પહેલીવાર પિરિયડ્સ સાથે જોડાયેલી આ વાતો દરેકે જાણવી ખૂબ જરૂરી, જાણો આની પાછળનું કારણ

દરેક છોકરીઓનો એ સમય જરૂર આવે છે,જયારે તેઓને પીરિયડ્સ આવવાની શરૂઆત થાય છે,ત્યારબાદ આ ક્રમ દર મહિને ચાલુ જ રહે છે.પરંતુ શું તમે જાણો છો કે પેહલી વાર જયારે તમે પીરિયડ્સમાં થાવ છો,ત્યારે તમારા સ્વાસ્થ્યને લગતા ઘણા રહસ્યો ખોલે છે.તો ચાલો તે રહસ્યો વિશે જાણીએ-

જયારે કોઈપણ છોકરીને 13 વર્ષની ઉંમરે પેહલીવાર પીરિયડ્સમાં આવે છે તેને હાર્ટ એટેક,હાયપરટેન્શન,હાર્ટ સ્ટ્રોકનું જોખમ ખૂબ ઓછું રહે છે.જ્યારે પ્રથમ પિરિયડ 10 વર્ષની ઉંમરે આવે છે,તેઓને હૃદયરોગનું જોખમ 27 ટકા સુધી રહે છે.

image source

જે છોકરીઓને 10 વર્ષની ઉંમરે અથવા તેની આસપાસ પિરિયડસ આવવાનું શરૂ થાય છે.તેઓને ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલીઓનું જોખમ પણ વધારે રહે છે.આ સમયમાં તેઓને પ્રિક્લેમ્પસિયાનું જોખમ રહે છે અને જો સારવાર ન કરવામાં આવે તો તે માતા અને બાળક બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

image source

પીરિયડ્સનો સીધો સંબંધ સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ સાથે રહેલો છે,જે સ્ત્રીઓને મોટી ઉમર પછી એટલે કે 18 વર્ષ પછી પીરિયડ્સ આવવાનું શરુ થાય છે,તેઓને રોગપ્રતિકારક શક્તિ ખુબ જ ઓછી રહે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન અન્ય મહિલાઓની તુલનામાં ઓછું હોય છે.

જાણો પીરિયડ્સના સમય પર કઈ વાતની કાળજી લેવી જોઈએ ?

image source

સૌથી પેહલા તો માતાની ફરજ આવે છે કે 9-10 વર્ષની ઉંમરે તેમની પુત્રીને આ વિશે જાણ કરવી જોઈએ.જેથી તે પીરિયડ શરૂ થાય તે પહેલાં તે અંગે જાગૃત હોય અને આવી સમસ્યામાં તે કોઈ તાણમાં ન આવે.તેને કહો કે આ એકદમ સામાન્ય પ્રક્રિયા છે અને તે જરૂરી છે.માતાએ પોતાની પુત્રીને તેની સ્કૂલ બેગમાં પેડ રાખવા માટે કેહવું જોઈએ.આ ઉપરાંત શાળાઓમાં શિક્ષકો પણ આ અંગે સંવેદનશીલ હોવા જોઈએ.શાળામાં પેડ્સ અને પેઇનકિલર્સ પણ હોવા જરૂરી છે.

જાણો પીરિયડ્સ દરમિયાન શું કરવું જોઈએ ?

1. સ્વચ્છ કપડા અથવા પેડનો ઉપયોગ કરો

image source

સૌથી મહત્વપૂર્ણ એ છે કે સ્વચ્છ કપડા અથવા પેડનો ઉપયોગ કરવો જોઈએ.જો તમે બજારમાંથી સેનિટરી પેડ ખરીદો છો,તો તેનાથી વધુ સારું કઈ જ નથી અને જો તમે કપડાનો ઉપયોગ કરો છો,તો હંમેશા કાળજી રાખો કે તે કપડું સ્વચ્છ હોય અને તમારે તેને બરાબર રીતે ધોઈને તડકામાં સુક્વવું જોઈએ.

2. પેડ દિવસમાં ઓછામાં ઓછા 3 વખત બદલો

image source

દિવસમાં ઓછામાં ઓછા 3 વખત કપડાં અથવા પેડ બદલો.જ્યારે પીરિયડ્સના શરૂઆતના દિવસોમાં લોહીનો પ્રવાહ વધારે હોય ત્યારે 4 વખત પેડ્સ બદલો.ઘણી વખત જોવા મળ્યું છે કે પીરિયડ્સના અંતિમ દિવસોમાં સ્ત્રીઓ આખો દિવસ એક જ પેડનો ઉપયોગ કરે છે,પરંતુ આ કરવાથી ખાનગી ભાગમાં અને તેની આસપાસ બેક્ટેરિયા થઈ શકે છે અને તે જગ્યામાં દુર્ગંધ પણ આવે છે.

3. ડાંસ અને ઝડપી વ્યાયામ ટાળો

image source

પીરિયડ્સના પ્રથમ 2-3 દિવસ માટે નૃત્ય અથવા વ્યાયામ કરવાનું ટાળો અને જો તમને કોઈ દુખાવો ન થાય,તો પછી તમે સામાન્ય ક્રિયાઓ કરી શકો છો,જેમ કે ગરદન,કાંડા,હાથ અને પગની ગતિ વગેરે.કપાલભાતિ અથવા પેટ અંદર અથવા બહાર કરવું અથવા બેસવાની મુદ્રામાં કોઈ વ્યાયામ ન કરવા જોઈએ અને તમારા શરીરને હળવું રાખવું જોઈએ.આ સમય દરમિયાન ધ્યાનમાં રેહવું એ વધુ સારું છે.તે કરવાથી તાણ ઘટે છે.

4. પેડનો યોગ્ય રીતે નિકાલ કરો

image source

હંમેશા તમારા પેડને ઘરે અથવા શાળા કે કોલેજમાં કાગળ અથવા જૂના છાપામાં લપેટીને પછી તેને પોલિથીનમાં નાખીને પછી જ ડસ્ટબિનમાં નાંખો.ખુલ્લામાં ક્યારેય પેડ ન ફેંકો,કારણ કે તેનાથી ઇન્ફેક્સન વધવાનું જોખમ રહે છે.તેવી જ રીતે તેને ગટરમાં પણ ન નાખો,કારણ કે તે ગટરમાં ફસાય શકે છે.વપરાયેલા કપડા અથવા પેડ ખુલ્લામાં સળગાવો નહીં,તે માટે તમે ઈન્સીનરેટરનો ઉપયોગ કરી શકો છો.આજના સમયમાં ઈન્સીનરેટરનું વલણ વધ્યું છે.તે એક ઇલેક્ટ્રિક મશીન છે જેમાં ઊંચા તાપમાને કચરો નાખવામાં આવે છે.તેનો ઉપયોગ કપડાં અથવા પેડ્સને બાળી નાખવા માટે પણ થાય છે અને તેનાથી પ્રદૂષણ પણ થતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત