મહિલાઓ પોતાની આ સ્વાસ્થ્ય સમસ્યાને લઈને હંમેશા સંકોચ અનુભવે છે – જે કોઈની સાથે શેર પણ નથી કરતી

જમાનો ગમે તેટલો આગળ વધી ગયો હોય તેમ છતાં મહિલાઓએ હજુ પણ ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડતો હોય છે. તેમના દેખાવ, તેમના પહેરવા ઓઢવા, તેમના શરીર તેમજ તેમની શારીરિક સમસ્યા આ બધા બાબતે મહિલાઓ હંમેશા બીજાઓ સાથે ખુલીને વાત નથી કરી શકતી. મહિલાઓ પોતે કેટલીક એવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થતી હોય છે જેને તે કોઈની સાથે શેર કરતાં ખૂબ સંકોચ અનુભવતી હોય છે.

image source

ખાસ કરીને પિરિયડ્સ કે જે મહિલાઓના જીવનનો મહત્ત્વનો ભાગ છે તેને લઈને તેણી ઘણી સંકુચીત રહે છે. કારણ કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને આ બાબતને લઈને તે કોઈની સાથે વાત કરતા ખચકાટ અનુભવતી હોય છે. માત્ર પિરિયડ્સ જ નહીં પણ બીજા પણ કેટલાક એવા પર્સનલ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય છે જેમાંથી મહિલાઓએ પસાર થવું પડે છે અને તે અંગે તે ખુલીને કોઈની સાથે વાત પણ નથી કરી શકતી. તો ચાલો આજે એ જ સમસ્યાઓ વિષે તમને જણાવીએ.

વેજાઈનામાંથી દૂર્ગંધ આવવી.

image source

વેજાઈનામાં પીએચ સ્તર અસંતુલીત હોવાના કારણે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા વધી જાય ચે, જેના કારણે ગંધ આવવા લાગે છે. મહિલાઓ પોતાની આ સમસ્યાને સામાન્ય રીતે ગંભીરતાથી નથી લેતી હોતી, જેના કારણે તેમનામાં એસટીઆઈ અને ગર્ભપાતનું જોખમ પણ વધી જાય છે. અને આ સમસ્યા વિષે તેણી મૌન જ રહે છે, કોઈને તેના વિષે નથી જણાવતી.

નિપલ્સમાં પરિવર્તન આવવું

image source

નિપલ્સમાં પરિવર્તન આવવું તે કેન્સર જેવી ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે, પણ મહિલાઓ પોતાના આ પ્રોબ્લેમ વિષે કોઈની પણ સાથે વાત નથી કરતી. જો નિપલમાં કોઈ પણ પ્રકારનું પરીવર્તન આવે જેમ કે, તેનો આકાર, અલ્સર, રંગ, વાહાઇટ ડિસ્ચાર્જ કે પછી ગાંઠ દેખાય તો તરત જ ડોક્ટર પાસે તેનો ચેકઅપ કરાવી લેવો જોઈએ.

અત્યંત પરસેવો આવ્યા કરવો

image source

પરસેવો આવવો સામાન્ય વાત છે પણ જ્યારે તમને એક હદ કરતા વધારે પરસેવો આવે તો તે તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મહિલાઓને વધારે પરસેવો આવવો અથવા વધારે દૂર્ગંધ આવવી તે હાઇપરહિડ્રોસિસનો સંકેત છે. માટે આ સમસ્યાને કોઈની સાથે શેર કરીને મેડિકલ ચેકઅપ કરાવો અને તેનો યોગ્ય ઉપચાર કરવો જરૂરી છે અને આ સમસ્યા કોઈની સાથે શેર પણ કરવી જોઈએ.

image source

કબજીયાત વિગેરેની સમસ્યા
આ બાબતે પણ મહિલાઓ ખુલીને વાત નથી કરતી. પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ આ સમસ્યા રહે છે અને ઘણાખરા પુરુષો પણ આ વિષે વાત કરવાનુ પસંદ નથી કરતા. પણ પોટી કરતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યા થવી, જેમ કે પીડા થવી, મ્યૂકસ અથવા લોહી આવવું તે પાચન તંત્ર ખરાબ હોવા તરફ ઈશારો કરે છે. માટે તમારી આ સમસ્યાને દૂર કરવા માટે તમારે ડોક્ટરનો નિઃસંકોચ સંપર્ક કરવો જોઈએ.

યૌન ઇચ્છાનો અભાવ

image source

આ ટોપિક પર વાત કરવાનું તો મહિલાઓ જરા પણ પસંદ નથી કરતી. મેડિકલ ભાષામાં આ સમસ્યાને હાઇપોએક્ટિવ યૌન ઇચ્છા વિકાર એટલે કે એચએસડીડી કહે છે. મેનોપોઝથી પિડિત મહિલાઓમાં યૌન ઇચ્છાનો અભાવ હોવો સામાન્ય વાત છે પણ ઘણીવાર આ સમસ્યા હોર્મોનલ અસંતુલનના કારણે પણ હોઈ શકે છે. માટે આ વાતને છૂપાવ્યા વગર ડોક્ટર સાથે તે વિષે વાત કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,