માત્ર એક ચપટી આ વસ્તુનું કરો સેવન, ક્યારે નહિં થાય શરદી-ખાંસી, સાથે વધશે ઈમ્યૂનિટી પણ

મિત્રો, જાયફળ એક એવો મસાલો છે, જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. પણ તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ દવાની જેમ અસર કરે છે. તે પુરૂષો માટે પણ લાભકારી છે. જાયફળનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સ્વાસ્થની બધી સમસ્યામાં રામબાણ તરીકે ઉપયોગ થાય છે.

image source

જાયફળ બધા રોગ માટે ઉપયોગમાં લેવાય છે. આંખ નીચે કાળા કુંડાળા, સ્કિન સમસ્યા, પેટની સમસ્યા, અનિદ્રા, ખાંસી, શ્વાસ, હેડકી અને નપુંસકતા વગેરે સમસ્યાને દુર કરવામાં ઉપયોગી બને છે. તેનું ચૂર્ણ અને તેલને પણ અનેક બીમારીના ઈલાજ માટે ઉપયોગમાં લેવાય છે. ગરમ દુધમાં જાયફળનો પાવડર ચપટી એક નાખીને પણ પી શકાય છે. તે પીવાથી ઘણા ફાયદા પણ થાય છે.

જાયફળ ખાવાથી થતા ફાયદા :

image source

જાયફલ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે. રાત્રે બરાબર ઉંઘ ન આવતી હોય તેમના માટે પણ જાયફળનો એક ઉપચાર છે.

image source

શેકેલા જાયફળનું ચૂર્ણ દસ ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ પચાસ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ત્રીસ ગ્રામ, જટામાસીનું ચૂર્ણ પંદર ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ એક ગ્રામ લઈ, આ બધી વસ્તુને બરાબર મિશ્ર કરી લેવા. આ મિશ્રણના દસ સરખા ભાગ કરી રોજ રાત્રે એક ભાગ ચૂર્ણ મધ અથવા ઘીમાં મેળવીને ચાટી જવું. ઉપર ભેંસનું દૂધ પીવું.

image source

આ ઉપાય દસ દિવસ કરવાથી અનિદ્રાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે. નપુંસકતા આજકાલ પુરુષોની એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યામાં જાયફળ એક અચૂક ઉપાય છે. જાયફળને ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણ વાર પીવાથી નપુંસકતા દૂર થાય છે. યૌન શક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ ચૂર્ણ અને તેલનો શીઘ્રપતનને દૂર કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફ નાશક ઔષધ છે. જે વ્યક્તિને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો પણ ઉપયોગ કરી શકાય છે.

image source

જાયફળને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવામાં આવે તો મુખના છાલા ઝડપથી દૂર થઈ જાય છે. માથાના ઉગ્ર દુખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારૂમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે. બાળકોની શરદીમાં જાયફળ ચુર્ણ એક રતી અને સુંઠનું ચુર્ણ એક રતી મધ સાથે સવાર સાંજ આપવું. ભૂખ ન લાગતી હોય તો થોડું જાયફળ લઈને ચૂસો. તેનાથી પાચક રસોમાં વધારો થશે, અને ભૂખ પણ વધશે અને ભોજન સારી રીતે પચી જશે.

image source

આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળ ઘસીને તે ભાગે લગાવવાથી અથવા ડેઈલી ડાયટમાં તેનું સેવન કરો. આ સમસ્યાથી મુક્તિ મળી જશે. ઈમ્યૂનિટી વધારવા માટે એક કપ ગરમ દૂધમાં ચપટી જાયફળ પાઉડર, અડધી ચમચી મધ, ચપટી એલચી પાઉડર મિક્સ કરીને પીવો. આ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક છે. જાયફળને દૂધમાં ઘસીને સ્કિન ઉપર લગાવવાથી દાગ-ધબ્બા દૂર થાય છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત