રોઝવોટર કરશે ત્વચાને લગતી અનેકવિધ સમસ્યાઓ દૂર અને બનાવશે ચહેરો ચમક્દાર, જાણો કેવી રીતે?

આજના સમયમાં બધા ઈચ્છે છે કે,તે સુંદર દેખાય અને તેના માટે તે ઘણા પ્રયાસો કરે છે. તેમાં પણ સ્ત્રીઓ તેની ત્વચાને લઈને ખાસ સંવેનદન શીલ હોય છે. તેના માટે તેની ત્વચા સારી લાગે તે ખૂબ મહત્વનુ હોય છે. તેના માટે તે ઘણા ઉપાયો કરતી હોય છે. દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેની ત્વચા સુવાળી અને ડાઘ રહિત થાય. તેની ત્વચા ખીલ વગરની, સુંવાળી અને ચમકીલી બને તેવું તે ઇચ્છતી હોય છે.

image soucre

તેની ત્વચામાં નિખાર ના હોય ત્યારે ચલાવશે પરંતુ તેમાં કોઈ ડાઘ ધબ્બા ન હોવા જોઈએ. તેના માટે બ્યુટી પાર્લરમાં જઈને તે ઘણા કીમતી ક્રિમો લગાવતી હોય છે અથવા તે કોઈ જાહેરખબર જોઈને પણ ઘણા ક્રિમો લેતી હોય છે અને તેનો વપરાશ કરતી હોય છે. તેમાં વધારે કેમિલક હોવાથી તેનાથી ત્વચાને નુકશાન થાય છે.

image soucre

તમારે આના કરતાં ઘરના કેટલાક ઉપાય કરીને તમારી ત્વચાને સુંદર બનાવી શકો છો તેનાથી તમને કોઈ આડઅસર પણ થશે નહીં. તમારે ત્વચાને સુંદર બનાવમાં માટે ઘરમાં રહેલી કેટલીક વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે તેનાથી તમારી ત્વચાને લગતી અનેક સમસ્યા દૂર થઈ શકે છે. તેના માટે તમારે ગુલાબની જરૂર રહેશે.

ત્વચા નિખારવા માટે :

image soucre

રોઝવોટરમા પુષ્કળ માત્રામાં વિટામિન-સી રહેલું હોય છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે. તેનો તમારે દહી સાથે વપરાશ કરવાથી તેનાથી અનેક લાભ મેળવી શકાય છે. તેના માટે તમારે આની પાંખડી લઈ તેમાં થોડું દહી ભેળવીને તેને સારી રીતે પીસી લેવું અને તે પછી તેનો લેપ તૈયાર કરવો. તેને તમારે તમારી ત્વચા પર લગાવો અને તેને ૨૦ મિનિટ માટે લગાવીને રાખવું જોઈએ. તે પછી સાદા પાણીથી તેને સાફ કરી લેવું. તેનાથી તમારી ત્વચામાં નિખાર આવશે.

સનસ્ક્રીમ :

image soucre

તમારે સૂર્યના તડકામાં કામ કરવાનું હોય તો તમારે આનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. તેનાથી તડકાથી ત્વચાને કોઈ નુકશાન નહીં થાય. તેના માટે તમારે આનું ફૂલ લઈ તેનો ઉપયોગ કરવાનો રહેશે. તેના માટે તમારે આની પાંખડી વાટીને તેમાં કાકડીને પીસીને તેનો લેપ બનાવી તેને લેવો અને તેમાં એક ચમચી ગ્લિસરીન ભેળવીને તેને તમારે સૂર્ય તાપમાં જવું હોય તે પહેલા આને લઈ ત્વચા પર મસાજ કરવું અને હાથ પર પણ લગાવી શકો છો. તે સુકાઈ જાય તે પછી તમારે તડકામાં જવું તેનાથી ત્વચાને કોઈ નુકશાન નહીં થઈ શકે.

ગ્લોઇંગ સ્કીન :

image soucre

તમારે ત્વચાને ચમકીલી બનાવવા માટે આની પાંખડીમાં થોડા ટીપાં પાણી નાખીને તેને સારી રીતે વાટી લેવું અને તે પછી તમારે તેમાં બે ચમચી ચંદન પાવડર ભેળવીને તેનો લેપ બનાવી લેવો. આને તમારે ત્વચા પર લગાવી તેને અડધો કલાક માટે રહેવા દેવું. તે પછી તેને સાફ કરી લેવું. આને તમારે સપ્તાહમાં બે વાર કરવાથી તમારી ત્વચા ગોરી બને છે.

ખીલ :

image soucre

ત્વચા પર ડાઘ ધબ્બા અને ખૂલ હોય તો તેને દૂર કરવા માટે તમારે આની પાંખડી લઈ તેમાં એક ચમચી મધ ભેળવીને તેને ત્વચા પર લગાવો તે સુકાયા જાય પછી તેને સાદા પાણીથી સાફ કરી લેવું તેનાથી તમારી ત્વચા એકદમ સ્વચ્છ થશે. આને તમારે રોજે કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત