સ્કિન પર તરત જ ગ્લો લાવવા ટ્રાય કરો ઘરે બનાવેલા આ હર્બલ ફેસ પેક, ક્યારે નહિં કરાવવું પડે ફેસિયલ

શું તમે ચમકદાર ત્વચા મેળવવા માટે શક્ય તે બધું કરીને કંટાળી ગયા છો ? શું તમે તમારા ચહેરા પરના ડાઘ અને રંગદ્રવ્ય છુપાવવા માટે દરરોજ ફાઉન્ડેશન અને કન્સિલરના સ્તરો લગાડો છો ? ખરેખર જો તમારા બધા જવાબો હા છે તો તમારે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. હકીકતમાં, આપણી ત્વચાને પણ આપણી જેમ ભૂખ લાગે છે અને તેને કેટલીક આવશ્યક ચીજોની પણ જરૂર હોય છે. જો તમે ત્વચાની યોગ્ય સંભાળને અનુસરતા નથી, તો પછી તમારે કેટલીકવાર માસ્ક અથવા ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટેની ઘરેલુ ટિપ્સ અપનાવવી જોઈએ. આ બધી ટિપ્સનો ઉપયોગ કરવો ખુબ જ સરળ હશે. તમને આમાં વપરાતા ઘટકો પણ સરળતાથી મળી જશે. આજે અમે તમને હર્બલ ફેસ-પેક જણાવીશું. આ ફેસ-પેક કોઈપણ આડઅસર વગર તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવશે અને બેદાગ રાખશે. આ ફેસ-પેકમાં હાજર ચીજો તમને તમારા ઘરમાં જ સરળતાથી મળી રહેશે. તો ચાલો જાણીએ ફેસ-પેક બનાવવાની અને લગાવવાની સરળ રીત વિશે.

1. દ્રાક્ષ ફેસ પેક

image source

આ માટે તમારે માત્ર 2 ચમચી દ્રાક્ષનો રસ (કોઈપણ કાળી દ્રાક્ષ અથવા લીલી દ્રાક્ષ), એક ચમચી દહીં અને બે ચમચી ખાંડની જરૂર પડશે.

  • – સૌથી પેહલા દહીંમાં દ્રાક્ષનો રસ મિક્સ કરો.
  • – હવે તેમાં ખાંડ નાંખો અને થોડું બ્લેન્ડ કરો.
  • – ત્યારબાદ તમારી આંગળીઓની મદદથી તમારા ચહેરા પર આ મિશ્રણ લગાવો અને તેને મસાજ કરો.
  • – તેને 5 થી 10 મિનિટ સુધી આ રીતે રહેવા દો અને પછી હળવા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.
  • – દ્રાક્ષનો રસ એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે જે તમારી ત્વચાને રેડિકલને લીધે થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. દહીં તમારા ડાર્ક ડાઘને હળવા કરે છે અને ખાંડ ત્વચાને એક્સફોલિએટ કરવાનું એક મોટું કામ કરે છે.

2. ગોળ, ગુલાબજળ અને ટમેટાથી બનેલું ફેસ-પેક.

image source

આ માટે તમારે એક ચમચી બ્રાઉન સુગર અથવા ગોળ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી ટમેટા પલ્પ લો.

  • – સૌથી પહેલા બાઉલમાં બધા ઘટકોને મિક્સ કરો.
  • – હવે આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો.
  • – આ પેક તેલયુક્ત ત્વચા વાળા લોકો માટે ખૂબ સરસ સાબિત થશે કારણ કે ખાંડ અથવા ગોળ તેલને નિયંત્રણમાં રાખે છે.
  • – આ ફેસ પેક એન્ટીઓકિસડન્ટથી ભરપુર છે અને તમારા રંગને વધુ ગ્લોઈંગ બનાવે છે.

3. પાલક, ચંદન અને મધથી બનેલું ફેસ-પેક

image source

આ માટે તમારે એક મુઠ્ઠી પાલક, એક ચમચી ચંદન પાવડર અને એક ચમચી મધની જરૂર પડશે.

  • – સૌપ્રથમ, પાલકને ગ્રાઈન્ડ કરો અને તેમાંથી પેસ્ટ બનાવો.
  • – હવે તેમાં મધ અને ચંદન પાવડર નાખો.
  • – હવે પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો. સૂકાઈ ગયા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
  • – પાલક વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે અને સંવેદનશીલ ત્વચાવાળા લોકો માટે આ ત્રણ વસ્તુનું મિશ્રણ એકદમ ફાયદાકારક છે. તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચા પરના ડાઘ ઘટાડે છે.

4. એવોકાડો ફેસ માસ્ક

image source

આ માટે તમારે ફક્ત એક એવોકાડોની જરૂર પડશે.

  • – એવોકાડો મેશ કરીને સરળ પેસ્ટ બનાવો.
  • – પછી તેને તમારા ચહેરા પર લગાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો.
  • – 10 મિનિટ પછી તમારો ચેહરો નવશેકા પાણીથી ધોઈ લો.

જો તમારી ત્વચા નિસ્તેજ છે અને તમારા ચેહરા પર વૃદ્ધાવસ્થાના ઘણાં લક્ષણો છે, તો આ પેસ્ટ તમારા ચેહરા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. એવોકાડોમાં એન્ટીઓકિસડન્ટો અને ફેટી એસિડ્સ હોય છે જે તમારી ત્વચાને તેજસ્વી બનાવે છે.

5. ગ્રીન ટી અને એલોવેરાથી બનેલું ફેસ પેક

image source

આ માટે તમારે એક થી બે ગ્રીન ટી બેગ અને એક ચમચી એલોવેરા જેલની જરૂર પડશે.

  • – સૌથી પહેલા ગ્રીન ટી બેગને એક ગ્લાસ ગરમ પાણીમાં નાંખો, પછી તેને ઠંડુ થવા દો.
  • – ત્યારબાદ વાટકીમાં એલોવેરા જેલ લો.
  • – હવે જરૂરિયાત મુજબ ગ્રીન ટી બેગમાંથી ગ્રીન ટી કાઢો અને એલોવેરા જેલમાં મિક્સ કરો.
  • – એક પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો અને પછી તેને ધોઈ લો.
  • – ગ્રીન ટી અને એલોવેરા તમારી ત્વચાને ફરીથી હાઇડ્રેટ કરે છે અને તમારી ત્વચાને યુવાન બનાવે છે. જો તમે આમાંના કોઈપણ ફેસ પેકનો ઉપયોગ બે મહિના સુધી નિયમિત રીતે કરો છો તો તમને ખૂબ જ સારા પરિણામ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત