કેચ લેવાના પ્રયાસમાં સ્ટાર ખેલાડીનું પેન્ટ ઉતર્યું, કંઈક આ રીતે રીતે બચી ગઈ ઈજ્જત, VIDEO થયો વાયરલ

ક્રિકેટના મેદાન પર ઘણી વખત રેકોર્ડ બ્રેક ઇનિંગ્સ જોવા મળે છે. ક્યારેક ઘાતક બોલિંગ જોવા મળે છે તો ક્યારેક એવા દ્રશ્યો જોવા મળે છે જ્યાં હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. મેદાન પર રમત દરમિયાન, ઘણું બધું બને છે જે ચાહકોનું અલગ રીતે મનોરંજન કરે છે. આવું જ કંઈક ECBની T20 લીગ વાઈટાલિટી બલાસ્ટમાં જોવા મળ્યું હતું, જ્યાં સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટરની ઈજ્જત બચી ગઈ હતી.

વિટાલિટી બલાસ્ટ એ ઈંગ્લેન્ડ ક્રિકેટ લીગની ટી20 લીગ છે જેમાં કાઉન્ટી ટીમો ભાગ લે છે. આ દિવસોમાં આ લીગ વેલ્સ અને ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. ડર્બીશાયર શનિવારે અહીં લીસેસ્ટરશાયર સામે રમ્યો હતો. મેચમાં ડેન વિલાસ એક અલગ જ કારણસર ચર્ચામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vitality Blast (@vitalityblast)

મેચ દરમિયાન વિલાસનું પેન્ટ ઉતરી ગયું

આ મેચની છેલ્લી ઓવર છે જ્યાં ડર્બીશાયરને જીતવા માટે છ બોલમાં બે રનની જરૂર હતી. પાકિસ્તાની ખેલાડી શાહદાબે સામે બોલ રમ્યો હતો. ડેન વિલાસે ડાઇવિંગ કરીને બોલને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ કરી શક્યો નહીં. જોકે, બોલને પકડવાનો પ્રયાસ કરતી વખતે તેનું પેન્ટ ચોક્કસપણે પડી ગયું હતું. તેણે એક હાથે પેન્ટ સંભાળ્યું અને બોલ પકડ્યો. આ પછી તે ઉભો રહ્યો અને પોતાની જાત પર હસવા લાગ્યો.