખોરાક ખાધા બાદ કરતા હોઈએ છીએ પણ શું તમે જાણો છો કે તમારા હાથમાં લસણની ગંધને પણ તમે માઉથવોશ દ્વારા દૂર કરી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારા હાથ પર થોડું માઉથવોશ લેવાનું અને તેને બન્ને હથેળીમાં ઘસી લેવું. તેને સુકાવા દેવું. લસણની ગંધ તરત જ દૂર થઈ જશે.

આરામદાયક ફૂટ બાથ માટે હુંફાળા પાણીમાં થોડું માઉથવોશ રેડો અને તમારા પગ તે પાણીમાં થોડી વાર માટે પલાળી રાખો. તમારા પગ આખો દીવસ ફ્રેશ રહેશે અને જો તમારા એથલિટ ફૂટ હોય અથવા તમને પગમાં ફુગની સમસ્યા રહેતી હોય, તો આ સોલ્યુશન વાળા પાણીમાં પગ પલાળવાથી તમને ઘણી મદદ મળી રહેશે.

તમે માઉથવોશનો ઉપયોગ તમારા કમ્પ્યુટર સ્ક્રીન તેમજ એલઈડી સ્ક્રીનને સાફ કરવા માટે પણ કરી શકો છો.

આપણે બધા એ જાણીએ છીએ કે માઉથવેશનો ઉપયોગ મોઢું સ્વચ્છ કરવા માટે થાય છે, પણ તમે તેનાથી તમારું ટુથબ્રશ પણ સાફ કરી શકો છો. એક કપમાં માઉથવોશ નાખો અને તેમાં તમારું ટુથબ્રશ પલાળી રાખો. થોડીવાર બાદ તેને બહાર કાઢી લો અને તેને સાદા પાણી વડે ધોઈ લો. તે તમારા ટૂથબ્રશમાં રહેલા બધા જ જંતુઓ નષ્ટ કરી દેશે.

image source

જો તમે માઉથવોશનો લોન્ડ્રી સેનિટાઇઝર તરીકે ઉપયોગ કરી શકો તો. જે રીતે તે આપણા મોઢાના બેક્ટેરિયાનો નાશ કરે છે તેવી જ રીતે તે આપણા કપડા પર લાગેલા બેક્ટેરિયા પણ દૂર કરે છે. તેનો લોન્ડ્રી સેનિટાઇઝર તરીકે ઉપયોગ કરવા માટે એક માઉથવોશને તમારા વોશિંગમશિનમાં નાખેલા કપડામાં નાખો. તે તમારા કપડાંમાના બધા જ બેક્ટેરિયા, દૂર્ગંધ ખાસ કરીને મોજા અને જીન્સમાંથી આવતી દૂર્ગંધને દૂર કરે છે.

તમે તમારા માઉથવોશનો ઉપયોગ ટોઇલેટ ક્રિનર તરીકે પણ કરી શકો છો. 2-3 ઢાંકણા માઉથવોશને ટોઈલેટના ટબમાં નાખો અને તેને અરધા કલાક માટે તેમ જ રહેવા દો. હવે તેને ટોઈલેટ બ્રશ વડે સાફ કરી લો અને ત્યાર બાદ પાણી વડે ધોઈ નાખો. તે જંતુનાશક તરીકે કામ કરશે.

image source

તેનાથી શરીર પર પડેલા ઘાના નિશાન, ઉઝરડા, ,સોળ પણ દૂર થાય છે. થોડું માઉથવોશ લો અને તેને ઘા પર લગાવો. તે તેને ઝાંખા પાડશે.

જો તમે હાલમાં જ નાક કે કાન વિંધાવ્યા હોય તો તેમાં પણ તે રાહત આપે છે. તમે એ તો જાણતા જ હશો કે વિંધાવ્યા બાદની સંભાળ ખુબ જ જરૂરી છે નહીંતર તેમાં સંક્રમણ થવાનો ભય રહે છે. તે વખતે તમે માઉથવોશનો ઉપયોગ જંતુનાશક તરીકે કરી શકો છો. થોડું માઉથવોશ લો અને વીંધાવ્યું હોય તે ભાગ પર તેને લગાવો તે જલદી જ મટી જશે.

image source

જો તમને ઇવિના વેલાની ઝેરી અસર થઈ હોય અને તેનાથી તમને બળતરા થઈ રહી હોય તો તેમાં પણ તમે માઉથવોશનો ઉપયોગ કરી રાહત મેળવી શકો છો. એક રુનું પુમડું લો, તેને માઉથવોશમાં પલાળો અને તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. થોડા જ વખતમાં દુઃખાવો તેમજ બળતરા દૂર થઈ જશે.

નોંધઃ યાદ રાખો કે જો તમે ઇચ્છિત પરિણામ મેળવવા માગતા હોવ તો તમારે માત્રને માત્ર શુગર-ફ્રી અને આલ્કોહોલ બેઝ્ડ માઉથવોશનો જ ઉપયોગ કરવાનો છે.

આ સિવાય પણ માઉથવોશના બીજા કોઈ ઉપયોગો વિષે જો તમે જાણતા હોવ તો પ્લિક કમેન્ટ્સ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત