જાણો સ્મોકિંગની લત છોડ્યા પછી 20 મિનિટ પછી શરીરમાં કેવા થવા લાગે છે ફેરફાર

ધુમ્રપાનને શરૂઆતમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ માનવામાં આવતું હતું, પણ જોતજોતામાં એ આખી દુનિયામાં એક ખતરનાક કુટેવની જેમ ફેલાઈ ગયુ. ધુમ્રપાનને સ્લો પોઇઝન કહેવું જરાય ખોટું નથી, કારણ કે ધુમ્રપાન કરવાથી તમારા શરીરમાં હજારો ખતરનાક કેમિકલ પ્રવેશે છે અને આની આડઅસર તમને એકદમ નથી દેખાતી. પણ જ્યારે પરિણામ આવે છે ત્યારે માણસને એની સામે કેન્સર, હાઈ બ્લડપ્રેશર, લંગ ઇન્ફેકશન જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓ ઉભી દેખાય છે.એ સિવાય સિગરેટ, બીડી કે તમાકુનું સેવન કરવું એ તમારા આજુબાજુના લોકો માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધુમ્રપાન છોડી દેવામાં આવે તો આપણા શરીરમાં શુ ફરક પડી શકે છે? નથી વિચાર્યું ને? તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે છેલ્લી સિગરેટ પીધા પછી શરીરમાં ફેરફાર શરૂ થઈ જાય છે. આ ફેરફાર તમને સિગરેટ છોડવામાં મદદ કરશે.

image source

ધુમ્રપાન છોડવાથી શરીરમાં થતા ફેરફાર.

ધૂમ્રપાન છોડ્યા પછી કે છેલ્લી સિગરેટ કે બીડી પીધા પછી મિનિટે મિનિટે તમારા શરીર પર સારી અસર થવા લાગે છે. તો ચાલો જાણીએ કે ધુમ્રપાન ચોદયાના કેટલા સમય પછી આપના શરીરમાં ક્યાં ક્યાં બદલાવ આવે છે.

ધુમ્રપાન છોડ્યાના 20 મિનિટ પછી

ધુમ્રપાન છોડ્યાના 20 મિનિટ કે અડધો કલાક પછી તમારા હૃદયની ગતિ, પલ્સ રેટ અને બ્લડપ્રેશર સામાન્ય થવા લગે છે.

ધુમ્રપાન છોડ્યાના 8 કલાક પછી.

image source

ધુમ્રપાન છોડ્યાના 8 કલાક પછી શરીરમાં લોહીમાં નિકોટીન અને કાર્બન મોનોકસાઈડનું સ્તર ઓછામાં ઓછું અડધું થઈ જાય છે. અને ઓક્સિજનનું લેવલ સામાન્ય થઈ જાય છે.

તમાકુ છોડ્યાના 24 કલાક પછી.

ધુમ્રપાન કે તમાકુ છોડ્યાના 24 કલાક એટલે કે એક દિવસ પછી તમને હાર્ટ અટેકની બીક ઓછી થઈ જાય છે.કારણ કે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય થઈ જવાના કારણે રક્તવહીનીઓ સ્વસ્થ થવા લાગે છે.

ધુમ્રપાન છોડ્યાના 48 કલાક પછી.

ધુમ્રપાન છોડયાના 48 કલાક પછી તમારી સૂંઘવાની, સાંભળવાની અને સ્વાદ પારખવાની ઇન્દ્રિયોની કાર્યક્ષમતા સામાન્ય થવા લાગે છે. એની સાથે સાથે ધુમ્રપાન છોડ્યાના 2 દિવસ પછી કાર્બન મોનોકસાઈડ શરીરમાંથી સંપૂર્ણ રીતે નીકળી જાય છે અને ફેફસા પણ સાફ થવા લાગે છે.

image source

ધુમ્રપાન છોડયાના 72 કલાક પછી.

ધુમ્રપાન છોડયાના 72 કલાક એટલે કે ત્રણ દિવસ પછી ફેફસા માં રહેલા બ્રોન્કીઅલ ટ્યુબ રિલેક્સ થવા લાગે છે અને શરીરમાં એનર્જી વધવા લાગે છે. અને એ કારણે તમે સરળતાથી શ્વાસ લઈ શકો છો. અને ફેફસાની કાર્યક્ષમતા સુધરવા લાગે છે.

ધુમ્રપાન છોડયાના 2 અઠવાડિયા થી 3 મહિના પછી.

ધુમ્રપાન છોડયાના 2 અઠવાડિયા થી લઈને 3 મહિના પછી તમારા ફેફસા વધારે મજબૂત થવા લાગે છે અને શરીરમાં રક્ત સંચાર સુધરી જાય છે. તમને ચાલવામાં અને કસરત કરવામાં સરળતા રહે છે અને શ્વાસને લગતી તકલીફમાં પણ રાહત મળે છે.

ધુમ્રપાન છોડયાના 3 થી 9 મહિના પછી.

image source

આ સમય સુધી તમે ઊંડા શ્વાસ લેવામાં સક્ષમ થઈ જાવ છો. એટલે કે તમારા ફેફસા પુરી રીતે કામ કરવા લાગે છે. એ સિવાય તમારી છીંકવાની પ્રક્રિયા પણ બરાબર થવા લાગે છે, જેથી શરીરમાં કોઈપણ કન અવરોધ નથી બનતા

ધૂમ્રપાન છોડયાના એક વર્ષ પછી.

ધુમ્રપાન છોડયાના એક વર્ષ પછી તમને હૃદય રોગની તકલીફ થવાની સંભાવના ધુમ્રપાન કરતા વ્યક્તિઓની સરખામણીમાં અડધી થઈ જાય છે.

ધુમ્રપાન છોડયાના 5 વર્ષ પછી.

ધુમ્રપાન છોડયાના 5 વર્ષ પછી તમને કેન્સર થવાની શકયતા એક ધુમ્રપાન ન કરતા વ્યક્તિ જેટલી જ થઈ જાય છે.એ સિવાય તમને ધુમ્રપાન કરતા વ્યક્તિઓની સરખામણીમાં મોઢા, ગળા અને પેટના કેન્સર થવાની સંભાવના અડધી થઈ જાય છે.

ધુમ્રપાન છોડયાના 10 વર્ષ પછી.

image source

ધુમ્રપાન છોડયાના 10 વર્ષ પછી તમને લંગ્સ કેન્સર થવાની સંભાવના ધુમ્રપાન કરતા વ્યક્તિ કરતા અડધી થઈ જાય છે. અને સ્વરપેટીનું કેન્સર થવાની શકયતા નહિવત થઈ જાય છે.

ધુમ્રપાન છોડયાના 15 વર્ષ પછી.

ધુમ્રપાન છોડયાના 15 વર્ષ પછી તમને હૃદયને લગતી બીમારી થવાની શક્યતા એક તંદુરસ્ત માણસ જેટલી જ ઓછી થઈ જાય છે.
ધૂમ્રપાન કેવી રીતે છોડશો?

ધૂમ્રપામ છોડ્યા પછી શરીરમાં શુ ફેરફાર થાય છે એ જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે ધુમ્રપાન કેવી રીતે છોડી શકાશે. ચાલો જોઈએ ધુમ્રપાન છોડવા માટેના અસરકારક ઉપાય.

image source

ધુમ્રપાન એક એવી ટેવ છે જેને છોડવી સરળ નથી. અને એ માટે તમે ડોકટરની મદદ લઇ શકો છો અને પોતાના માટે એક યોગ્ય પ્લાન બનાવી શકો છો.

તમે ધુમ્રપાન છોડવા માટે સૌથી પહેલા તો ધુમ્રપાન પાછળનું કારણ જાણો. બધી વ્યક્તિઓ પાસે કોઈક ને કોઈક એવું કારણ હોય જ છે જેના લીધે એમને ધુમ્રપાનની આદત પડી હોય.જેમ કે સ્ટ્રેસ, મિત્રોની સંગત કે પછી આલ્કોહોલની સાથે ધુમ્રપાન. અને એ જાણ્યા પછી બની શકે એટલું એ કારણોથી દૂર રહો.

ધુમ્રપાન છોડવા માટે તમે નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપીની મદદ લઇ શકો છો. આજકાલ માર્કેટમાં નિકોટિનની એવી ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે જેને ધુમ્રપાન કરવાની ઈચ્છા થાય ત્યારે ઉપયોગ કરી શકાય છે અને ધુમ્રપાન કરવાથી બચી શકાય છે.

image source

ધુમ્રપાન છોડવા માટે તમે તમારા મિત્રો અને કુટુંબીજનો પાસે પણ મદદ માંગી શકો છો. એ તમને સમયે સમયે એના માટે પ્રેરણા આપતા રહેશે.

ધુમ્રપાન છોડવા માટે એક મજબૂત કારણ શોધો. એના કારણે તમને જ્યારે ધૂમ્ર5 કરવાની તલબ લાગશે ત્યારે મદદ મળશે. આ કારણોમાં બાળકોનું સારું સ્વાસ્થ્ય, એમના માટે એક સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ વગેરેનો સમાવેશ થઈ શકે છે.

ધુમ્રપાન છોડવા માટે કસરતનો સહારો લઈ શકો છો. કારણ કે કસરત અને યોગા કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને ધુમ્રપાન કરવાની ઈચ્છાને વધારતા કારણો જેવા કે સ્ટ્રેસ, ડિપ્રેશન ને દૂર કરે છે.

image source

સિગરેટ, બીડી કે તમાકુ છોડવાના ફાયદા.

સિગરેટ, બીડી કે તમાકુ છોડવાથી શરીરને સ્વાસ્થ્યને લગતા ઘણા લાભ થાય છે. આ ફાયદાઓ વિશેની જાણકારી પણ તમને ધુમ્રપાન છોડવા માટે પ્રેરી શકે છે. તો ચાલો, ધુમ્રપાન છોડવાથી મળતા ફાયદા વિશે જાણીએ.

ધુમ્રપાન છોડવાથી શરીરમાં હાનિકારક કેમિકલનું લેવલ ઘટે છે. જેનાથી માનસિક તંદુરસ્તી આવે છે.

ધુમ્રપાન તમારી આંખોને પણ નુકશાન પહોંચાડે છે. એટલે જ્યારે તમે ધુમ્રપાન છોડો છો ત્યારે તમારી આંખોનું તેજ વધે છે.

ધુમ્રપાન કરવાથી મોઢું ઘણા કેમિકલના સંપર્કમાં આવે છે, જેના કારણે મોઢું અસ્વચ્છ રહે છે. એટલે ધુમ્રપાન છોડવાથી મોઢું સ્વસ્થ રહે છે.

ધુમ્રપાન છોડવાથી ચામડી સ્વસ્થ બને છે અને વધતી ઉંમરના લક્ષણો ઘટે છે.

image source

ધુમ્રપાન છોડવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.

ધુમ્રપાન છોડવાનો સૌથી વધુ ફાયદો ફેફસાને થાય છે. એનાથી ફેફસાને થતું નુકશાન ઘટે છે અને ટીબી, ફેફસાંનું ઇન્ફેક્શન, ખાંસી અને કેન્સર જેવી બીમારી થવાની સંભાવના ઘટે છે.

ધુમ્રપાન છોડવાથી સેક્સ લાઈફ પણ સુધરે છે.

ધુમ્રપાન છોડવાથી મસલ્સ મજબૂત બને છે કારણ કે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને એના કારણે મસલ્સને પૂરતું પોષણ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત