જો તમેે આજથી જ આ રીતે કરશો રાત્રે ત્વચાની સંભાળ, તો નહિં દેખાય ઘડપણની અસર

Night skin care routine: રાત્રે સૂતા પહેલા દરરોજ ત્વચાને કઈંક આ રીતે સંભાળ લો, વૃદ્ધાવસ્થાના કોઈ ચિહ્નો દેખાશે નહિ

રાત્રે કરો આ રીતે ત્વચાની સંભાળ, દિવસભર દેખાશો ખુબસુરત અને યુવાન

ત્વચાની સંભાળ: જાણો રાત્રે સૂતા પહેલા મેકઅપ કેવી રીતે દૂર કરવો અને અન્ય કઈ કાળજી લેવી જરૂરી છે

image source

વધતી ઉંમરની સાથે, તમારે તમારી ત્વચાની સંભાળ લેવાનું શરૂ કરવું જોઈએ. જો તમે દિવસભર કંઇ પણ કરવામાં અસમર્થ છો, તો રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાની કઈંક આ રીતે નાજુકતાથી સંભાળ લો.

દરેક જણ આજીવન સુંદર અને યુવાન દેખાવા માંગે છે. પરંતુ ત્વચાની વધુ સારી સંભાળના અભાવને લીધે, વૃદ્ધત્વના ચિહ્નો 30 વર્ષની વય પછી દેખાવાનું શરૂ કરે છે. જો કે, એન્ટી એજિંગની યોગ્ય રીતને અનુસરીને એજ સ્પોટ અને હાયપરપીગમેંટેશન કરચલીઓ અને ફાઇન લાઇનને છુપાવી શકાય છે.

image source

હકીકતમાં વધતી ઉંમર સાથે, તમારા વાળ, નખ અને ત્વચાને વધુ સારી સંભાળની જરૂર પડે છે. રાત્રે શરીર તેમને સમારકામ દ્વારા જીવંત બનાવે છે. તેથી, સૂતા પહેલા તેઓએ દરરોજ કાળજી લેવી જોઈએ. ચાલો જાણીએ કે આપણે સૂતા પહેલા કેવી રીતે આપણી ત્વચાની દરરોજ સંભાળ લેવી જોઈએ.

ત્વચા સારી રીતે સાફ કરો

image source

રાત્રે સૂતા પહેલા મેક-અપ ન કાઢવાથી અથવા ત્વચાને સાફ ન કરવાથી રોમ છિદ્રો બંધ થઈ જાય છે. આનાથી ચહેરા પર ખીલ થાય છે. આથી જ સુતા પહેલા તમારા ચહેરાને સ્ક્રબ અથવા ફેસવોશથી સારી રીતે જરૂર સાફ કરો. તેનાથી ત્વચા પર જમા થયેલ ટોક્સિન દૂર થાય છે અને ત્વચા હંમેશા જુવાન દેખાય છે.

ત્વચાને મોઈશ્ચરાઇઝ કરો

image source

શુષ્ક ત્વચાની સમસ્યાથી આખરે કોણ બચવા માંગતું નથી? સૂવાના સમય પહેલા વોટર બેઝડ અથવા ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. આ ઉપરાંત હાથ-પગમાં બોડી લોશન અને હેન્ડ ક્રીમ લગાવો. તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સવારે જાગવાની સાથે તમારી ત્વચા કોમળ અને નરમ હોય છે.

પીમ્પલ્સ માટે સ્પોટ ટ્રીટમેન્ટ

image source

સ્પોટ ટ્રીટમેન્ટ માટે રાતનો સમય વધુ સારો હોય છે. આ ટ્રીટમેન્ટ પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા પીમ્પલ્સ પર ટી ટ્રી ઓઇલ લગાવો. તેનાથી ત્વચામાં આવતો સોજો દૂર થાય છે. આ ઉપરાંત રાત્રે બ્લેમિશ સીરમ લગાવવાથી પણ ફાયદો થાય છે.

હાથ અને નખની સંભાળ રાખો

image source

વૃદ્ધાવસ્થાના પ્રથમ સંકેતો સૌ પ્રથમ હાથ પર દેખાય છે. રાત્રે સૂતા પહેલા કોઈ સારી ક્રીમથી હાથને સારી રીતે મોઈશ્ચરાઇઝ કરો. સાથે જ નખ પર બદામનું તેલ અથવા વેસેલિન પણ લગાવો. તેનાથી હાથ અને નખ નરમ અને જુવાન દેખાય છે.

આઇ બ્રો અને પાંપણ પર કેસ્ટર ઓઇલ લગાવો

image source

જો તમે સુંદર, જાડી અને મોટી આઇ બ્રો અને પાંપણ ઈચ્છો છો, તો દરરોજ તેની સંભાળ રાખો. રાત્રે સૂતા પહેલા આઇ બ્રો અને પાંપણ પર કેસ્ટર ઓઇલ (એરંડા તેલ) લગાવો. તેનાથી તેની વૃદ્ધિ સારી થાય છે.

વાળનો ચોટલો વાળી સુવો

image source

વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે, રાત્રે સૂતા પહેલા વાળનો એક ચોટલો બનાવીને સુવો. હકીકતમાં મોટાભાગના વાળનું નુકસાન રાત્રે ખેંચાણ અથવા ઘસાવાથી થાય છે. ચોટલો બનાવીને સૂવાથી વાળ ઓછા તૂટે છે અને સવારે ઉઠતી વખતે ગુંચવાતા પણ નથી.

image source

રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાની આ પદ્ધતિઓથી નાજુક રીતે સંભાળ રાખવાથી અકાળ વૃદ્ધત્વના સંકેતો દેખાતા નથી. આ સાથે ત્વચા પણ સુંદર અને યુવાન રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત