SBIએ ગ્રાહકોને કર્યા સાવધાન! આ બે નંબર પરથી કોલ આવે, તો ભૂલથી પણ ફોન ન ઉપાડતા, નહીંતર લાગી શકે છે મોટો ચૂનો

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને સમય સમય પર છેતરપિંડીની ઘટનાઓ વિશે સજાગ રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો થયા છે. આજકાલ લોકો બ્રાન્ચમાં જવાને બદલે ઘરે બેસીને નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગને કારણે સાયબર ક્રાઈમના બનાવોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ ફ્રોડના બનાવોમાં વધારો થયો છે. આજકાલ ગુનેગારો અલગ-અલગ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. તેના 44 કરોડ ગ્રાહકોને આ અંગે એલર્ટ કરવા માટે, SBIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ગ્રાહકોને એલર્ટ કર્યા છે.

image source

બેંકે સાયબર ગુનેગારોના બે નંબરો 91-8294710946 અને +91-7362951973થી સાવધાન રહેવા કહ્યું છે. બેંકે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો આ બે નંબરો પરથી ફોન કરે છે અને લોકોને KYC અપડેટ કરવાનું કહે છે. તેથી, ગ્રાહકોએ આવા કૉલ્સની જાળમાં ન ફસાવું જોઈએ અને કોઈપણ પ્રકારની ફિશિંગ લિંક પર ક્લિક કરીને તેમની અંગત માહિતી શેર કરવી જોઈએ નહીં.

ફ્રોડથી બચવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો-

જો કોઈ તમને કોલ, એસએમએસ અથવા ઈમેલ દ્વારા KYC અપડેટની માહિતી મોકલે છે, તો આવી સ્થિતિમાં આવા કોલ મેસેજથી સાવધાન રહો.
સમયાંતરે તમારો પાસવર્ડ બદલતા રહો.
SBI નો સંપર્ક કરવા માટે, ફક્ત સત્તાવાર વેબસાઇટ પર આપેલા નંબરો પર કૉલ કરો.
જો તમે કોઈપણ પ્રકારની છેતરપિંડીનો શિકાર થાઓ છો તો તમારી ફરિયાદ https://cybercrime.gov.in/ વેબસાઇટ પર નોંધો.

આ ભૂલો કરવાનું ટાળો

તમારી અંગત વિગતો અને બેંક ખાતાની માહિતી કોઈની સાથે શેર કરશો નહીં
પાસવર્ડને મજબૂત બનાવો.
તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI પિનનો પાસવર્ડ ક્યાંય પણ લખો નહીં.
સોશિયલ મીડિયા પર તમારી અંગત વિગતો શેર કરવાનું ટાળો.
કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો.