લગ્નને સ્પેશિયલ બનાવવા માટે પોતાની જાતને આગ લગાવી, પછી વર-કન્યા સાથે જે થયું તે જાણીને ચોંકી જશે

લગ્નનો દિવસ વર વધૂ માટે ખાસ હોય છે. એ દિવસને વધુ યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરવામાં આવે છે. આજે તમને એવા કપલની વાત કરવી છે જેમણે પોતાના લગ્નની એન્ટ્રીને ખાસ બનાવવા કંઈક અલગ જ કર્યું હતું. અને લોકના દિલ ઉપર આગ લગાવી દીધી હતી. શરીર ઉપર આગ લગાવીને એવી એન્ટ્રી કરી કે લોકોની ફાટી ગઈ. તમે જોશો તો બે ઘડી તમે પણ અવાચક બની જશો.

ઘણાં લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા કંઈક જોખમ સાથે ક્રિએટીવીટી કરતા હોય છે. લગ્ને હોટ બનાવવા લોકો કેટલી હદે પાગલપન બતાવતા હોય છે તેનો આ આ એક નમૂનો છે. અમેરિકાના એક કપલે પોતાના લગ્નમાં એવી એન્ટ્રી લીધી કે જેને જોતાં હાજર તમામ લોકો ડરી ગયા. કારણ કે વર વધૂએ પહેલા પોતાના શરીર ઉપર આગ લગાવીને પછી આ ખતરનાક સ્ટંટને અંજામ આપતા લગ્નમાં એન્ટ્રી મારી હતી.

ગેબ જેશોફ અને અંબર બેમ્બર બંને સ્ટંટ કરે છે. તેણે પોતાના લગ્નના દિવસે પણ કંઈક એવું કરવાનું નક્કી કર્યુ. જેને જોતા મહેમાનો પણ દંગ રહી જાય છે. સામાન્ય રીતે લગ્નમાં લોકોના હાથમાં ફૂલ હોય છે અને બંને જણા કહેતા કપલ હાથમાં ફૂલનો ગજરો લઈને હસતા હસતા ફોટો ખેંચાવતા એન્ટ્રી લેતા હોય છે. પરંતુ આ કપલે એવું નહોતું કર્યું. તેમણે આગ સાથે સ્ટંટ કરતાં લગ્નમાં એન્ટ્રી કરી હતી. તેમની એન્ટ્રીનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે આનો સ્લો મોશન વીડિયો પણ શેર કર્યો છે.

તમે ક્યારેય આવું ના કરતા

જો કે લોકોને આ વીડિયો ખૂબજ પસંદ આવ્યો છે. ટીકટોક પર આ વીડિયોને 15 મિલિયન વ્યૂઝ પણ મળ્યા છે. જણાવી દઈએ કે તમારે આવા સ્ટંટ ક્યારેય અજમાવવા જોઈએ નહીં. કારણ કે તેઓ પ્રોફેશનલ્સ છે અને તેમની સાથે નિષ્ણાતોની આખી ટીમ છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેઓ તરત જ આગ પર કાબૂ મેળવી શકે છે.