સુંદર દેખાવ માટે ક્યારેય ન દૂર કરવા નાકના વાળ, નાકના વાળ દૂર કરવાથી થાય છે ગંભીર સમસ્યા

ફેશનની આ દુનિયામાં લોકો સુંદર દેખાવા માટે નિતનવા અખતરા કરતાં હોય છે. માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ ફેશનની વાતમાં હવે તો પાછળ નથી. સ્ત્રીઓને જેટલો શોખ સુંદર દેખાવાનો હોય છે તેટલો જ શોખ હવે પુરુષોમાં જોવા મળે છે. પરંતુ આ ફેશનની ઘેલછામાં ક્યારેક લોકો એવા જોખમભર્યા કામ કરી લેતા હોય છે જે સુંદરતા આપવા કરતાં વધારે જોખમ ઊભું કરી દે છે. ફેશનેબલ દેખાવા માટે કરવામાં આવતા કામ ક્યારેક જીવલેણ સાબિત થાય છે.

image source

આવું જ એક જોખમભર્યું કામ છે નાકના વાળ કાપવા. યુવકીઓ સુંદર દેખાવા માટે ઘણા રીસ્ક લઈ લેતી હોય છે. તેના માટે તેને દુખાવો પણ તે સહન કરી લેતી હોય છે. સૌથી વધુ તકલીફ થાય છે શરીરના નાજુક અંગો પરથી વાળ દૂર કરવામાં. યુવતીઓ નિયમિત રીતે વાળ હટાવવા વેક્સિંગ, થ્રેડિંગ કરાવતી હોય છે. હાથ, પગ, ચહેરા, અંડર આર્મ્સ, પ્રાઈવેટ પાર્ટ પરથી વાળ દૂર કરવા એ તો સામાન્ય વાત છે. પરંતુ કેટલીક યુવતી નાકના વાળ પણ કાપતી હોય છે. આમ કરવાનો પ્રયત્ન કરવો પણ જોખમી સાબિત થાય છે.

image source

નાકના વાળ કાપવા તે સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ગણાય છે. નાકના વાળ દૂર કરવાથી શરીરમાં બીમારીઓ ઘર કરી શકે છે. એટલે કે જો તમે નાકના વાળ ફેશન માટે કાપો છો તો તેની સાથે તમે સીધું આમંત્રણ આપો છો બીમારીઓને.

નાકના વાળ સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. તેવામાં તેને દૂર કરવામાં આવે તો નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ નાકના વાળ કાપવાથી સ્વાસ્થને કેટલા નુકસાન થાય છે.

image source

જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વ્યક્તિના નાકના વાળ પણ વધે છે. ઘણા લોકોને નાકના વાળ બહાર પણ આવતા હોય છે. આવામાં લોકો તે વાળ કાપી નાખતા હોય છે. નાકની અંદરના વાળ એક રક્ષા પ્રણાલી છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજનની સાથે કેટલીક ગંદકી પણ શરીરમાં આવે છે. આ ગંદકીને નાકના વાળ રોકી લે છે.

image source

નાકમાં વાળ હોવાથી બેક્ટેરિયા, ધૂળ અને ગંદકી શરીરમાં જતી નથી અને અટકી જાય છે. જેના કારણે આપણે શ્વાસ સંબંધિત બીમારીથી બચી જઈએ છીએ. વર્ષ 2011માં થયેલી એક સ્ટડી અનુસાર જે લોકોના નાકમાં વાળ ઓછા હોય છે કે નથી હોતા તેમને અસ્થમા જેવી બીમારી થવાની સંભાવના વધી જાય છે. નાકના વાળ ઓક્સિજનને ફિલ્ટર કરી ફેફસા સુધી પહોંચાડે છે.

જો નાકના વાળ તોડવામાં આવે તો હેર ફોલિકલ ખુલી જાય છે અને શરીરમાં ધૂળ સહિતની ગંદકી પ્રવેશી જાય છે જે શરીરને અંદરથી નુકસાન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત