તમારી સ્કિન બહુ ઓઇલી છે? તો આ ટિપ્સ કરો ફોલો અને મેળવો છૂટકારો

મિત્રો, ગરમીના મોસમમા આમ જોઈએ તો બધા પરેશાન હોય છે પરંતુ, જેઓની ઓઈલી સ્કિન હોય છે, તે વધારે પરેશાન હોય છે. તેઓની પરેશાની એ હોય છે કે, તેઓ આખો દિવસ બસ તેના ચહેરાને ધોયા જ કરે છે પરંતુ, તેલ તો ચાલુ જ રહે છે. હકીકતમા ગરમીના આ દિવસોમા ચામડીમાંથી ઓઇલ નીકળવાની માત્રા વધારે થાય છે. જેના લીધે લોકો ઘણા હેરાન થાય છે.

image source

ઓઈલી સ્કીન વાળાની પરેશાની ફક્ત તેઓ જ સમજી શકે છે. ખાસ કરીને જો છોકરીઓની વાત કરવામાં આવે તો તેના માટે આ સમસ્યા વધારે ગંભીર બનતી હોય છે. જ્યારે ઓઈલી સ્કિનવાળી છોકરીઓ મેકઅપ કરે છે, ત્યારે ગરમી અને તેલ ના કારણે તેનું આખું મેકઅપ વિખાઈ જાય છે.

image source

કારણકે, સ્કિનમા તેલની માત્રા એટલી વધારે થઈ જાય છે કે, તેનાથી છુટકારો મેળવવો અશક્ય બની જાય છે. એવામાં જો તમે કોઈક પાર્ટી માં જવાના હોય તો તમારું લુક ખરાબ થઈ જાય છે. તેથી આપણે ઓઈલી સ્કીનની સંભાળ રાખવી પણ ખુબ જરૂરી છે.

image source

ઓઈલી સ્કિન વાળા લોકએ એલોવેરા નો ઉપયોગ કરવો જોઈએ. તેઓ ને રાતે અથવા પછી સવારે એલોવેરા જેલ ને તેના ચહેરા પર લગાવવું જોઈએ. ત્યારબાદ ચહેરો ધોઈ નાખવો જોઈએ. તેમાં ઉપસ્થિત ટી-બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોવાને કારણે તે તેલ ને શોષી લે છે. સાથે સાથે તે તમારા ચહેરા ને ઠંડક પણ પહોંચાડે છે. તેના કારણે તમારી આ સમસ્યા પણ દૂર થશે.

image source

ગુલાબ જળ એ ચહેરા માટે ખુબ જ ફાયદાકારક છે. એવામાં જો તમારી સ્કિન પણ ઓઈલી છે, તો પછી ગુલાબ જળ નો ઉપયોગ અવશ્ય કરો. ગુલાબજળ માં કોટન બોળી ને તેનાથી તમારું મોઢું સાફ કરો. તેનાથી તમારો ચહેરો સંપૂર્ણ રીતે ઓઇલ મુક્ત થઈ જશે, અને ચહેરો વધારે સુંદર પણ દેખાશે.

image source

ત્વચા પરથી ઓઇલ દૂર કરવા માટે ટામેટા ખૂબ ફાયદાકારક છે. ટામેટાને ડાયરેક્ટ ચહેરા પર ન લગાવો. તેનો રસ નીકાળીને લગાવો. હવે તેમા રૂ ડૂબાડીને ચહેરા પર લગાવો. તેનો રસ લગાવવાથી ચહેરા પરનું વધારાનું ઓઇલ બહાર નીકળી જશે. ઓઇલ ફ્રી ત્વચા માટે મુલતાની માટી ખૂબ ફાયદાકારક છે.

image source

સૌ પ્રથમ મુલતાની માટીમાં પાણી ઉમેરીને એક પેસ્ટ બનાવી. હવે તેને ચહેરા પર લગાવી લો. જ્યારે તે સૂકાઇ જાય તો ચહેરાને પાણીથી ધોઇ લો. આમ કરવાથી થોડાક દિવસમાં ચહેરો ઓઇલ ફ્રી થઇ જશે. ઓઈલી સ્કિનથી છુટકારો મેળવવા લીંબુના રસમાં ચંદનનો પાઉડર અને દહીં ભેળવીને ચહેરા પર લગાવો. ચહેરા પરનું તૈલીપણુ ઓછું થઈ જશે. આ ઉપરાંત તમે કાકડીનો રસ, બે ચમચી વ્હાઈટ વિનેગર, ફટકડી પાઉડર, થોડું કપૂર અને બે ઈંડાંની સફેદી મિક્સ કરીને ફેસ પર લગાવો. ચહેરા પર ઓઈલીનેસ ઓછી થશે ને તમે ફ્રેશ ફીલ કરશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત