દાંતમાં થઇ ગયો છે સડો અને પરું? તો મોડું કર્યા વગર આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપાયો

જ્યારે દાંતમાં પરું હોય ત્યારે લક્ષણોની અનુભૂતિ થાય છે. જયારે આ સમસ્યા થાય ત્યારે દાંત અને પેઢામાં તીવ્ર પીડા થાય છે, આ પીડા અચાનક થાય છે. આ સમસ્યા ધીરે-ધીરે ફેલાય છે. આ પીડા કાન, જડબા અને ગળામાં બાજુ ફેલાય છે જ્યાં અસરગ્રસ્ત દાંત અથવા પેઢા છે. સુવાના સમયે પણ આ પીડા વધુ હેરાન કરે છે, જેના કારણે ઊંઘમાં ખલેલ પોહ્ચે છે. આ ઉપરાંત ચહેરા પર લાલાશ અને સોજો આવી શકે છે. આ સમસ્યા દરમિયાન ગરમ અથવા ઠંડા ખોરાક અથવા કોઈ પીણા પીવાથી દુખાવો વધે છે. મોમાં દુર્ગંધ આવે છે અથવા વિચિત્ર સ્વાદ અનુભવાય છે. જો ચેપ વધારે છે, તો તીવ્ર તાવ પણ આવી શકે છે. ગંભીર કિસ્સાઓમાં મોં ખોલવા, ખોરાક ગળવામાં અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.

image source

આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે મોમાં કોઈ ચેપ લાગે છે. તે ખૂબ પીડાદાયક હોઈ શકે છે અને આ સમસ્યાના કારણે તમારે ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તેની સારવાર ન કરવામાં આવે, તો તે વધુ ખરાબ થઈ જશે અને દાંતની અથવા પેઢાની આસપાસનું હાડકું પણ ખરાબ થઈ શકે છે. આ પરું દાંતની અંદર પેઢામાં અથવા હાડકામાં થાય છે. તે બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે. જો દાંતમાં છેલ્લે આ પરું થાય છે, તો તેને પેરીએપિકલ કહેવામાં આવે છે, જ્યારે પેઢામાં થયેલા પરુંને પિરિઓડોન્ટલ કહેવામાં આવે છે. આ સમસ્યા દાંતમાં થયેલા પોલાણ, કોઈ ઈજા અથવા દાંતની પહેલાંની સારવારને કારણે થઈ શકે છે.

ડેન્ટિસ્ટ પાસે જવું જરૂરી છે

image source

દાંતના પરુંના લક્ષણો જોયા પછી તમારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ, નહીં તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. દાંતના પરુંનું નિદાન કરવા માટે ડેન્ટિસ્ટ અસરગ્રસ્ત દાંત અને પેઢાની તપાસ કરે છે. તે ડેન્ટલ એક્સ-રે પણ કરી શકે છે, એ જાણવા માટે કે પરું ક્યાં છે અને કેટલા સુધી ફેલાયેલું છે. જેથી તેમને સારવારમાં મદદ મળે.

ઉપચારની રીત

image source

ચેપ ફેલાતા અટકાવવા માટે, તેનો સ્રોત ઓળખવામાં આવે છે અને તેને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પરુ દૂર થાય છે. ઉપચારની કઈ પદ્ધતિ અપનાવવામાં આવશે તે પરું અને ચેપની તીવ્રતા પર આધારિત છે. આવી સ્થિતિમાં ડોકટરો રુટ કૈનાલ ટ્રીટમેન્ટની મદદ લઈ શકે છે, જેની મદદથી એ ખાલી જગ્યા ભરાય છે. જો રુટ કૈનાલ ટ્રીટમેન્ટ શક્ય ન હોય, તો અસરગ્રસ્ત દાંતને દૂર કરી શકાય છે. ઇન્સીશન અને ડ્રેનજ ટ્રીટમેન્ટ પણ અપનાવી શકાય છે, જેમાં પેઢામાં થોડો કાપ મૂકે છે અને ત્યારબાદ તેમાંથી પરું દૂર કરે છે. આ સામાન્ય રીતે માત્ર એક અસ્થાયી સમાધાન હોય છે, જેમાં આગળની સારવારની જરૂર પડી શકે છે. ચેપ ફેલાય અથવા વધુ પ્રમાણમાં ગંભીર હોય તો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરી શકાય છે.

આ બીમારીથી આવી રીતે બચી શકાય છે

image source

દાંત અને પેઢાને સ્વસ્થ રાખીને આ જોખમ ઘટાડી શકાય છે. દિવસમાં બે વખત ફ્લોરાઇડ ધરાવતા ટૂથપેસ્ટથી તમારા દાંત સાફ કરો. દર વખતે ઓછામાં ઓછી બે મિનિટ સુધી તમારા દાંત સાફ કરો.જમ્યા પછી મીઠાના હળવા પાણીથી સારી રીતે કોગળા કરો, જેથી દાંતમાં કોઈ અનાજ ન રહે. દર 3-4 મહિનામાં ટુથબ્રશ બદલો. તંદુરસ્ત આહાર ચેપ અને મોમાં આવતી ખરાબ ગંધની સંભાવના ઘટાડે છે. આ સિવાય તમે એન્ટિસેપ્ટિક અથવા ફ્લોરીનેટેડ માઉથવોશનો પણ ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત