જો તમે વજનને ઘટાડવાની સાથે કોરોનામાં ઈમ્યુનિટી પણ જાળવી રાખવા ઈચ્છો છો તો નારંગી કરે છે તમારી મદદ, જાણો ઉપાયો

જ્યારે પણ તમે કોઈ પણ ફ્રૂટ ખાઓ છો તો તેના અનેક ગણા ફાયદા તમને સરળતાથી મળી રહે છે. આવું એક ફ્રૂટ નારંગી પણ છે. નારંગી એક સરદાર ફળ છે. તેમાં અનેક પોષક તત્વો હોય છે. નારંગીમાં વિટામીન અને મિનરલ્સ, બીટા કેરોટિન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે. આ વિટામિન સીથી ભરપૂર હોય છે. નારંગીના અનેક સ્વાસ્થ્ય લાભ પણ જોવા મળે છે. આ વજન ઘટાડવામાં સરળતાથી તમારી મદદ કરી શકે છે. નારંગી ઇમ્યુનિટી વધારે છે, તેમાં એન્ટીવાયરલ, એન્ટી માઈક્રોબોયલ અને એન્ચી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. આ એક નહીં પણ અનેક ક્રોનિકલ બીમારીની સારવારમાં મદદ કરી શકે છે. પણ શું તમે જાણો છો કે નારંગી ખાવાથી શું ફાયદા મળે છે અને કઈ બીમારીઓમાં તે મદદ પણ કરી શકે છે.

જાણો નારંગીની મદદથી થતા સ્વાસ્થ્ય લાભને વિશે પણ

વજન ઘટાડવામાં કરે છે મદદ

image source

નારંગી એટલે કે સંતરામાં ફાઈબર હોય છે. તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. નારંગીમાં રહેલા ફાઈબર તમારું પેટ ભરેલું રાખે છે અને સાથે તમારી ખાવાની કેપેસિટીને પણ ઓછી કરે છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોવાથી તમારી હેલ્થ માટે સારું રહે છે. તેનું સેવન તમે ચાટ, જ્યૂસ કે ફ્રૂટની જેમ ખાઈને પણ કરી શકો છો.

ત્વચાની ઉંમર વધવાથી રોકે છે

image source

નારંગીમાંથી ભરપૂર પ્રમાણમાં ઓર્ગેનિક એસિડ, વિટામિન, મિનરલ્સ, વિટામીન સી અને ફ્લેવોનોઈડ્સ હોય છે. આ તમારી સ્કીનને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. આ સ્કીને હાઈડ્રેટેડ રાખે છે અને સાથે કોલેજનના ઉત્પાદનમાં પણ વધારો લાવી શકે છે.

બ્લડ પ્રેશરને પણ કરે છે કંટ્રોલમાં

image source

નારંગીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ મળી રહે છે. આ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવામાં પણ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલને સરળતાથી ઘટાડે છે

નારંગીનો જ્યુસ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. નારંગી ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબર લીવર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

હ્રદયને રાખે છે સ્વસ્થ

image source

તેમાં વિટામીન સીનું પ્રમાણ અન્ય ફળ કરતા વધારે હોય છે. આ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે અને સાથે હ્રદય રોગને રોકવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન સી લોહીને જામવાથી રોકવામાં મદદ કરે છે. આ દિલની બીમારીના જોખમને ઘટાડે છે. નારંગીમાં પોટેશિયમ બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે હ્રદય રોગના જોખમને પણ ઘટાડે છે.

ઈમ્યુનિટી વધારવામાં કરે છે મદદ

image source

નારંગી વિટામિન સીથી ભરપૂર હોય છે. તે પોષક તત્વો ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આ ફળોમાં ફોલેટ અને કોપર જેવા અન્ય અનેક આવશ્યક પોષક તત્વો હોય છે જે તમારી ઇમ્યુનિટીને ઝડપથી વધારવામાં મદદ કરી શકે છે.

કિડનીમાં પથરીને રોકવામાં કરશે મદદ

image source

સાઈટ્રેટની ખામીથી કિડનીની પથરી થાય તે શક્ય છે. નારંગી સાઈટ્રેટના લેવલને વધારવામાં મદદ કરે છે. તેનાથી કિડનીની પથરીના ખતરાને ઘટાડી શકાય છે. નારંગીમાં કેલ્શિયમ હોય છે જે પથરીને રોકવામાં મદદ કરી શકે છે.