રોજબરોજના જીવનમા લાવો આ પાંચ પ્રકારના આવશ્યક પરિવર્તન, સરળતાથી બુસ્ટ કરશે તમારી ઈમ્યુન સીસ્ટમ

આપણે આપના શરીરનું સારી રીતે ધ્યાન રાખવા માટે આપણે આપની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર પડે છે. આનાથી આપણે ઘણી બીમારી અને સંક્રમણથી બચી શકીએ છીએ. આ સિવાય ઘણી બીમારી થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આનાથી આપણે કોરોના જેવી ઘણી ગંભીર અને જીવલેણ બીમારીથી બચી શકીએ છીએ. તેના માટે તમારે તમારા રોજિંદા જીવનમાં થોડા અપરિવર્તન કરવાની જરૂર રહેશે. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે આજે આપણે જાણીએ કે આપની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય છે અને કેવી રીતે અનેક બીમારીથી પણ બચી શકાય છે.

આ વસ્તુને આહારમાં સામેલ કરવી જોઈએ :

image soucre

આપણે આપના શરીરને તંદુરસ્ત રાખવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે સારો અને પૌષ્ટિક આહાર લેવાની જરૂર રહે છે. તેના માટે આપણે તાજો અને વિટામીન સી વાળા ફાળો ખાવા જોઈએ. આ સિવાય આપણે શાકભાજી, સૂકા મેવા, ચિયાબીજ, ડેરી ઉત્પાદન, કઠોળ વગેરેનું સેવન કરવું જોઈએ. આનું સેવન કરવાથી આપણને વિટામિન, ફાઈબર, આયર્ન અને એન્ટી ઓક્સિડંટ જેવા ગુણ રહેલા હોય છે. આનાથી આપની પાચન શક્તિમાં સુધારો થાય છે. તેનાથી આપણને રોગો સામે રક્ષણ મળે છે. આવી સ્થિતિમાં આપણને વાતાવરણ બદલવાથી થતી બીમારી થવાનું કોઈ જોખમ રહેતું નથી.

આપનું શરીરા હાઈડ્રેટ રાખવું જોઈએ :

image soucre

આપણે તેના માટે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જોઈએ તેનાથી આપની પાચન શક્તિ મજબૂત રહે છે. તેનાથી આપના શરીરમાં રહેલ ગંદકી બહાર નીકળી જાય છે. તેની સાથે આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાથી આપણને હ્રદય, મગજ અને કિડનીને લગતી અનેક બીમારીથી બચી શકાય છે. આ અંગો સારી રીતે કામ કરે છે. પરંતુ જ્યારે આપના શરીરમાં પાણીની કમી હોય ત્યારે આપણે આપણને ઘણી બીમારી થવાનું જોખમ વધી જાય છે. તેથી તમારા શરીરમાં પાણીની કમી ન આવે તેના માટે તમારે દિવસમાં ૭ થી ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. તમારે આહરમાં તાજા ફળ અને શાકભાજીનો રસ પણ લઈ શકાય છે. તમે લીલા અને તાજા શાકભાજીનો સૂપ બનાવીને પણ લઈ શકો છો.

પૂરી ઊંઘ કરવી :

image soucre

આપણને રાતે સારી ઊંઘ ન થવાથી આખો દિવસ કામમાં મન નથી લાગતું અને તેની સાથે આપણને વધારે ટકા લાગે છે ત્યારે આપની રોગપ્રતિકારક શક્તિ પણ નબડી પડી જાય છે. તેનાથી આપણને ઘણી બીમારી થવાનું જોખમ વધી જાય છે એક અભ્યાસ પ્રમાણે ૬ કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોને શરદી વધારે થાય છે અને તેનાથી તે હમેશા સ્વસ્થ રહી શકતા નથી. તેના માટે તમારે રોજની ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ.

તણાવ ન લેવો જોઈએ :

image soucre

આપણે જ્યારે વધારે તણાવ અને ચિતા કરીએ છીએ ત્યારે તેની અસર આપની રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. તેનાથી આપણને ઘણી બીમારી થવાનું જોખમ વધારે રહે છે. તેથી તમારે વધારે ચિતા અને તણાવ લેવો ન જોઈએ. તેનાથી બચવા માટે તમારે કસરત, યોગ, પુસ્તક વાંચવા અને ચાલવું જોઈએ તેનાથી તણાવ દૂર થશે.

યોગ અને કસરત કરવા જોઈએ :

image soucre

અત્યારે લોકો આખો દિવસ એક જગ્યાએ બેસીને જ કામ કરતાં હોય છે તેનાથી આપણને ઘણી સમસ્યા થઈ શકે છે. તેથી તમારે કામની વચ્ચે વિરામ લેવો જોઈએ અને સવારે અને સાંજે તમારે વ્યાયામ અથવા યોગા કરવા જોઈએ આ ઉપરાંત તમે સાયકલિંગ, સ્વિમિંગ પણ કરી શકો છો. આનાથી આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેનાથી આપણે અંદરથી સ્વસ્થ રહી શકીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત