હવે શેવિંગ ક્રિમ નહિં, પણ ચહેરા પર લગાવો આ ખાસ વસ્તુ, થશે એટલા બધા ફાયદા કે ના પૂછો વાત

છોકરાઓનું ક્લીન શેવિંગ ફેસ છોકરીઓને ખુબ જ પસંદ હોય છે,જેના માટે દરેક છોકરો કલાકો સુધી અરીસાની સામે બેસીને પોતાનો ચહેરો સાફ કરતા જોવા મળે છે.જેના માટે તે મોંઘી થી મોંઘી શેવિંગ ક્રીમ ખરીદવાનું વધારે પસંદ કરે છે.પરંતુ તમને જણાવી દઈએ કે ક્રીમમાં કેટલાક કેમિકલ હોય છે જે કેટલીકવાર ચહેરાની ત્વચા બગાડે છે.જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે અને ત્વચા પર ફોલ્લીઓ પણ દેખાય છે.

image source

જો શેવિંગ કરતી વખતે ત્વચા પર વધારે દબાણ આપવામાં આવે છે,તો ત્વચા કટ થઈ જાય છે.શેવિંગ માટે ફક્ત ગ્લાયકોલિક એસિડ શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો.આ ક્રીમ એક્સફોલિએટિંગ એજન્ટ તરીકે કામ કરે છે.આ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને સંપૂર્ણ નરમ બનાવે છે.

જ્યારે પણ તમે શેવિંગ કરો છો,ત્યારે શેવિંગ ક્રીમની જગ્યાએ દૂધનો ઉપયોગ કરો,આ માટે શેવિંગ કરતા પહેલા દૂધને તમારી દાઢીમાં લગાવો અને હળવા હાથથી તેની મસાજ કરો.જ્યારે તે થોડું મોસ્ચ્યુરાઇઝ થાય છે,ત્યારબાદ હળવા હાથથી શેવિંગ કરો.આ કરવાથી તમારી દાઢીના વાળ એકદમ સાફ થઈ જશે અને તમારી રફ ટાઇટ ત્વચા પર ખૂબ સરસ ગ્લો આવશે.

image source

સ્માર્ટ અને પ્રોફેશનલ લુક માટે ક્લીન શેવ ફેસ હજુ પણ સારો માનવામાં આવે છે.ક્લીન શેવિંગ દરેકને પસંદ હોય છે.રોજ શેવિંગ કરવાથી ત્વચા ખૂબ જ ખરાબ થઈ જાય છે.ખરેખર દરરોજ શવિંગ કરવાથી ચેહરો ખરાબ થઈ જાય છે અને ચહેરા પર ઘણા પ્રકારના ચેપનું જોખમ રહે છે.આ ચેપથી બચવા માટે આફ્ટર શેવનો પણ ઉપયોગ કરો છો,પરંતુ વિવિધ રસાયણો અને આલ્કોહોલને કારણે તે ચહેરાની ત્વચા માટે હાનિકારક છે.આવી સ્થિતિમાં, તમે શવિંગ કર્યા પછીની સમસ્યાઓથી બચવા માટે કેટલીક ઘરની વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો.જે તમારા માટે સરળ અને ફાયદાકારક રહેશે.તો ચાલો અમે તમને જણાવીએ કે પુરુષો એ વધુ હેન્ડસમ દેખાવા માટે શવિંગ કર્યા પછી શું કરવું જોઈએ ?

કેળાનો ઉપયોગ કરો

image source

કેળા ત્વચા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે,તેથી તમે શવિંગ કર્યા પછી કેળાનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરવા માટે અસરકારક સાબિત થાય છે.જો તમે ઈચ્છો છો તો કેળાના પલ્પને સીધું ચહેરા પર લગાવો અથવા કેળાને દૂધમાં મેશ કરીને પેસ્ટ બનાવો અને તેને માસ્કની જેમ લગાવો.તે તમારા ચેહરાનો ગ્લો વધારવામાં મદદ કરશે.

જોજોબા તેલ

image source

જોજોબા તેલમાં ઘણા ગુણધર્મો રહેલા છે.તે કુદરતી રીતે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.આ સિવાય આ તેલ ત્વચાને તરત જ શોષી લે છે અને ત્વચા ઉપર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે જે ત્વચાને બહારની ધૂળ,ગંદકી અને પ્રદૂષણથી સુરક્ષિત કરે છે.

હળદર

image source

હળદર એક ઉત્તમ એન્ટિસેપ્ટિક છે.તે શવિંગ કરતા સમયે લાગેલી બ્લેડથી થતી બળતરાને દૂર કરવામાં રાહત આપે છે અને શવિંગ કર્યા પછી ત્વચા પર હળદર લગાવવાથી ત્વચામાં ગ્લો આવે છે.તમે એક કપમાં થોડું પાણી લો અને તેમાં હળદર નાખી એક પેસ્ટ બનાવો,ત્યારબાદ કપાસની મદદથી આ પેસ્ટ ચહેરા પર લગાવો.

પપૈયા

image source

વિટામિન એથી ભરપૂર પપૈયા ત્વચાને શુષ્ક થવાથી બચાવે છે,તેથી શવિંગ કર્યા પછી ચહેરા પર પપૈયાનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે.પપૈયાનો પલ્પ કાઢી તેનું તમારા ચેહરા પર સ્ક્રબની જેમ ઉપયોગ કરો.થોડા સમય માટે આ સુકાવા દો અને ત્યારબાદ ત્વચાને નવશેકા પાણીથી સાફ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત