શું તમને ખ્યાલ છે ઓક્સીમીટર વાપરવાની સાચી રીત? જાણી લો નહિં તો એક જ ઝાટકે બગડી જશે

મિત્રો, હાલ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ આપણા જીવનને સાવ અસ્ત-વ્યસ્ત કરી નાખ્યુ છે. આ બીમારીના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ઘણા લોકોએ પોતાના સ્વજનોથી વિખૂટું પડવું પડ્યું છે તો ઘણા લોકોએ પોતાનો રોજગાર પણ ગુમાવ્યો છે અને હાલ હજુ પણ આ બીમારીનો કહેર યથાવત છે. આ બીમારી હજુ પણ ક્યારે જશે તેનો કોઈ નિશ્ચિત સમયકાળ દેખાઈ રહ્યો નથી.

image source

આ કોરોના વાયરસ જ્યારથી શરુ થયો છે ત્યારથી જ અમુક વસ્તુઓ આપણા જીવનનો ભાગ બની ચુકી છે. જેમા મુખ્યત્વે માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ થાય છે. હાલ, કોરોનાની બીજી લહેરમા પલ્સ ઓક્સિમીટર પણ એક વધુ વપરાયેલ ઉપકરણ બની ચુક્યુ છે. લોકો ઓક્સિજનનું સ્તર ઓછું છે કે વધુ છે તે શોધવા માટે તેને ઓનલાઇન ખરીદી રહ્યા છે.

image source

આ કોરોનાના સમયગાળામા પલ્સ ઓક્સિમીટરની ખુબ જ ભારે માંગ ઉઠી છે. હાલ, બજારમા તમને ૬૦૦ રૂપિયાથી માંડીને ૩૫,૦૦૦ રૂપિયા સુધીમા આ ઓક્સીમીટર મળી રહેશે. જો તમે પલ્સ ઓક્સિમીટરની પ્રીમિયમ બ્રાન્ડ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારે તેના માટે વધારે રૂપિયા પણ ચૂકવવા પડી શકે.

image source

જો કે, આપણે ત્યા હજુ એવા ઘણા લોકો છે જેમને હજી સુધી તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે સમજાતુ નથી અને ખોટા વાંચનને કારણે ઉતાવળમા જો કોઈ નિર્ણય તે લે તો તે અસ્વસ્થ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશુ કે, ઓક્સિમીટરનો ઉપયોગ કેવી રીતે કરવો યોગ્ય ગણાય છે?

જ્યારે તમારે તમારા લોહી કે ઓક્સિજનનું સ્તર માપવુ હોય તે પહેલા લગભગ ૧૫ મિનિટ સુધી કઈપણ ના કરો. હવે તમે આરામથી સૂઈ જાવ અને એકદમ ઊંડો શ્વાસ લો જેથી તે યોગ્ય પરિણામ આપી શકે. હવે તમારા કોઈપણ હાથની આંગળીમા તમે ઓક્સિમીટર લગાવો અને હાથ બિલકુલ હલાવશો નહી.

image source

જ્યા સુધી કોઈ અંતિમ પરિણામ ના આવે ત્યા સુધી ઓક્સિમીટર વાંચનને યોગ્ય ન ગણો. જો તમને લાગે કે તમારું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યુ છે, તો તમે ડોક્ટર પાસે જઈને તેની સલાહ લઇ શકો છો. હાલ, લોકો આવા આધુનિક યંત્રોની મદદથી પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત છે કે નહિ, તે જાણવા માટે મથે છે

image source

પરંતુ, જો જોવા જઈએ તો આ યંત્રો સો એ સો ટકા સાચા હોય તેની શક્યતા ખુબ જ ઓછી છે માટે જો શક્ય બને તો સ્વાસ્થ્ય કથળે ત્યારે દાકતર પાસે જઈને તેમની યોગ્ય સલાહ લઈને ત્યારબાદ જ કોઈ પગલું હાથ ધરવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત