શું તમે રોજ સવારમાં ઉઠીને અને રાત્રે ઉંઘતા પહેલા હુંફાળુ પાણી નથી પીતા?

સવારે ખાલી પેટ અને રાત્રે સુતી વખતે ગરમ પાણી પીવા ના ફાયદા , સૌથી વધારે રોગપ્રતિકારક શક્તિ માં વધારમાં મદદગાર.

ઘણા બધા ના મો પર સાંભળ્યું હશે સવારે અને રાત્રે ગરમ પાણી પીવું જોઈએ. ઘણા ફાયદા થાય છે. હેલ્થ માટે ખૂબ સારું છે. ઘણા લોકો ગરમ પાણી પીવાનું પસંદ કરતાં નથી લોકો ઠડું પાણી જોઈએ છીએ.પરંતુ તમે ગરમ પાણી ના ફાયદા જાણશો તો આજે જ પીવાનું ચાલું કરશો

image source

જળ એજ જીવન છે. તો પાણી સાથે બહુ આવશ્યક છે.ત્યારે જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે. માનવામાં આવે છે કે ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે.

પાણી આપણા માટે કેટલાય પ્રકારે ફાયદાકાર છે. આજે આપણે વાત ગરમ પાણીની કરીશું. જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગૂણોની ખાણ છે. ગરમ પાણી પીવાથી શરીરના કેટલાય રોગો દૂર થઈ શકે છે.

image source

1 પાચનક્રિયા ને સરખી રાખે છે.

સવારે ખાલી પેટે ગરમ પાણી નું સેવન કરવાથી પાચનશક્તિ માં વધારો થાય છે. અને શુદ્ધિકરણ થાય છે પેટ માં રહેલો અશુદ્ધ કચરો બહાર કાઢી ને કબજિયાત ને દૂર કરે છે.

2. બૉડી રહે છે હાઇડ્રેટ.

ઠંડા પાણી કરતા ગરમ પાણી વધારે બોડી ને હાઈડ્રેટ કરે છે. તમે જો હંમેશા માટે ગરમ પાણી ના પી શકો તો સવાર અને રાત્રે પીવાથી ફાયદો થશે. બીજા સમય માં નોર્મલ પાણી પી શકો છો.પરંતુ બહુ વધારે પ્રમાણમાં માં ઠંડુ પાણી પીવાનું ઠીક નથી. નુકસાનકારક છે.

image source

3. વજન ઘટે છે.

ગરમ પાણી થી સેવન થી વજન ઘટે છે અને શરીર નું તાપમાન જાળવી રાખે છે.શરીર માં રહેલી ખરાબ ચરબી ને ઓગળે છે.તમે જલ્દી વજન ઘટાડવા માંગો છો તો ફટાફ્ટ આ પ્રયોગ કરો જેમાં ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરી ને નિયમિત સેવન કરો

4. શરદીમાં મળે રાહત.

ગરમ પાણી થી શરદી માં રાહત થાય છે જેને શરદી નો કોઠો હોય છે તેને નિયમિત સેવન કરવું જરૂરી છે. તેના થી તરત રાહત થાય છે. જેને શરદી થી છુટકારો જલ્દી મેળવો હોય તો ગરમ પાણી પીવો. માથા ના દુખાવા માં અને ગાળા માં દુખે તો આ પીવાથી તરત જ લાભ થશે.

image source

5. તણાવ થાય છે ઓછો.

ગરમ પાણી થી તણાવ રહેતો નથી.ગરમ પાણી નર્વસ સિસ્ટમ ને સારું કરે છે. જેથી ચિંતા ઓછી રહે છે.આ પાણી શરીર માં ટોક્સિક એલિમેટ નો નિકાલ કરે છે.જેથી દિમાગ હંમેશા એલર્ટ રહે છે.

6.પીરીયડ્સ માં લાભદાયક.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.