ચહેરા પર કુદરતી રીતે ગ્લો લાવવા ફોલો કરો આ 4 બ્યુટી ટિપ્સ, નહિં જરૂર પડે ક્યારે ફેસિયલ કરાવવાની…

ત્વચાને સુંદર રાખવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.રાત્રે સુતા પહેલા થોડીક બ્યુટી ટીપ્સ અપનાવવાથી ચહેરો સુધરે છે.જો તમને પણ ગ્લોઇંગ અને સ્વસ્થ ત્વચા જોઈએ છે,તો પછી તમે રાત્રે સુતા પહેલા અહીં જણાવેલી બ્યુટી ટીપ્સ જરૂરથી અપનાવો.આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તંદુરસ્ત ત્વચા મેળવવા માટે સૂતા પહેલા તમારે કઈ બ્યુટી ટીપ્સ અજમાવવી જોઈએ.સામાન્ય રીતે કેટલીક મહિલાઓ દિવસ દરમિયાન તેમની ત્વચાની સંપૂર્ણ કાળજી લે છે,પરંતુ રાત્રે સૂતા પહેલા ત્વચાની સંભાળ રાખતા નથી.ત્વચાને સ્વસ્થ રાખવા માટે રાત્રે સૂતા પહેલા ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.

શુધ્ધ પાણીથી ચહેરો ધોઈ લો

image source

રાત્રે સુતા પહેલા ચહેરાને શુધ્ધ પાણીથી ધોવો જોઈએ.દરરોજ સુતા પહેલા સ્વચ્છ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો સુધરવા લાગે છે.ત્વચાની અશુદ્ધિઓ દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.

હર્બલ ફેસ માસ્કનો ઉપયોગ કરો

image source

રાત્રે સૂતા પહેલા ચેહરા પર હર્બલ ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.હર્બલ ફેસ માસ્ક ત્વચાને સ્વસ્થ રાખવા માટે મદદગાર છે.ઉનાળાની ઋતુમાં તમે ચહેરા પર મુલતાની માંટ્ટી,કાકડી અથવા ચંદનનો પાઉડર લગાવી શકો છો.ત્વચાને સ્વસ્થ રાખવા માટે હર્બલ ફેસ માસ્કનો ઉપયોગ કરો.
આંખોની સંભાળ રાખો

image source

ઊંઘતા પહેલા રાત્રે આંખોની આસપાસ ક્રીમ લગાવો અને આંખોમાં ટીપા પણ નાખો.આંખોની આસપાસ ક્રીમ લગાવવાથી ફોલ્લીઓ અને કરચલીઓ દૂર થઈ શકે છે.આંખના ટીપાં નાખતા પેહલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખો

image source

રાત્રે સૂતા પહેલા ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં.દરરોજ સુતા પહેલા આખા શરીરમાં ક્રીમ,લોશન અથવા નાળિયેર તેલ લગાવો.આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી ઊંઘમાં પણ ત્વચા મોઇશ્ચરાઇઝ થશે.

વાળની મસાજ કરવી પણ જરૂરી છે

image source

ચેહરા સાથે વાળની કાળજી લેવી પણ જરૂરી છે,કારણ કે જો તમે વાળની મસાજ કરશો તો તમને સારી ઊંઘ આવશે અને તમારી ઊંઘ પણ પુરી થશે.પુરી ઊંઘ થવાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે.જેના કારણે ત્વચામાં કોઈ ફોલ્લીઓ અથવા કળચલીઓં આવશે નહીં.

દૂધ અને ગુલાબજળ

image source

દૂધ ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવાનું કામ કરે છે.શુષ્ક ત્વચાવાળા લોકો માટે મિલ્ક નાઈટ ક્રીમ ખૂબ ફાયદાકારક છે.આ ત્વચાને નરમ અને શુષ્ક બનાવે છે.આ ક્રીમ બનાવવા માટે અડધી ચમચી ગુલાબ જળ, અડધી ચમચી ઓલિવ તેલ અને અડધી ચમચી ગ્લિસરિનને બરાબર મિક્સ કરો.આ મિશ્રણને સુતા પહેલા ચહેરા પર લગાવો.

ઓલિવ તેલ અને એપલ સાઇડર વિનેગર

image source

ઓલિવ તેલ પણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તેનાથી બનેલી નાઈટ ક્રીમ તમારી ત્વચાને નરમ અને ગ્લોઈંગ રાખે છે.ઓલિવ ઓઇલ નાઈટ ક્રીમ બનાવવા માટે, 1/4 કપ વિનેગર અને 1/4 કપ પાણીને અડધો કપ અને ઓલિવ તેલ ઉમેરો.આ ક્રીમથી સૂતા પહેલા દરરોજ ચહેરાની માલિશ કરો.આ ત્વચાને નરમ અને ગ્લોઈંગ બનાવશે.

સફરજન અને ઓલિવ તેલ

image source

સંવેદનશીલ ત્વચા માટે સફરજન નાઇટ ક્રીમ ખૂબ ફાયદાકારક છે.તેને બનાવવા માટે 1 સફરજન છીણી લો અને તેમાં 1 ચમચી ઓલિવ તેલ અને 2 ચમચી ગુલાબજળ ભેળવીને એક પેસ્ટ બનાવો.રાત્રે સૂતા પહેલા દરરોજ આ ક્રીમ લગાવવાથી ચહેરો સુધરે છે.

બદામ તેલ અને ઓલિવ તેલ

image source

એક ચમચી ઓલિવ તેલ અને એક ચમચી બદામનું તેલ મિક્સ કરીને દરરોજ ચહેરા પર લગાવો.સૂતા પહેલા આ તેલથી તમારા ચેહરાની હળવા હાથથી માલિશ કરવાથી કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા નરમ બને છે.

સફરજન અને ગુલાબજળ

image source

ચમકતી ત્વચા માટે આ નાઇટ ક્રીમ ખૂબ ઉપયોગી છે.તેને બનાવવા માટે સફરજનના નાના ટુકડા કરી લો અને ત્યારબાદ તેમાં ઓલિવ તેલ નાખી મિક્સરમાં ગ્રાઇન્ડ કરો.ત્યારબાદ એક કપમાં ચોથા ભાગમાં ગુલાબજળ લો અને આ મિશ્રણમા ગુલાબજળ મિક્સ કરો.ત્યારબાદ આ મિક્ષણને થોડું ગરમ ​​કરો જેથી બધું બરાબર ભળી જાય.પણ ધ્યાનમાં રાખો કે આ મિક્ષણને લાંબા સમય સુધી ગરમ કરવું નહીં,થોડું ગરમ કરીને તરત જ ગેસ પરથી નીચે ઉતારી તેને ઠંડુ થવા દો.ત્યારબાદ તેને બોટલમાં ભરી ફ્રિજમાં રાખો.આ ક્રીમથી દરરોજ રાત્રે સુતા પહેલા ચહેરા અને ગળાની માલિશ કરો,તેને લગાવવાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઈંગ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત