તેલ કે દેશી ઘી, જાણો ડિપ ફ્રાય માટે કયુ વધારે સારુ…

આપણા માંથી મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત હોય છે. કારણ કે કોરોના વાયરસના આ લોકડાઉને આપણને હાઈજિન અને હેલ્થ બંનેનું મહત્વ બહુ સારી રીતે સમજાવી દીધુ છે. એવું નથી કે પહેલા આપણે પહેલા આ વાતોનું ધ્યાન નહોતા રાખતા, આપણે બધા પહેલા પણ આવું કરતા જ હતા. પણ હવે આ વિષય પર જાગૃતતા પહેલા કરતા ઘણી વધી ગઈ છે. તો ચાલો આજે જાણી લઈએ કે હેલ્ધી ફૂડ બનાવવા માટે સૌથી હેલ્ધી તેલ ક્યુ છે? જેથી ડીપ ફ્રાયડ કરેલું જમવાનું પણ સાવસ્થ્ય માટે બનશે ગુણકારી.

તેલના રોલને સમજો-

image source

જે તેલમાં આપણે જમવાનું બનાવીએ છે, એ તેલનો આપણું વજન વધારવામાં, ઘટાડવામાં અને મેઈન્ટેન કરવામાં મોટો રોલ હોય છે. જેમ કે સોયાબીનનું તેલ, મગફળીનું તેલ, તલનું તેલ કે પછી અલગ અલગ પ્રકારના રિફાઇન્ડ ઘી. આ બધાની આપના5 શરીર પર અલગ અલગ અસર થાય છે. પણ જો તમે એવું જમવાનું બનાવવા માંગતા હોય, જે તમારી ભૂખ સંતોષવાની સાથે સાથે વજન પણ ઘટાડવામાં મદદ કરે તો તમારે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.

વજનને કાબૂમાં રાખવામાં મળે છે મદદ.

image source

તમે અત્યાર સુધી એ તો વાંચ્યું હશે કે ઓલિવ ઓઇલ સ્કિન અને વાળ માટે ખૂબ જ સારું હોય છે. પણ અમે તમને જણાવી રહ્યા છે કે ઓલિવ ઓઇલ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટ અને ડાયટિશીયનનું માનવું છે કે જ્યારે આપણે હાઈ સેચ્યુરેટેડ ડાયટ છોડીને મોનો અનસેચ્યુરેટેડ ડાયટ લેવા લાગીએ છીએ તો આપણું વજન અમુક હદ સુધી કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. પછી ભલેને તમારા આહારમાં કેલેરીનું પ્રમાણ પહેલા જેટલું જ જાળવી રાખો. એટલા માટે એક્સપર્ટના કહેવા પ્રમાણે ઓલિવ ઓઇલ અને દેશી ઘી કુકિંગ માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે.

image source

આ છે સૌથી મોટી ખાસિયત.દેશી ઘી અને ઓલિવ ઓઇલમાં હાઈ સ્મોકિંગ પોઇન્ટ હોય છે.એટલે કે એ લેવલ જેના પર એ સ્મોક જનરેટ કરે છે એની આ જ ખાસિયત એને ફૂડ ફ્રાયઇંગ માટે ઉત્તમ બનાવે છે. સાથે સાથે કાર્બસની જગ્યાએ મોનો અનસેચ્યુરેટેડ ફેટ લેવનક અર્થ એ થાય છે કે તમારા પેટને જલ્દી ભૂખનો અહેસાસ નહિ થાય. કારણ કે કાર્બસની સરખામણીમાં ફેટને પચાવવામાં વધારે સમય લાગે છે. એટલે કે તમને કેલેરી તો પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને તમારું વજન પણ કાબૂમાં રહેશે.

સરળતાથી પચી જાય છે આ તેલ.

image source

તો આજથી જ નક્કી કરી લો કે પોતાને અને પોતાના પરિવારને હેલ્ધી રાખવા માટે તમે દેશી ઘી કે ઓલિવ ઓઇલ.આ બનાવેલું જમવાનું જ જમશો. અમેરિકન હાર્ટ એસોસિયેશન પ્રમાણે, એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ વધારે તાપ પર ખાવાનું બનાવવા માટે બેસ્ટ તેલ છે. એમની રિસર્ચમાં એ વાત પણ સાબિત થઈ ચૂકી છે કે તલનું તેલ, સરસવનું તેલ, અને સૂર્યમુખીનું તેલ કુકિંગ માટે ના બેસ્ટ તેલમાં સામેલ છે.કારણ કે આપણું શરીર આ તેલને સરળતાથી પચાવી શકે છે.