સંધિવાની પીડામાં મ્યુઝિક થેરાપી તમને રાહત આપશે…

સંધિવાની પીડામાં મ્યુઝિક થેરાપી તમને રાહત આપશે

સંગીતમાં માણસને સાજા કરવાની શક્તિ સમાયેલી હોય છે. તેનામાં એવી કાબેલિયત હોય છે કે તે લોકોને કેટલાએ કલાકો સુધી પોતાનાથી દૂર લઈ જઈ શકે છે, તેવું સર એલ્ટન જોહ્ને કહ્યું હતું. અને ખરેખર મ્યુઝિક જાણે કે કોઈ પ્રકારનો વ્યાયામ હોય તેમ પીડા, નિરાશા, અને સંધિવા સાથે જોડાયેલી અક્ષમતાને મટાડે છે.

image source

એડવાન્સ નર્સિંગ જર્નલમાં પ્રકાશિત ઓહિઓ ખાતેની ક્લિવલેન્ડ ક્લિનક ફાઉડેશનમાં યોજવામાં આવેલા એક સંશોધન પ્રમાણે, જે લોકો સંગીત નથી સાંભળતા તેમની સરખામણીએ જે લોકો અઠવાડિયા સુધી રોજ એક કલાક સુધી સંગીત સાંભળે છે તેમની પીડા, નિરાશા, અને અક્ષમતામાં ઘટાડો (20 ટકા સુધી) જોવા મળ્યો છે. અને જેઓ નથી સાંભળતા તેમનામાં ઉલટાનો વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત ક્લિનિકલ ર્હ્ર્યુમેટોલોજીના માર્ચ 2012ના ઇશ્યુમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું તારવવામાં આવ્યું છે કે સંગીતના ચિકિત્સકિય લાભો છે. તેમાં જાણવા મળ્યું છે કે જે લોકો ની-ઓસ્ટિઓઆર્થરીટીસ માટેની પ્રક્રિયા દરમિયાન સંગીત સાંભળે છે તેમને જે લોકો સંગીત નથી સાંભળતા તેની સરખામણીએ ઓછી પીડા થાય છે અને તેમના હાર્ટ રેટ્સ પણ નીચા રહે છે.

મગજ પીડાને પ્રતિભાવ આપે છે

image source

તમારું મગજ તમે જે સંગીત સાંભળો છો તેને પ્રતિભાવ આપે છે અને તે મગજના એ વિસ્તારોને ઉત્તેજિત કરે છે શરીરના કુદરતી પિડાનાશકો છુટ્ટા કરે છે. અહીં મગજના જે હિસ્સાની વાત કરવામાં આવે છે તે મગજની મધ્યમાં આવેલો પેરિયાક્વેડિક્ટલ ભાગ છે અને અહીં જ આપણી પોતાની ઓપિયોઇડ સિસ્ટમ એટલે કે પીડા-મુક્ત કરતું તંત્ર આવેલું છે.

image source

જ્યારે તમે સંગીત સાંભળો છો, તમારા મગજનું જે આનંદ કેન્દ્ર છે તે જાગૃત થાય છે અને બ્રેઇનનાં ડોપામાઇન રસાયણનું સ્તર વધે છે. ડોપામાઈન એન્જોયમેન્ટ લાગણી અને પદાર્થ Pને ઉત્પન્ન કરે છે, જે પીડામાં રાહત આપે છે.
ઇમેજિંગ સ્કેન એ પણ દર્શાવે છે કે સંગીત મગજના તે વિસ્તાર કે જ્યાં એમિગ્ડાલા આવેલું હોય છે તેને રોકે છે. આ એમિગ્ડાલા નકારાત્મક લાગણીઓ જેમ કે માનસિક તાણ વિગેરે ઉત્પન્ન કરે છે. સંગીત તમને તમારી પીડાથી બેધ્યાન કરે છે. તે આનંદદાઈ હોય છે અને તેની કોઈ આડઅસર નથી હોતી. માટે સંગીત નહીં સાંભળવા માટે કોઈ જ વ્યાજબી કારણ નથી હોતું. હકીકતમાં તો તે સ્વ-ધ્યાનનું કામ કરે છે. જેવી રીતે તમે ધ્યાનમાં બેસીને ઉંડા શ્વાસ લઈ રીલેક્સ થાઓ છો તેવું જ સંગીત સાંભળતી વખતે થાય છે.

પીડાથી રાહત મેળવવા માટે ધીમા તરંગોવાળુ સંગીત યોગ્ય.

image source

ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સીટી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે શાસ્ત્રીય સંગીતને જુના સંધિવાના દુખાવામાં અસરકારક માનવામાં આવ્યું છે. તે સાંભળનારને ડિસ્ટ્રેક્ટ કરે છે અને તેની પીડા તેમજ માનસિક તાણના સ્તરમાં ઘટાડો કરે છે.
મ્યુઝિક થેરાપિસ્ટ્સને પણ સાંભળનારના શ્વસનમાં એક પ્રકારની સ્થીર પેટર્ન જોવા મળી છે. તેઓએ જોયું છે કે હૃદયના સ્નાયુઓ મ્યુઝિકની લય સાથે તાલ બેસાડે છે. જ્યારે શાસ્ત્રીય સંગીતની રીધમ સરેરાશ હાર્ટબીટને લયબદ્ધ કરે છે – દર મિનિટે લગભગ 70 બીટ – તેનો શાંતિ આપતો ધ્વની વાસ્તવમાં ઝડપથી થતાં હૃદયના ધબકારાને ધીમા પાડવામાં મદદ કરે છે.

સંધિવાના દુઃખાવામાં સંગીત

image source

પણ દરેક પ્રકારનું સંગીત મદદરૂપ નથી થતું; ઝડપી સંગીત વાસ્તવમાં તમારા ચેતાતંત્રને ફરતું કરે છે. તમારી પીડા ઘટવાની બદલે ઝડપી સંગીત સાંભળવાથી વધી શકે છે. જ્યારે તમે સંગીત સાંભળી રહ્યા હોવ ત્યારે, તમારે તમારા શ્વાસોચ્છ્વાસ અને હૃદયના ધબકારા પર કેન્દ્રિત થવું જોઈએ. જો તમારા હૃદયના ધબકારા શાંત હશે તો સમજવું કે તે સંગીતની અસર ઠંડક આપનારી છે અને તેનાથી તમારી માનસિકતાણ પણ દૂર થશે. જો તમે તમારી પીડાથી બેધ્યાન થવા માગતા હોવ તો તમારે સતત ઉતાર ચડાવવાળુ સંગીત ન સાંભળવું જોઈએ. તેના માટે તમારે જાતે જ તમારું સંગીત પસંદ કરવું જોઈએ. જ્યારે જ્યારે તમને સંધીવાની પીડા ઉપડે ત્યારે તે જ સંગીતને તમારે સાંભળવું જોઈએ અને તેને હંમેશા હાથવગુ રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત