આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને દૂર કરી દો દાંતનો સડો

અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને દૂર કરો તમારા દાંતનો સડો

દાંતમાં સડો મુખ્ય રૂપથી પેઢામાં બળતરાં અને તૂટેલા દાંતને કારણે થાય છે. દાંતમાં સડો થવો એ મુખ્ય રીતે એક પ્રકારનું સંક્રમણ હોય છે જે પેઢા અને દાંતની જડની વચ્ચે થાય છે અને તેના કારણે વધારે દુખાવો થાય છે. જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરે છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ કરાવામાં ન આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. દાંત સારા હોય તો તમારી સ્માઇલ મનમોહક લાગે છે પરંતુ જો તમારા દાંત વાંકાચૂકા હશે તો તમારી સ્માઇલ મોહક નહી લાગે. હવે એ જ દાંત દુખવા લાગે તો આ કોરોનાકાળમાં ક્યાં દવા લેવા જશો, ઘરગથ્થુ ઉપચાર કરવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને જણાવીશું કે, ક્યા ઉપચાર તમારા દાંત માટે સારા રહેશે.

 

image source

દાંતનો દુખાવો ઘણા કારણો હોઇ શકે, તમે જો યોગ્ય રીતે બ્રશ ન કરો તો પણ તમારા મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા સર્જાય છે. દાંતમાં સડો થવાની સંભાવનાઓ પણ રહે છે. આ દરેક સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તો આ ઘરગથ્થુ ઉપચાર આજમાવો.

 

દાંતમાં દુખાવો થાય તો પાણીને ગરમ કરો અને તેમાં મીઠુ નાંખીને તેના કોગળા કરવાથી આરામ મળે છે. તે સિવાય આ ગરમ પાણીને મોઢામાં ભરી રાખીને શેક કરો જેથી દાંતનું સંક્રમણ ઓછુ થશે.

 

image source

જો તમારા દાંતમાં દુખાવો થાય છે તો લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખો, તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે. લવિંગમાં ઘણી માત્રામાં એનેસ્થેટિક અને એનલગેસિક ગુણ હોય છે જે દર્દને દૂર કરે છે. દિવસમાં બે થી ત્રણ વખત લવિંગને રાખો

 

image source

લસણ પણ દાંતના દુખાવામાં અસરકારક છે, લસણને ફોલીને તે કળીને ચાવી જાઓ જેથી દુખાવામાં રાહત મળશે.

 

image source

ડુંગળીમાં એંટીસેપ્ટીક ગુણ હોય છે જે દાંતના દુખાવામાં રાહત અપાવી શકે છે. તેને કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જો તમને તમારા દાંતમાં વધુ દુખાવો હોય તો તમે તેને કાચી નહી ખાઈ શકો તો તમે તેનો રસ નીકાળીને દાંતમાં નાંખો.

 

image source

ફુદીનાનું તેલ

 

દાંતના દર્દમાં ફુદીનાનું તેલ જાદુઇ અસર કરે છે. તમારી આંગળીઓના ટેરવાં પર થોડું તેલ લો અને તેને પ્રભાવિત ક્ષેત્ર પર મસળો. આનાથી દાંતના દર્દમાં તરત જ રાહત મળશે.

 

image source

ટી બેગ એક અન્ય ઘરેલૂ ઉપચાર છે, હર્બલ ટી બેગને પ્રભાવિત ક્ષેત્ર પર લગાવો. આનાથી પરૂના કારણે થતાં દર્દમાંથી તમને તરત રાહત મળશે.
હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.

 

દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.

image source

સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.

 

વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે.

 

image source

તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.

 

image source

લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત