પાવાગઢમાં PM મોદીએ ‘5 શતાબ્દી બાદ ધ્વજા લહેરાવી અને કહ્યું-સદીઓ-યુગ બદલાય પણ આસ્થા ન બદલાય

પ્રધાનમંત્રી આજે સવારના દિવસે તેમની માતાને મળ્યા પછી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચી ગયા છે. જ્યાં તેમણે મહાકાળી માતાના દર્શન કરીને તેઓ વિકાસ કામોનુ લોકાર્પણ કર્યું અને ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમણે પૂજા અર્ચના પણ કરી હતી. તે પછી પ્રધાન મંત્રીના હસ્તે ધ્વજારોહણ પણ કરવામા આવ્યુ હતુ.

PM મોદીએ કર્યું સંબોધન :

૫ શતાબ્દી સુધી માં મહાકાળીના શિખર પર ધ્વજા નહોતી ફરકી, તે આજે લહેરી રહી છે, આ વાત પ્રેરણા આપે છે. આજે સદીઓ બાદ મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમા આપણી સામે છે. પાવાગઢ, સાપુતારા અને અંબાજી આ રોપ વેથી જોડવામાં આવી રહ્યા છે. પંચમહાલમા પર્યટનની સંભાવનાની સાથે યુવાનોને રોજગારનો મળશે. કલા અને સાંસ્કતિક વિરાસતને એક નવી જ ઓળખ મળશે.

પાવાગઢમાં PM મોદીએ સંબોધન કર્યું હતું.
image sours

ગર્ભગૃહને યથાવત્ રાખીને આખું નવું મંદિર :
પાવાગઢની ટોચ પર માતાજીના આ મંદિરનો પૂરો કાયાકલ્પ કરાયો છે. ગર્ભગૃહ પછી કરતા આખુ મંદિર નવેસરથી જ બનાવાયું છે. પહેલા મંદિરની પાછળ દરગાહ હતી તેને સમજાવટથી સર્વસંમતિ સાથે જ ખસેડવામા આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતા ૨૦૦૦ લોકો એકસાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી ૨૨૦૦ પગથિયા બનાવાયા છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી ૫૦૦ નવા પગથિયા બનાવ્યા છે. આવતા સમયમા પાવાગઢમાં યજ્ઞશાળાનુ નિર્માણ પણ કરવામાં આવશે. સાથે સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે મોટી લિફ્ટ પણ બનાવશે. સાથે સાથે જ આ મંદિરના આખા સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનુ પણ નિર્માણ કરવામાં આવશે.

રૂા.૨૧ હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવશે :
પ્રધાનમંત્રી વડોદરાના લેપ્રસી મેદાનમાં પહોચશે ત્યારે તેમનુ રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પ્રધાનમંત્રી સ્ટેજ પરથી રૂા.૨૧ હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનુ પણ તેઓ લોકાર્પણ અને ખાતમુર્હત કરશે.

મોદીએ પાવાગઢ મંદિરમાં દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.
image sours