વજન બહુ વધી ગયુ છે? તો આજથી જ પીવાનું શરૂ કરી દો આ શાકભાજીનો રસ, અઠવાડિયામાં જ મળી જશે રિઝલ્ટ

આજના સમયમાં કોરોના ફરી એક વાર આખા દેશમાં ફેલાય રહ્યો છે. લોકોને શક્ય તેટલું ઘરે રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. એક વર્ષ કરતા વધુ સમયથી, ઘણા લોકો ઘરોમાં જ છે. ઘણા લોકો લાંબા સમયથી ઘરેથી કામ કરી રહ્યા છે, જેના કારણે તેમનો વજન વધી રહ્યો છે. જાડાપણું આજે એક ગંભીર સમસ્યા છે. તે ઘણા ગંભીર રોગોનું કારણ બને છે જે કેટલીકવાર જીવલેણ બની શકે છે. તેથી, જો તમે ઝડપથી વજન ઘટાડવાની ઇચ્છા રાખો છો, તો પછી ઘણી શાકભાજીઓ છે, જેના રસનું સેવન કરીને તમે તમારો વજન ઝડપથી ઘટાડી શકો છો.

image source

લીલા શાકભાજી ખાવાનું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલાક શાકભાજીનો રસ પીવાથી વજન ઓછું થાય છે. આ શાકભાજીમાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડે છે. તેમાં કેલરી ઓછી હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે એ ક્યાં શાકભાજી છે જેનો રસ પીવાથી વજન ઘટે છે અને જાડાપણાની સમસ્યાથી થતા અન્ય રોગો પણ દૂર થાય છે.

દૂધીનો રસ

image source

દરરોજ એક ગ્લાસ દૂધીનો રસ આખો દિવસ ઉર્જા આપે છે. તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ત્વચાનો ગ્લો પણ વધારે છે. દૂધીનો રસ પીવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે, જે જાડાપણાની સમસ્યા દૂર કરે છે. આ માટે દૂધીને પાણીમાં ઉકાળો, ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીને આ રસનું સેવન કરો. થોડા દિવસોમાં જ તમને અનુભવ થશે કે તમારો વજન ઓછો થઈ રહ્યો છે. દૂધી વિટામિન, પોટેશિયમ, આયરન, પાણી અને ફાઈબરથી ભરપુર છે, જેથી તે તમારા શરીરમાં કોઈપણ આડઅસર વગર તમારો વજન સરળતાથી ઘટાડવામાં મદદ કરે છે.

ટમેટાંનો રસ

image source

ટમેટાંનો રસ નિયમિત પીવાથી કમરની ચરબીની સમસ્યા દૂર થઈ શકે છે. ટમેટાના પોષક ગુણધર્મો વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે તેમાં કુદરતી રીતે ઓછું સોડિયમ, ચરબી, કોલેસ્ટરોલ અને કેલરી હોય છે, જે આપણા વજનને ઘટાડે છે અને શરીરને પણ સ્વસ્થ બનાવે છે.

બીટરૂટનો રસ

image source

બીટરૂટના રસમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ફાઇબર, ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. બીટરૂટમાં એવા ગુણધર્મો હોય છે જે લાંબા સમય સુધી કસરત કરવાથી થતા થાકની સમસ્યા દૂર કરે છે, તમારું વજન પણ ઘટાડે છે, સાથે તમારા શરીરમાં લોહીની ઉણપ પણ દૂર કરે છે.

કારેલાનો રસ

image source

કારેલાનો રસ પીવાથી અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે. આયુર્વેદ મુજબ કારેલા ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. તે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડીને ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરે છે. તે શરીરની અંદર વધુ પડતી ખાંડના સ્તરને નિયંત્રિત કરીને વજનને પણ નિયંત્રિત કરે છે. કારેલામાં ફાઇબર, કાર્બોહાઈડ્રેટ અને ઓછી માત્રામાં કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાલકનો રસ

image source

પાલકમાં થાઇલોકોઇડ્સ હોય છે. તેના નિયમિત સેવનથી વજન નિયંત્રણમાં રહે છે અને ભૂખ ઓછી થાય છે. પાલક એ વિટામિન એ, વિટામિન બી 2, સી, ઇ અને કે અને આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, ફોલેટ, પ્રોટીન અને ફાઇબરનો સારો સ્રોત છે. જે શરીરમાં ઉર્જા વધારવાની સાથે વજન પણ સરળતાથી ઘટાડે છે.

ફૂલકોબીનો રસ

image source

ફુલકોબી ફાઇબરથી ભરપૂર છે. ફાઈબરથી ભરપૂર હોવાના કારણે તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત