ભોજન બનાવતી વખતે છેલ્લે નાખો, આ બીમારીઓથી રહેશો દૂર

મીઠું આપણા ભોજનનું જરૂરી અને ઉપયોગી તત્ત્વ છે. આ ઉપરાંત તે ભોજનના સ્વાદમાં પણ વધારો કરે છે. મીઠા વગર ભોજનનો સ્વાદ મોળો અને બેસ્વાદ લાગે છે. મીઠાના અનેક પ્રકાર હોય છે, જેવાં કે સિંધવ મીઠું, કાળું મીઠું, સાંભર મીઠું અને હાલમાં વધારે પડતું વપરાતું આયોડિન યુક્ત મીઠું. ભોજનમાં મોટા ભાગે આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઔષધ વગેરેમાં સિંધવ મીઠું વપરાય છે. સિંધવ મીઠું શુદ્ધ, પચવામાં હલકું અને સ્વાદિષ્ટ હોય છે. તે ગળાના દુખાવામાં, સોજો આવ્યો હોય, ઉધરસ થઈ હોય, અનિદ્રાની બીમારી હોય, તાવ આવ્યો હોય તેમજ બ્લડપ્રેશર જેવી બીમારીઓમાં ઘણું લાભકારક છે. સિંધવ મીઠું શરીરને હુષ્ટ-પુષ્ટ અને મજબૂત બનાવે છે.શરીરમાં મીઠાનું વધુ પ્રમાણ સ્વાસ્થ્ય માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. આ હાઇ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. એટલા માટે હાઇપરટેન્શનના દર્દીઓએ સાવધાની સાથે તેનો ઉપયોગ કરવો જોઇએ. આટલું જ નહીં. મીઠું કિડની સાથે સંકળાયેલ કેટલાય પ્રકારના રોગોનું પણ કારણ બની શકે છે. કેટલાક અભ્યાસ અનુસાર, મીઠાથી ઇમ્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે.

બિમારીઓથી બચવા મીઠાનો આ રીતે કરો ઉપયોગ

image soucre

જો તમે પણ ભોજનમાં વધારે મીઠાનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો અથવા વધારે નમકીન ખાઓ છો તો સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ભોજનમાં મીઠાનાં પ્રમાણને કંટ્રોલ કરવામાં કેટલાક સારા ઉપાય જણાવવામાં આવ્યા છે. હાઇ બ્લડ પ્રેશર અથવા કિડનીના બીમારીથી બચવા માટે આ ખૂબ જ અસરકારક હોઇ શકે છે.

image source

ભોજનમાં મીઠાનો વધારે ઉપયોગ કરવાની જગ્યાએ સીઝનમાં મળતાં બીજા વિકલ્પ શોધો. તમે મીઠાની જગ્યાએ લેમન પાઉડર, આમચૂર પાઉડર, અજમો, બ્લેક પેપર, ઑરેગાનોના પાંદડાંનો ઉપયોગ કરી શકો છો.

ભોજન બનાવતી વખતે છેલ્લે મીઠુ નાખવાના ફાયદા

image source

FSSAIએ પોતાની ટ્વીટમાં લખ્યું, ‘ભોજન બનાવતી વખતે વચ્ચે મીઠું નાંખવાની જગ્યાએ, છેલ્લે મીઠું નાંખો. આ રીતે તમે રસોઇ કરતી વખતે ઓછા મીઠાનો ઉપયોગ કરશો.’ મોટાભાગે લોકો લંચ-ડિનરમાં જમવાની સાથે પાપડ, અથાણું, સોસ, ચટણી અથવા નમકીન ખાવાનું ક્યારેય નથી ભૂલતાં. આ વસ્તુઓમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. આ સ્વાદ તો વધારી આપે છે પરંતુ બ્લડ પ્રેશર માટે જોખમી છે. એટલા માટે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. કેટલાક લોકો શાકભાજીઓ ઉપરાંત પણ ખાવાની કેટલીય વસ્તુઓમાં મીઠું નાંખતા હોય છે. ચોખા, ઢોંસા, રોટલી, પૂરી અથવા સલાડને મીઠું નાંખ્યા વગર પણ ખાઇ શકાય છે. આ વસ્તુઓમાં મીઠું નાંખવાથી તેની નેચરલ મિઠાસ ઓછી થઇ જાય છે.

તેના બીજા કેટલાક ઔષધિ પ્રયોગ કંઈક આ પ્રમાણે છે.

આવશ્યક માત્રામાં ભોજનમાં મીઠું લેવાથી શરીર મજબૂત, નીરોગી અને સ્વસ્થ રહે છે.

image soucre

સામાન્ય ગરમ પાણીમાં મીઠું નાંખીને પગ ધોવાથી સોજો આવ્યો હોય તો રાહત મળે છે.

રાત્રિના સમયે મીઠું ભેળવેલા સામાન્ય ગરમ પાણીમાં થોડીવાર માટે પગ ડુબાડીને રાખવા અને ત્યારબાદ રૂમાલથી લૂછીને સૂવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે.

સિંધવ મીઠાને ચૂસવાથી કફ ઓગળીને બહાર નીકળી જાય છે અને ઉધરસમાં રાહત મળે છે.

image source

મીઠું ભેળવેલા નવશેકા ગરમ પાણીના કોગળા કરવાથી ગળાના સોજામાં રાહત મળે છે અને ટોન્સિલમાં પણ રાહત મળે છે.

જો કોઈ ઝેરી કિડો કરડી જાય તો પાણીમાં મીઠું ભેળવીને તે સ્થાન પર લગાવવાથી ઝેર ચડતું નથી અને દુખાવો પણ ઓછો થાય છે.

અધાશીશીનો દુખાવો રહેતો હોય તો અડધી ચમચી મધમાં અડધી ચમચી મીઠું ભેળવીને ચાટવું, દુખાવામાં રાહત મળે છે.

તાવ આવ્યો હોય તો એક કપ પાણીમાં થોડું મીઠું નાંખીને ઉકાળો અને પીવો. ત્યારબાદ ઓઢીને સૂઈ જાવ. થોડીવારમાં પરસેવો થવા લાગશે અને તાવ ધીરેધીરે ઉતરવા લાગશે.

image source

પેટમાં દુખાવો થતો હોય તેમજ ગેસ થયો હોય ત્યારે મીઠાની ગોળી બનાવીને તેને ગરમ કરીને ચૂસો દુખાવામાં રાહત મળશે.

આવશ્યક પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી બ્લડપ્રેશરમાં રાહત મળે છે.

ખાંડેલા મીઠામાં થોડું સરસવનું તેલ નાંખી આંગળી વડે ધીરેધીરે દાંત પર ઘસવાથી દાંત મોતી જેવા ચમકવા લાગશે.

image soucre

સવારે ગરમ પાણીમાં મીઠું અને લીંબુ ભેળવીને પ્રાતઃકાળે પીવાથી કબજિયાત દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત