તડકાને કારણે થઇ ગઇ છે સનટેનની સમસ્યા? તો આ રીતે કરી દો મીનીટોમાં દુર અને સ્કિન થઇ જશે એકદમ મસ્ત

ગરમીની ઋતુમાં ખૂબ આકરો તડકો હોય છે. આ આકરા કિરણોના કારણે શરીર પર ટેન થવી એક સામાન્ય વાત છે. આ સમસ્યા થી બચવા માટે લોકો કેમિકલ્સ યુક્ત ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તેના થી ત્વચાની એલર્જી થવાનો પણ ડર રહે છે.

image source

સનટેન દૂર કરવા અને ત્વચા પર સુંદરતા પરત મેળવવા માટે તમે રસોઇ ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમે થોડીક મિનિટોમાં જ સનટેનની સમસ્યા દૂર થઇ શકે છે. તો ચાલો તેના ઘરેલું ઉપાયો વિષે જાણીએ.

દહી :

image source

સનટેનને દૂર કરવા માટે ચણાના લોટમાં દહીં અને લીંબુનો રસ થોડોક રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. ત્યાર પછી તે સૂકાઇ જાય એટલે તેને સાદા પાણી થી ધોઇ લો. તે સિવાય તમે દહીમાં ચપટી હળદર મિક્સ કરીને હાથ, ગરદન અને ચહેરા પર વીસ મિનિટ સુધી સતત લગાવી રાખો. આ ઉપાય કરવાથી સનટેનની સમસ્યા દૂર થાય છે.

ટામેટા :

image source

ટામેટાને કટ કરની તેની સ્લાઇસ થી ત્વચા પર રગડી લો. તેની પેસ્ટ બનાવીને પણ તમે હાથ, ચહેરા, ગરદન પર લગાવી શકો છો. તે સૂકાઇ ગયા પછી તેને ધોઇ લો. આ ઉપાય કરવાથી પણ સનટેન દૂર થઇ શકે છે.

પપૈયા :

image source

સનટેન ને ઓછું કરવા માટે પપૈયાને મેશ કરીને પ્રભાવિત ભાગ પર લગાવીને રગડી લો. આ ઉપાય કરવાથી પણ મિનિટમાં સનતટેન દૂર થઇ શકે છે.

દૂધ :

image source

ચાર મોટી ચમચી દૂધ, એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પંદર મિનિટ સુધી પ્રભાવિત જગ્યા પર લગાવીને રાખો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણી થી ધોઇ લો. આ ઉપાય થી સનટેનની સમસ્યાથી છૂટકારો મળે છે.

લીંબુ અને ખાંડ :

જો ટેનિંગ ની સમસમ્યા આકરી હોય તો લીંબુ અને ખાંડ ને મિક્સ કરીને આ મિશ્રણ ટેનિંગની જગ્યા પર ઘસો તેનાંથી ફાયદો થશે.

દૂધ અને મધ :

image source

કુદરતી રીતે જ ચહેરો ગોરો કરવા માટે દૂધ ખુબ અસરકારક છે, દૂધથી આપણી ત્વચાને તમામ પોષક તત્વ મળે છે અને રંગ ચોખ્ખો થાય છે. એક ચમચી મધ અને એક ચમચી દૂધ યોગ્ય રીતે ભેળવો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા ઉપર હાથથી ફેરવીને મસાજ કરો તેને પગ પર અને હાથ ઉપર પણ લગાવો અને પંદર મિનીટ સુધી રહેવા દો અને ચોખ્ખા પાણી થી ધોઈ લો.

કેસર અને ચંદન :

image source

કુદરતી સુંદરતા અને ગોરાપણું મેળવવા માટે કેસર એક સારી આયુર્વેદિક ઔષધી છે. એક વાટકા માં થોડા દુધમાં આઠ થી દસ કેસરનાં રેસા એક કલાક માટે પલાળી દો. અને તેમાં એક ચમચી ચંદન પાવડરને ભેળવવાથી એક ઘરેલું ફેસ પેક તૈયાર થઇ જશે. તે તમારા શામળા ચહેરા ઉપર લગાવીને પંદર મિનીટ સુધી સુકાવા દો પછી પાણીથી ધોઈ લો.

બદામનો ફેસ માસ્ક :

image soutrce

ચહેરામાં ચમક અને નિખાર લાવવા માટે બદામનો ફેસ માસ્ક અસરકારક નુસખો છે. રાત્રે સુતા પહેલા દુધમાં થોડી બદામની ગીરી પલાળી દો. આ પલાળેલી બદામને પીસી લો અને આ પેસ્ટ થી પોતાનો ચહેરાની મસાજ કરો. થોડી વાર પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપથી અને સારું પ્રણામ મેળવવા માટે રોજ આ ફેસ માસ્ક સાત દિવસ સુધી લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત